હાર્ટ એટેકથી 25 વર્ષીય યુવાનનું દર્દનાક મૃત્યુ: પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતી વખતે ઢળી પડ્યો-તમારે બચવું હોય તો શું શું કરવું જોઈએ? આજે તમને બધું જ જણાવીશું આર્ટિકલમાં
25-year-man heart attack in Surendranagar :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો જીમમાં કસરત કરતા કરતા કે કોઈનું રમત રમતા રમતા પણ હાર્ટ એટેકથી મોત થતું હોય છે, તેમાં પણ હાર્ટ એટેકના કારણે મોટાભાગના યુવાનો મોતને ભેટતા હોય છે. આવી ઘણી જ ઘટનાઓ રોજ બરોજ સામે આવતી હોય છે, ત્યારે હાલ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. જ્યાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા 25 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
25 વર્ષના યુવકનું મોત :
આ બાબતે મળી રહેલીઓ માહિતી અનુસાર સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આવેલા સુદામડા ગામનો 25 વર્ષીય યુવક કલ્પેશ ચાવડા પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો છે. તેનું સપનું હતું કે તે પોલીસમાં ભરતી થાય, પરંતુ ગતરોજ ભરતીની તૈયારી કરવા દરમિયાન તે દોડી રહ્યો હતો ત્યારે જ તે દોડતા દોડતા જ ઢળી પડ્યો. યુવક ઢળી પડતા જ આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા અને તેને એબ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારમાં છવાયો શોક :
ડોક્ટરની પ્રાથમિક તપાસમાં યુવકના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે કલ્પેશ ચાવડાનું માટે 25 વર્ષની ઉંમરમાં જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા પરિવાર માથે પણ દુઃખોનો આભ તૂટી પડ્યો છે. યુવકના નિધનથી હાલ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે કોરોના કાળ બાદ ગુજરાતની અંદર હાર્ટ એટેકના મામલો સતત સામે આવી રહ્યા છે અને તેમાં પણ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની ઘણી બધી ઘટનાઓ સામે આવી ચુકી છે.
હાર્ટ એટેકના મામલા બન્યા ચિંતાનો વિષય :
આ મહિનાની શરૂઆતમાં જ રાજકોટની અંદરથી પણ ઘણા બધા લોકોને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી છે, જેમાંથી કેટલાય લોકોના મોત પણ થયા છે, ત્યારે રાજકોટ ઉપરાંત સુરત અને અમદાવાદમાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આઝમ સતત વધી રહેલા હાર્ટ એટેકના મામલો પણ ચિંતાનો વિષય બન્યા છે.
Heart attack symptoms : ગુજરાત સમેત દેશભરમાં હાર્ટ એટેક (Heart Attack) ના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ વધુ પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે હવે ચિંતાનો વિષય પણ બની છે. પરંતુ હ્રદયરોગનો હુમલો ઘણીવાર આંચકાથી શરૂ થાય છે, અચાનક વિસ્ફોટથી નહીં. મોટાભાગના લોકો હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો (Heart attack symptoms) પર ધ્યાન નથી આપતા. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવીશું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના 1 મહિના પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે. આ સંશોધનમાં 500થી વધુ મહિલાઓ સામેલ હતી જેઓ હાર્ટ એટેકથી બચી ગઈ હતી. એકંદરે 95 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોયા હતા. જ્યારે 71 ટકા લોકોએ થાકને એક સામાન્ય લક્ષણ તરીકે નોંધ્યું હતું, જ્યારે 48 ટકાએ જણાવ્યું હતું કે તેઓ ઊંઘની સમસ્યા અનુભવે છે. કેટલીક સ્ત્રીઓએ છાતીમાં દુખાવો, દબાણ, દુખાવો અથવા છાતીમાં જકડાઈ જવાની પણ જાણ કરી હતી.
વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની તો તેમાં થાક, ઊંઘની સમસ્યાઓ, અપચો, ચિંતા કરવી, હૃદયના ધબકારા, હાથની નબળાઇ / ભાર, વિચાર અથવા મેમરીમાં ફેરફાર, દ્રષ્ટિ પરિવર્તન, ભૂખ ન લાગવી, હાથ અને પગમાં કળતર, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી બાબતો છે. આ ઉપરાંત હાર્ટ એટેકની સામાન્ય બાબત પર નજર કરીએ તો મોટાપો, ડાયાબિટીસ, વધુ પડતો કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન, વધારે પડતો ચરબીયુક્ત આહાર પણ સામેલ છે.
તમારા હાર્ટને સુરક્ષિત રાખવા માટે, સ્વસ્થ, સંતુલિત આહાર લો અને તમારા પ્રોસેસ્ડ, ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. નિયમિતપણે વ્યાયામ કરો, તંદુરસ્ત વજન જાળવો, તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરો. જો તમે મદ્યપાન અથવા ધૂમ્રપાન કરતા હો, તો તેને ધીમે ધીમે છોડો અથવા તેને ઓછું કરો.
હાર્ટ એટેક આવતા આ રીતે CPR આપીને બચાવી શકાય છે જીવ:
જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સારવાર માટે તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. તેમજ જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે જો CPR કાર્ડિયાક અરેસ્ટની શરૂઆતની થોડી મિનિટોમાં કરવામાં આવે તો તે વ્યક્તિના બચવાની શક્યતા બમણી કરી શકે છે.