જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 26 જાન્યુઆરી : મંગળવારના દિવસે હનુમાન દાદા વરસાવશે આ 4 રાશિઓ ઉપર પોતાની કૃપા

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ હળવાશ ભરેલો રહેશે. આજના દિવસે તમે કોઈ નવા કામ વિશે વિચારી શકો છો. આજે તમારા જીવનની અંદર કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે, જે તમારા જીવનની મુશ્કેલીઓને ઓછી કરી શકે છે. પરણિત લોકો આજેના દિવસે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ વધુ સારો બનાવનો છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ સ્નેહી સ્વજન દ્વારા કોઈ ભેટ મળવાનો યોગ છે. આજના દિવસે તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો, જેના દ્વારા તમને ઘણી નવી વાતો પણ જાણવા મળી શકે છે, પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને કોઈ વાતે નિરાશ ના કરવું, જે તમારા જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોનો આજનો દિવસ ડ્રાઇવિંગ કરતી વખતે કાળજી રાખવાની જરૂર છે. આજે નાના અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે તમારા કામને લઈને તમે થોડા સજાગ દેખાશો, જેની નોંધ તમારા બોસ દ્વારા પણ લેવામાં આવશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે દિલમાં રહેલી કોઈ વાત વ્યક્ત કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાબુ રાખવાની જરૂર છે. આજના દિવસે કોઈ રોકાણ ના કરવું, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કોઈને પૈસા આપતા પહેલા વિચાર કરી લેવો. પરિણીત લોકોના જીવનમાં આજે પોતાના જીવનસાથીની સલાહ ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના પ્રિયજન પાસેથી કોઈ ભેટ મેળવી શકશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો બની શકે છે. જેના કારણે મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ યાત્રા તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેવાની છે. તમારી યાત્રા દરમિયાન કોઈ ગરીબને દાન આપવું તમારા માટે લાભ કારક સાબિત થઇ શકે છે. આજે પોતાના પાર્ટનર સાથે દિલમાં મૂંઝવતી વાત શેર કરવી. આજે તમારું પાર્ટનર તમારું સાચું સાથી હશે. પ્રેમી પંખીડાઓને આજે મળવા માટે રાહ જોવી પડશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. આજે તમારી મહેનત જ તમારો સાચો સાથી છે. આજે કોઈ કામમાં આળશ ના કરવી, નહિ તો આ આળશ તમને જ મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારું પાર્ટનર આજે કોઈ વાતને લઈને ચિંતિત નજર આવશે,  જેના કારણે આજે તમારે તેને સાથ આપવો. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ભેટ આપી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો આજના દિવસે કોઈ લાંબા સમયથી ચાલી આવતી બીમારીથી છુટકારો મળેવી શકે છે. આજના દિવસે તમને માનસિક શાંતિ હશે, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે થોડા ચિંતામગ્ન રહી શકો છો. તમારા જીવનનું મૂલ્યાંકન કરવાનો આજનો દિવસ ઉત્તમ છે. આજે તમને કોઈ નવો રસ્તો મળશે. પરિણીત લોકો આજે પોતના પાર્ટનર સાથ સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ એક બીજા ઉપર ગુસ્સો કરતા નજર આવશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તે છતાં પણ કોર્ટ કચેરી સાથે જોડાયેલા મામલામાં તમને આજના દિવસે લાભ મળી શકે છે. આજે તમારા વિરોધીઓથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને કોઈ સારી હોટલમાં જમવા લઇ જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે જીવનની કોઈ મહત્વની ક્ષણ વિશે ગંભીર બનીને ચર્ચા કરી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા ભરેલો રહેશે. પરિવારમાં કોઈ જૂનો વિવાદ ચિંતાનું કારણ બની શકે છે. કાર્યસ્થળ ઉપર પણ આજે જોઈએ એટલી ખુશી નહીં મળે. આજના દિવસે મનને જેમ બને તેમ શાંત રાખવાનો પ્રયત્ન કરવો, પરણિત લોકોના જીવનમાં આજે થોડા મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓએ આજના દિવસે કોઈ એવી વાત ના કરવી જેનાથી તકલીફ થાય.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીમાં વીતશે, આજે અણધાર્યો લાભ મળી શકે છે. કાર્યસ્થળ ઉપર પણ આજે તમારા કામના વખાણ થશે. આજે તમે તમારી મહેનતથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવશે. પ્રેમી પંખીડાઓ આજે દુનિયાની ચિંતા કર્યા વગર એકાંતમાં રોમાન્ટિક સમય પસાર કરી શકશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો આજના દિવસે કોઈ જુના મિત્રને મળી શકે છે. જે તમને કોઈ નવા ફાયદા વિશે સમજાવશે. આજે તમારી તબિયત સાચવજો, નહિ તો આગળ જતા એ તકલીફ મોટું રૂપ ધારણ કરી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે સાસરી પક્ષ તરફથી કોઈ ખુશીના સમાચાર આવી શકે છે. પ્રમેય પંખીડાઓ પોતાના સંબંધને લઈને આજે ઘરમાં વાત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસે લાંબા સમયથી ચાલી રહેલી મૂંઝવણોનો અંત આવી શકે છે. આજના દિવસે તમે કોઈ પારિવારિક નિર્ણય લઇ શકો છો. જેમાં પરિવારના વડીલોનું માર્ગદર્શન તમને ખુબ જ ફાયદાકારક નિવળશે. પરણિત લોકો આજે પોતાના દિલમાં રહેલી વાત શેર કરી શકે છે. પ્રેમી પંખીડા આજે હળવાશના મૂડમાં નજર આવશે.