જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: 26 એપ્રિલથી 2 મે, જાણો આ સપ્તાહમાં કોને થવાનો છે ધનલાભ અને કોના જીવનમાં આવશે પ્રગતિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. મહેનતનો પુરે પૂરો ફાયદો મળશે. આસપાસના લોકોનો પણ સહયોગ મળશે. વ્યવસાયિક રીતે પોતાના સારા કામની ઓળખ મળી શકે છે. તમે બીજા પર વધારે ખર્ચ કરી શકો છો. તમારે પરિવાર તરફ ધ્યાન આપવાની જરૂર છે. તમે પોતાની જવાબદારીઓ પ્રત્યે સહજ રહેશો. કામ માટે દૂર જઈને અમુક નવા પ્રોજેક્ટ પર પણ કામ કરવું પડશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોએ આ અઠવાડિયે નોકરી કરતા લોકો માટે સમય ઠીક રહેશે. નવા ઉપક્રમની શરૂઆત કરવી તમારા ભવિષ્ય માટે ફાયદાકારક થશે. તમે પોતાના વ્યવસાયિક સહયોગીઓ સાથે સંધર્ષ વિકસિત કરી શકો છો. તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે. તમારા યોગદાન માટે તમારા વખાણ થઈ શકે છે. ના ગમતી યાત્રા ના કરો તો સારું રહેશે. કાર્યક્ષેત્રમાં આશા કરતા વધારે સફળતા મળી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આ અઠવાડિયું કોઈ એવા કામની યોજના સામે આવી શકે છે, જેનાથી તમારી પ્રસિદ્ધિ વધી શકે છે. અટકેલા પૈસા મળવાના યોગ છે. પગારદાર લોકો માટે આ સારું અઠવાડિયું હશે. તમારા સિનિયર તમારાથી પ્રસન્ન રહેશે. જે લોકો સાહિત્ય સાથે જોડાયેલા છે, તેમની રચનાઓની દરેક જગ્યાએ પ્રશંસા થશે. તમારું બાળક તમારા પર પ્રેમ અને સ્નેહ વરસાવશે. તમારી લોકપ્રિયતા વધશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આ અઠવાડીયે પોતાના પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. સંપત્તિ સાથે જોડાયેલ બાબતોમાં લાભ થશે. તમારું પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે. નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને તમે જે કામ કરવા માટે પસંદ કરશો તે તમને આશા કરતા વધારે ફાયદો અપાવશે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. જે કામને તમે શરુ કરશો, તે સમય કરતા પહેલા પુરા થઈ જશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયે તમે પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લેશો. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. જયારે તમે બીજાની સલાહ પર કામ કરો તો સાવધાન રહો. તમે પોતાના કામને લઈને ચિંતિત રહી શકો છો. લગ્ન યોગ્ય વ્યક્તિઓને સારો પ્રસ્તાવ મળી શકે છે. આ અઠવાડિયે તમે કંઈક નવું કરવાના મૂડમાં રહેશો. આજે તમારી રુચિ રચનાત્મક કામોમાં વધારે રહેશે. સમાજના લોકો વચ્ચે તમારી છબી સારી રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે, નવી વસ્તુઓ શીખવામાં પોતાની રુચિ દેખાડી શકો છો. સંપત્તિના કામ લાભ આપશે. આવકના નવા રસ્તા ખુલશે. આ અઠવાડિયે અધૂરા કામોને પણ સફળતાપૂર્વક પુરા કરી શકશો. તમારે પોતાની ક્ષમતાઓને નિખારવા માટે મહેનત કરવાની જરૂર છે. ઉચિત મહેનતથી તમે પોતાને વધારે ઉત્તમ બનાવી શકો છો. આર્થિક લાભની સારી સંભાવના રહેશે. તમે લોકો સાથે મેળ-મિલાપ કરશો.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયે શૈક્ષણિક કામોમાં રુચિ વધશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો. કોઈ એવી વાત અથવા પરિસ્થિતિ પણ તમારી સામે આવશે, જેનાથી તમારા વિચાર બદલાઈ જશે. તમારે કોઈ પણ પ્રકારના વિવાદોમાં પડવાથી બચવું જોઈએ. વસ્તુઓને સાચવીને રાખો નહિ તો નુકશાન થઈ શકે છે. ઓફિસ અને બિઝનેસમાં દરેક સાથે વિનમ્રતાથી રહેવા પર તમે આગળ વધી શકો છો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયે કારોબારમાં અનુકૂળ અવસર મળશે. આળસથી બચવા માટે દિનચર્યાનું એક ટાઈમટેબલ બનાવી લો. તેના હિસાબે ચાલતા રહો. જરૂરી કામોને અઠવાડિયાના મધ્યમ ભાગમાં કરવા પ્રયત્ન કરો. તમે કોઈ નવું કામ કરવાનું પણ વિચારશો. સંતાન તરફથી ચિંતા મુક્ત થશો. અટકેલા કામ સરળતાથી પુરા થશે. કોઈના પર પણ પૈસા સાથે સંબંધિત વિશ્વાસ ન કરો. આવકના નવા રસ્તા સામે આવી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આ સપ્તાહમાં સામાજિક સ્તર પર વૃદ્ધિ થશે. આ અઠવાડિયે તમે જે પણ ક્ષેત્રમાં ભાગ્ય અજમાવશો તેમાં સફળતા મળશે. સંબંધીઓને કારણે જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે, પણ છેલ્લે બધું સારું થઈ જશે. પરિવારજનો સાથે સુખદ સમય પસાર કરશો. જમીન, મકાનની ખરીદી કરવાની ઈચ્છા થઈ શકે છે. તમે કોઈ કામને વધારે આગળ વધારવાનો વિચાર કરી શકો છો.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આ અઠવાડિયે તમે દરેક પગલું સમજી વિચારીને ઉઠાવશો. તમારે માનસિક ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે. ચિંતાઓ માનસિક અવસાદનું કારણ બની શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. તમારી પ્રસિદ્ધિ અને સાંસારિક સુખ સાધનોમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેશે. કાર્ય સ્થળ પર તમારી આલોચના થઈ શકે છે. કારોબાર માટે નવા લોકો સાથે સંપર્ક થશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયે તમારી આવક પણ વધી શકે છે. ખોટી ભાગદોડથી પોતાને બચાવી રાખો. કોઈની વાતોમાં ન આવો, ફાલતુ વિચારોથી પોતાનો સમય બરબાદ ન કરો. યાત્રામાં સાવધાની વર્તો. નવા સંબંધોમાં આકર્ષણ વધશે. ફાલતુ કામકાજથી દૂર રહીને પોતાના કામ પર ધ્યાન આપવા પ્રયત્ન કરો. સકારાત્મક દિશામાં વધવાનો પ્રયત્ન કરો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિ માટે આ અઠવાડિયે વિદ્યાર્થીઓનું ભણવામાં મન નહિ લાગે. ગુપ્ત શત્રુઓ દ્વારા છબી બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. કોઈ પણ વિવાદાસ્પદ કામનો ભાગ ન બનો. કોઈ સંબંધમાં તીવ્રતા અંગત સંબંધમાં કડવાશ ઉત્પન્ન કરી શકે છે. અદાલત સાથે જોડાયેલી બાબતોમાં બેદરકારી ન વર્તવી. પૈસાના મામલાને લઈને તણાવ ઓછો થઈ શકે છે.