ખબર

મધ્યમ વર્ગના માણસોને સૌથી મોટી રાહત, હવે આટલા % ટેક્સ ઓછો આપવાનો રહેશે- જાણો વિગત

12 તારીખે વડાપધાન મોદી દ્વારા કોરોના જેવી મહામારી સામે લડવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યું છે. ત્રણ દિવસ સુધી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે. આજે ગરીબ લોકો માટે જાહેરાત કરશે. કાલે MSME ઉધોગો માટે કોર્પોરેટ કંપની માટે જાહેર કરશે. આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેરાત કરશે. વડાપ્રધાન મોદીએ કાલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર પર પોતાનું આપું જોર છે.

નોન સેલરી પેમેન્ટ્સના TDS અને TCSના દરો 31 માર્ચ 2021 સુધી 25% ઘટાડી દેવાયા છે. સરકારે Income ટેક્સનાં મોરચા પર સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાવાળાઓને રાહત આપી છે. 2019-20 માટે IT રિટર્નની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020 અને 31 ઑક્ટોબર 2020થી વધારીને 30 નવેમ્બર 2020 કરી દેવામાં આવશે. અત્યારે Assessment Year 2020-21 માટે 31 જુલાઈ 2020 રિટર્ન ભરવાની અંતિમ તારીખ છે. વધુમાં જણાવ્યું કે સરકારે 15,000 રૂપિયાથી ઓછી સૈલરીવાળા કર્મચારીઓ માટે પણ મહત્વની જાહેરાત કરી છે. આવા કર્મચારીઓનું EPF સરકાર આપશે. 72.22 લાખ કર્મચારીઓને આનો લાભ મળશે.

આ અપડેટથી સામાન્ય માણસ જે ટેક્સ પેયર છે એને આર્થિક ફાયદો થશે. EPF ફંડમાં એમ્પ્લોય અને તેની કંપની બંનેએ પગારમાંથી 12%-12% જેટલી રકમ જમા કરાવવાની હોય છે. આ દર હાલ ઘટાડીને 10%-10% કરી દેવાયો છે.