નોકરીના ઈન્ટરવ્યુ દરમિયાન 25 વર્ષની યુવતીને 55 વર્ષનો બોસ ગમી ગયો, પ્રેમ પાંગર્યો અને 3 વર્ષથી સતત….

બાપની ઉંમરના પુરુષ સાથે પરણી ગઈ 25 વર્ષની યુવતી, નોકરી મેળવવા ગઈ તો બોસ સાથે લફરું કરી બેઠી…તસવીરો જોઈને બોલી ઉઠશો હળાહળ કળયુગ

કહેવાય છે ને કે પ્રેમ માટે કોઇ જ બંધનો નડતા નથી, ના કોઇ નાત-જાત કે ના ઉંમર… લોકો તો પ્રેમ માટે સાત સમુદ્ર પાર પણ કરીને આવતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તમે સાંભળ્યુ હશે કે પત્ની પતિ કરતા મોટી હોય છે અથવા તો પતિ પત્ની કરતા કંઇક વધારે જ મોટો હોય છે. તેમને સોસાયટી દ્વારા કે સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા ઘણા ટ્રોલ પણ કરવામાં આવતા હોય છે, પરંતુ તેઓને કોઇ ફરક પડતો નથી. તેઓ તો બસ એકબીજાના પ્રેમમાં પડેલા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 25 વર્ષની સ્ટુડન્ટ પાર્ટ ટાઇમ જોબ માટે એક હોટલમાં ગઇ અને તેનું ઇન્ટરવ્યુ લેવા 55 વર્ષનો હોટલનો મેનેજર પહોંચ્યો.

જેને જોતા જ છોકરીને પ્રેમ થઇ ગયો. હવે આ રિલેશનને ત્રણ વર્ષ થઇ ગયા છે. બંનેએ એકબીજા સાથેના સમયને ખુશીઓથી ભરેલો જણાવ્યો. અમેરિકાના જૈક્શનની રહેવાસી 25 વર્ષની સુઝાના ડિયાઝ વર્ષ 2018માં પાર્ટ ટાઇમ જોબની શોધ કરી રહી હતી. ત્યારે તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી અને એક્સ્ટ્રા પૈસા કમાવવા માંગતી હતી. આ દરમિયાન સુઝાનાને એક લોકલ હોટલ વિશે જાણ થઇ. સુઝાના એ રેસ્ટોરન્ટમાં ગઇ અને પાસેના બુથમાં બેસી જોબ એપ્લિકેશન ભરી રહી હતી, ત્યારે કોઇએ તેના ખભાને ટૈપ કર્યુ.

તેણે વળીને જોયુ તો ત્યાં રેસ્ટોરન્ટના 55 વર્ષના જનરલ મેનેજર ટોની કહાનેક હતા. તે ત્યાં સુઝાનાનું ઇન્ટરવ્યુ લેવા પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન બંનેને એકબીજા વચ્ચે કનેક્શન લાગ્યું, તેથી ટોનીએ સુઝાના પાસે ફોન નંબર માંગ્યો. બીજા દિવસે સુઝાનાને ટોની તરફથી એક ટેક્સ્ટ મળ્યો. જે બાદ બંનેએ વાતચીત શરૂ કરી હતી. થોડા દિવસો પછી, કામ કર્યા પછી બંને ડિનર પર ગયા. શરૂઆતમાં, તેઓએ આ સંબંધને ગુપ્ત રાખ્યો, પરંતુ થોડા સમય પછી ટોનીએ સુઝાનાને તેની સાથે શિફ્ટ થવા કહ્યું. સુઝાના જાણતી હતી કે હવે તેણે તેના માતા-પિતાને તેના સંબંધ વિશે જણાવવું પડશે.

શરૂઆતમાં તેના માતા-પિતાએ તેના પર વિશ્વાસ ન કર્યો. પરંતુ દીકરીની ખુશી જોઈને તેમણે ટોનીને પરિવારનો એક ભાગ બનાવી દીધો. ટોનીના પેરેન્ટ્સે પણ તેમના સંબંધોને મંજૂરી આપી હતી.જો કે, ટોની અને સુઝાનાના કેટલાક મિત્રો તેમના સંબંધો વિશે અસ્વસ્થ હતા. સુઝાના માને છે કે તમારી ઉંમરના જીવનસાથી સાથે રહેવા કરતાં પરિપક્વ વ્યક્તિ સાથે સંબંધમાં રહેવું વધુ સારું છે.

Shah Jina