જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 26 ઓગસ્ટ : ગુરુવારના શુભ દિવસે સાઈબાબાની કૃપા આ 7 રાશિના જાતકોને મળશે, બદલાઈ જશે તેમનું ભાગ્ય

1. મેષ – અ, લ ,ઈ (Aries): ટુંક સમયમાં કોઈ ગંભીર બીમારીમાંથી બહાર આવી શકો છો. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન બનેલું રહેશે. તમારી પરેશાની તમારા માટે મોટી હશે, પરંતુ મિત્રો પરિવાર સમજી નહીં શકે. ઓફિસમાં થયેલા ફેરફારનો લાભ તમને મળશે. આજે એવા લોકોને મદદ ન કરશો, જે તમારી પાસે મદદ માંગે. દગો મળવાની સંભાવના છે. જીવનસાથી સાથે દિવસ સુખમય રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): તમારો સ્વભાવ મજાકીયો રાખશો. સારા નફા માટે લાંબાગાળા માટેના રોકાણ જેમ કે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ ફાયદાકારક રહેશે. આજે જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ બગડી શકે છએ. આજે તમારા મિત્રો અથવા ભાગીદાર તથા સહકર્મી સાથે ટીમ વર્કમાં કામ કરવાથી સફળતા મળશે. આજે નેતૃત્વ કરવાની સ્થિતિ તમારા માટે મજબૂત રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): તમારી ઈચ્છા શક્તિને પ્રોત્સાહન મળશે. આજે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. ભાવુક નિર્ણય લેતા તાર્કિક વિચાર છોડવો નહીં. આર્થિક મામલામાં સાવધાની રાખવી. પારિવારીક તણાવને ગંભીર ન લેવો, સકારાત્મક રહેવું. કાર્યક્ષેત્રમાં ખુદને ખાસ મહેસુસ કરશો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. જીવન સાથી સાથે ખટ-પટ થઈ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આજે શારીરિક આરામ કરવો. બેન્કમાં લેવડ-દેવડમાં સાવધાની રાખવી. જિદ્દી સ્વભાવથી દુર રહેવું, ખાસ કરીને જીવનસાથી અને મિત્રો સાથે, નહીં તો સંબંધમાં તીરાડ પડી શકે છે. રચનાત્મક કામમાં સફળતા માટેનો દિવસ છે, સારી ઓલખ પ્રાપ્ત થશે. બહારના લોકોની વાતો સાંભળી તેના પર વિશ્વાસ મુકી અમલ ન કરવું, જીવનસથી મતભેદ પેદા કરવાની કેટલાક લોકો કોશિશ કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): જે રીતે રસોઈમાં મીઠા-મરચાની જરૂર છે, તેમ જીવનમાં દુખ જરૂરી છે, કારણ કે તોજ ખુશીની કિંમત ખબર પડે છે. બેન્ક સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી. તમારો અડિયલ સ્વભાવ પરિવારમાં તણાવનું કારણ બની શકે છે. આજે ભવિષ્ય વિશે ચિંતા કરો, મિત્રો તથા વિશેષજ્ઞોની સલાહ લેવી જરૂરી.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): તમારા વિનમ્ર સ્વભાવના વખાણ થશે. આર્થિક સમસ્યાએ તમારી રચનાત્મક વિચારવાની ક્ષમતા બેકાર કરી દીધી છે. ગુસ્સા પર કાબુ રાખવો મુશ્કેલ બની જશે, પરંતુ જબાન પર કાબુ રાખવો નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. આજે કરવામાં આવેલું રોકાણ ફાયદાકારક સાબિત થશે, પરંતુ ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આજે જીવનસાથી સાથે દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): આશાવાદી બનો અને ઉજળા ભવિષ્યને દેખો. તમારો આત્મવિશ્વાસ નવા દરવાજા ખોલશે. આજે તમારા કામનો વિરોધ લોકો કરી શકે છે. તમારા આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવી નવા મિત્રો નવા લોકોને મળો, ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે દિલ ખોલીને વાતો કરવા માટે સારો સમય છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): જિંદગીમાં સફળતા માટે દિલ-દિમાગના બંધ દરવાજા ખોલો. ચિંતા છોડી સકારાત્મક બનો. ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આજનો દિવસ તમારા માટે મુશ્કેલ છે. કાર્યસ્થળ પર વાતચીત કરવામાં સાવધાની રાખવી. આજે પુરો દિવસ જબાન પર લગામ રાખવામાં જ ભલુ છે. પાડોશીઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે. જીવનસાથી સંબંધ મજબૂત છે, પરંતુ સાવધાની રાખવી.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ખાવા-પીવામાં કાળજી રાખવી, લાપરવાહી બીમાર કરી શકે છે. જુના રાકાણથી આવકમાં વધારો થશે. આજે મજા કરવા માટે દિવસ સારો. ગેરસમજને લઈ જીવનસાથી સાથે દરાર પડી શકે છે. કાર્યક્ષેત્ર પર તમારી મરજી પ્રમાણે વસ્તુઓ નહીં બને. વાતચીતમાં કુશળતા સફળતા અપાવી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ સમયે એ સમજવું ખુબ જરૂરી છે કે માનસીક દુશ્મન બીમારી સામે લડવાની ક્ષમતાને નબળી ન કરી દે, જેથી નકારાત્મક વિચારોથી દુર રહેવું. ઓફિસના તણાવને ઘરમાં ના લાવો, નહીં તો પરિવારની ખુશી ખતમ થઈ જશે. આજે કોઈ મોટી વ્યવસાયિક લેવડ-દેવડને અંજામ આપી શકો છો. ટેક્સ-વીમા સાથે જોડાયેલા વિષય પર વિચારવાની જરૂર છે. આજે તમારા જીવનસાથીને તમારી સાથે ફરી એકવાર પ્રેમ થઈ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): દોસ્તો સાથે સુખદ સમય રહેશે પરંતુ વ્યસન કરવાથી બચવું. લાંબા સમયથી અટકેલા લેણા આજે તમને મળી શકે છે. હરવા-ફરવામાં સમયનો સારો ઉપયોગ કરવો. પ્રેમી-પ્રેમિકા સાથે અભદ્ર વ્યવહાર ન કરો. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. કાર્યસ્થળ પર અભિમાન ન રાખવું, સંબંધો ખરાબ થઈ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): પરેશાની પહેલા જ તેના વિશે વિચારવાની આદત તમને કમજોર કરી શકે છે. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. કોઈ ઝગડામાં વચ્ચે પડવું નહીં, જબાન પર લગામ રાખવી, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. પ્રેમી-પ્રમિકા તમને મખ્ખન લગાવી શકે છે, બહુ ભાવનાત્મક ના થઈ જવું. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતી જોવા મળશે. આજે તમારી મન ભટકી શકે છે. જીવનસાથી સાથે ઈમાનદાર રહેવું.