જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 26 એપ્રિલ : મહાદેવની કૃપાથી સોમવારના દિવસે 7 રાશિઓના જાતકોનું થશે કલ્યાણ, જાણો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે કોઈ જુના દોસ્ત સાથે મુલાકાત તમને ખુશ કરી દેશે ગર્ભવતી મહિલાઓ માટે ખુબ સારો દિવસ નથી. ચાલતા ફરતા સમયે ધ્યાન રાખવાની જરૂરત છે. ખર્ચા પર રાખવાની કોશિશ કરો અને જરૂરી વસ્તુ જ ખરીદો. જુના મિત્રો મદદગાર રહેશે. નવી યોજના આકર્ષિત રહેશે, સારી આવકનું સાધન બનશે. વૈવાહિક જીવનની ખરાબ ક્ષણો ચરમ પર જોવા મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોનું આજના દિવસે ભાવનાત્મક રીતે તમે બેચેન રહી શકો છો, જેથી નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે. ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે તમામ બાજુ વિચાર્યા વગર નિર્ણય કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી જાતને કોઈ ખરાબ આદત અને વસ્તુથી દુર રાખો, નહીં તો મુશેકેલીમાં ફસાઈ શકો છે. કોઈ પણ ભાગીદારી કરતા પહેલા પોતાના અંદરની ભાવના જરૂર સાંભળો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજે બોલતા પહેલા બે વખત વિચાર કરો. તમારો વિચાર કોઈના હૃદયને ઠેસ પહોંચાડી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. ખર્ચ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ખાલી ખિસ્સે ઘર આવવું પડી શકે છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે ધ્યાનથી વાહન ચલાવો, અકસ્માતનો યોગ છે. સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજના દિવસે ખોટા વિચારો મન પર છવાઈ ના જવા દો. શાંત અને તણાવ રહીત રહેવાનો પ્રયત્ન કરો. લાંબાગાળાના ફાયદાને ધ્યાનમાં રાખી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. જેમને તમે ચાહો છો, તેમની સાથે ઉપહારની લેવડ-દેવડ કરવા માટે સારો દિવસ. આજે તમને એવા લોકોને મળવાથી ફાયદો થશે, જે કોઈ ઊંચા પદ પર હોય. લગ્ન જીવન મધુરમય રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજે એકલાપણાથી દુર રહો અને પરિવાર સાથે સમય વિતાવો. તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. હંસી મજાકમાં કહેલી કોઈની વાતો પર શંકા ન કરશો. સંબંધીઓ તરફથી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા કામમાં ધ્યાન આપશો તો, સફળતા અને પ્રતિષ્ઠા મળશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજના દિવસે એવું કામ કરો જેનાથી તમને આનંદ થાય. ભાવનાત્મક રીતે તમે અનિશ્ચિત અને બેચેન રહેશો. તમારી મનોકામના દુઆ અને આશિર્વાદથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે અને ગત દિવસની મહેનત પણ રંગ લાવશે. કોઈ પણ ખર્ચીલા કામ પર વિચાર ન કરવો. આજે તમારા નવા વિચારો પરિપૂર્ણ રહેશે, અને જે કામ તમે હાથમાં પકડશો, તે તમારી આશા કરતા વધારે ફાયદો આપશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજે કોઈ કારણ વગર પોતાની જાતની ટીકા કરવાથી આત્મવિશ્વાસ ઓછો થાય છે. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી તમારા માટે રસપ્રદ સાબિત થઈ શકે છે, જોકે તમારા ખર્ચા વધી શકે છે. આજે તમારા પરિવારને નક્કી કરવા દો કે તમારે શું કરવું અને શું ના કરવું. કામની આજે પરીક્ષા થઈ શકે છે. સારૂ પરિણામ આપવા એકાગ્રતાથી કામ કરવું. એવી જાણકારી કોઈની સાથે શેર ન કરો, જે ગોપનીય હોય.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે વરિષ્ઠવું દબાણ રહેતા ઘરમાં તણાવ રહી શકે છે. મિત્રોની મદદથી નાણાકીય પરેશાની દુર થઈ શકે છે. ઘરમાં તાલમેલ બનાવી રાખવા સાથે કામ કરો. આજે જીભ પર લગામ રાખવી, નહીં તો પરેશાનીમાં આવી શકો છો. નવી પરિયોજનામાં ખર્ચા ન કરશો. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આજના દિવસે એવું કામ કરવું, જે તમને પસંદ હોય. નવા કરાર ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આશા વધારે ન રાખવી નહીં તો અસંતોષનો શિકાર બની શકો છો. ઉતાવળમાં નિર્ણય ન લેવા. જિદ્દી સ્વભાવથી બચવું, ખાસ કરીને મિત્રો અને પરિવાર સાથે. જુઠુ બોલવાથી બચવું, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન શબ્દોનો ધ્યાનપૂર્વક પ્રયોગ કરવો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોનો આજનો દિવસે મિત્રો તરફથી થયેલા વખાણ ખુશીનું કારણ બની શકે છે. તમારા ખર્ચાઓ પર કાબુ રાખવો અને પૈસાનો વ્યય કરવાથી બચવું. તમારા સ્વભાવમાં ઉદારતા જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે આશા પ્રમાણે સાથ-સહકાર નહીં મળે, પરંતુ ધૈર્ય રાખવું. આજે તમારે પરિવાર, જીવનસાથી સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજના દિવસે તમારા વિચારોને સકારાત્મક રાખો, કેમ કે આજે ડર નામના દાનવનો સામનો કરવો પડી શકે છે. જેથી નકારાત્મકતાના શિકારથી બચવા સકારાત્મક રહો. કોઈ તમને મોટી મોટી વાતોમાં ફસાવવાની કોશિસ કરી શકે છે, પરંતુ રોકાણ કરતા પહેલા તે વ્યક્તિને ઓળખી તમામ પાસા જાણી સમજી રોકાણ કરવું. પોતાની જાતને અભિવ્યક્ત કરવા માટેનો સારો સમય છે અને એવા પ્રોજેક્ટ પર કામ કરો, જે રચનાત્મક હોય. આજે સુપર સ્ટાર જેવું વર્તન રાખવું.