USA જવાના શોખીનો આ જોઈ લેજો….અમેરિકામાં 25 વર્ષીય ભારતીયને થોડકી દીધી ગોળી, પિતા બોલ્યા- દીકરાને અમેરિકા મોકલવા માંગતો ન હતો
છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. એકબાદ એક ગોળીબારીની ઘટના, લૂંટની ઘટના અને ચોરીની ઘટના બની રહી છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ભીડ પર હુમલો કરવાની પણ ઘટના બની રહી છે. આવા હુમલામાં કે ગોળીબારની ઘટનામાં નાના બાળકો સહિત ભારતીય નાગરિકોના પણ મોત નિપજ્યા છે. ત્યારે હાલ વધુ એક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષિય ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં ભારતીય મૂળના 25 વર્ષના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
અધિકારીઓએ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સોમવારે એક ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત સમાચાર અનુસાર, મૃતકની ઓળખ સાંઈ ચરણ નક્કા તરીકે થઈ છે. તે એક SUV ગાડીમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો અને તેને માથામાં ગોળી વાગી હતી. મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી પોલીસને સોમવારે સવારે 4:30 વાગ્યે ક્યુટન એવન્યુ નજીક કાર અકસ્માતનો અહેવાલ મળ્યો હતો. નક્કાને તરત જ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ આર.કે. એડમ્સ કાઉલી શોક ટ્રોમા સેન્ટર લઇ જવામાં આવ્યો, જ્યાં તેને થોડા સમય બાદ મૃત જાહેર કરવામાં આવ્યો. જાણકારી અનુસાર, કોઇ અશ્વેતે સાંઇ ચરણની ગોળી મારી હત્યા કરી હતી.
નક્કાના મોત બાદ બાલ્ટીમોર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સાંઈ ચરણ નક્કાના માતા-પિતાએ બુધવારે કહ્યું કે તેઓ ઈચ્છતા ન હતા કે તેમનો પુત્ર અમેરિકા જાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએસ સરકારે તેના નાગરિકોને અવિવેકપૂર્ણ રીતે ગનનું લાયસન્સ આપવું જોઈએ નહિ. અમેરિકી રાજ્ય મેરીલેન્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, SUVની અંદર બેઠેલા સાંઈ ચરણને માથામાં ગોળી વાગતાં ઈજા થઈ હતી. સોમવારે સવારે 4.30 વાગ્યે મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી પોલીસને ઓટોમોબાઈલ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

સાંઈ ચરણને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં થોડા સમય બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાલ્ટીમોર પોલીસે હત્યાની તપાસના આદેશ આપ્યા છે. નલગોંડામાં સાંઈ ચરણનો પરિવાર આ ઘટના જાણીને ચોંકી ગયો હતો. મૃતકના પિતા નરસિમ્હાએ કહ્યું કે તેમને સોમવારે રાત્રે હૈદરાબાદમાં રહેતા તેમના ભાઈ પાસેથી તેમના પુત્રના મોતની માહિતી મળી હતી. તેઓએ કહ્યુ કે, અમે નહોતા ઈચ્છતા કે અમારો દીકરો અમેરિકા જાય. અમે ઈચ્છતા હતા કે તે અહીં રહે.

મને તેને ત્યાં મોકલવામાં રસ નહોતો અને મેં તેને ન જવા માટે પણ કહ્યું હતું. પણ તે રાજી ન થયો. અમે વિચાર્યું ન હતું કે એક દિવસ અમને આવા સમાચાર મળશે. ઉલ્લેખનીય છે કે, મૃતક ઓગસ્ટ 2020માં યુએસ ગયો હતો. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સાઇ ચરણ નક્કા બાલ્ટીમોર શહેરમાં એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. તે તેંલગણાના નલગોંડાના સેવાનિવૃત્ત શિક્ષક નરસિમ્હાનો દીકરો છે. દીકરાના મોતની સૂચના મળતા જ માતા-પિતા અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. તેમણે ભારત સરકાર અને તેલંગણા સરકારથી દીકરાના મૃતદેહને ઘરે પહોંચાડવામાં મદદ કરવાની અપીલ કરી છે.