PM મોદીની હાઈલેવલની મીટિંગમાં લેવાઈ ગયો સૌથી મોટો નિર્ણય, હવે 3 જ દિવસની અંદર…જાણો ફટાફટ

છેલ્લા એક વીકથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં યુક્રેનનાના બીજા મોટા શહેર ખરકીવમાં રશિયા ભારે તબાહી મચાવી રહ્યુ છે. આજે આખા શહેરમાં ભયંકર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે અને તેમાંય રશિયાએ ખરકીવની એક મોટી સરકારી બિલ્ડિંગને જે રીતે નિશાન બનાવી તે જોઈને આખી દુનિયા ધ્રુજી ઉઠી હતી.

રશિયાએ ખરકીવ શહેરની એક મોટી સરકારી ઇમારતને મિસાઈલ એટેક કરીને ઉડાવી મૂકી હતી. કહેવાય છે કે આમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે તથા 20થી વધારે ઘાયલ થયા છે. બિલ્ડીંગના કાટમાળમાંથી ઓછામાં ઓછા 10 લોકોને બચાવી લેવાયા છે. યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં સામાન્ય નાગરિકોના જીવન પર મોટો ખતરો ઊભો થયો છે.

રશિયાની સેનાએ યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખાર્કિવ, ચેર્નિહાઈવ અને કીવ પર સોમવારે બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. લગભગ 40 માઈલના કાફલામાં રશિયાની ટેંક અને અન્ય સૈન્ય વાહન કૂચ કરી રહ્યા છે. ડરેલા લોકો આમતેમ નાસભાગ મચાવી રહ્યા છે. હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે એવામાં યુક્રેનને લઈને આપણા PM નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યયક્ષતા કરી છે.

યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. ફસાયેલા હજારો સ્ટુડન્ટ્સને પરત લાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. પીએમ મોદી આ પહેલાં યુક્રેન મુદ્દે ચાર બેઠક કરી ચુક્યા છે. બેઠકમાં નાગરિકોની વાપસી પર ચર્ચા થઈ છે. તમને જાણવી દઈએ કે યુક્રેન વિરુદ્ધ રશિયા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખી પીએમ મોદીની આ પાંચમી બેઠક છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા હાજર રહ્યા હતા. આ સિવાય અન્ય અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાને 64 કિલોમીટર લાંબો કાફિલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. એટેક પછીથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટ્રી ફોર્સ છે. આ પહેલાં સુધી જે કાફિલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી. મિત્રો તમને જણાવી દઇએ કે, યુક્રેનમાં આશરે 20 હજાર ભારતીય લોકો હાજર છે.

જેમાંથી મોટાભાગનાં મેડિકલનું ભણતર પુર્ણ કરવાં ગયા છે જેમાંથી 4000થી વધુ લોકો આપણા લોકો પરત આવી ગયા છે અન્ય નીકળી પણ રહ્યાં છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મુજબ હાલમાં જ PMએ યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય લીધો છે. ભારતીયોને એરલિફ્ટ કરવા માટે બુખારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ઉપયોગ કરાશે.

PM મોદીની હાઈ લેવલ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે જ્યારે અમે પહેલી એડવાઈઝરી જારી કરી હતી, તે સમયે યુક્રેનમાં આશરે 20,000 ભારતીય સ્ટુડન્ટ્સ હતા ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકી બચેલા ૪૦% લોકોમાંથી લગભગ અડધા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં છે

અને અડધા યુક્રેનની પશ્ચિમી બોર્ડર પર પહોંચી ગયા છે અથવા તે બાજુએ જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે આપણા તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે. અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે, કીવમાં આપણા કોઈ નાગરિક નથી, ત્યાંથી કોઈએ સરકારનો સંપર્ક કર્યો નથી.

YC