અજબગજબ

25 પૈસાના સિક્કા બનાવી શકે છે માલામાલ, એક સિક્કાની બદલે મળી શકે છે દોઢ લાખ રૂપિયા

દિવાળી આવી રહી છે, જલ્દી વાંચો આ….25 પૈસાનો આ સિક્કો તમને બનાવી દેશે અમીર

આજે લોકો એન્ટિક વસ્તુ વેચીને સારો એવો નફો મેળવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઘણી ડિમાન્ડ છે. જેને લઈને તેના સારા પૈસા પણ મળે છે. ઘણા લોકોને જૂની વસ્તુના કલેક્શનનો શોખ પણ હોય છે. જેના માટે તે મોં માંગી કિંમત આપીને પણ વસ્તુ ખરીદી શકે છે. જો તમારી પાસે 25 પૈસાનો જૂનો સિક્કો હોય તો તમારું નસીબ પણ રાતો-રાત ચમકી ઉઠે છે. આ સમયમાં ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ આ વસ્તુને વેચીને કમાણી કરવાનો મોકો આપી રહી છે. આ વસ્તુના બદલામાં તમને દોઢ લાખ રુપિયા પણ મળી શકે છે.

Image source

જુના સિક્કાથી પૈસા કમાવવા માટે તમારે સિલ્વર કલરના 25 પૈસાની તસ્વીર ખેંચીને વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. આ સાથે જ આ સિક્કો ક્યાં વર્ષનો છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે આ બાદ તમે વેબસાઈટ પર હરાજી માટે મૂકી શકો છો. ફક્ત 25 પૈસાના ‘ગૈડા’વાળા સિક્કાની કિંમત ત્રણ લાખ રૂપિયાથી કરોડ રૂપિયા સુધીની હોય શકે છે. આ સિવાય તમે સિક્કાની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો. આજકાલ આ મોકો ઇન્ડિયા માર્ટ નામની વેબસાઈટ આપી રહી છે. કંપનીની સાઈટ પર જઈને તમે સિક્કા વેચી શકો છો. જેના બદલામાં તમે લાખો રૂપિયા મેળવી શકો છો.

Image source

થોડા દિવસ પહેલા એક ખબર આવી હતી કે, ઇન્ડિયામાર્ટની વેબસાઈટ પર 5 અને 10ની જૂની નોટ વેચીને પણ લાખોપતિ બની શકાય છે. અહીં ખરીદી કરનાર લોકોને 5ની નોટ એવી જોઈતી હોય છે જેના પર ટ્રેકટરની તસ્વીર બનેલી હોય. આ સિવાય 10 રૂપિયાના સિક્કામાં વૈષ્ણોદેવીની તસ્વીર બનેલી હોય. આ પ્રકારના સિક્કા 2002માં બહાર પાડવામાં આવ્યા હતા . આ સિક્કાને શુભ માનવામાં આવે છે. આ માટે બોલી લગાવવામાં આવે છે. આ સિક્કાની બદલે શખ્સએ 10 લાખ રૂપિયા સુધીની બોલી પણ લગાવી હતી.

Image source

ઈ -કોમર્સ સાઈટ પર 786 સિરીઝના નોટની પણ ઘણી ડિમાન્ડ છે. મુસ્લિમ સમુદાયમાં તેને બરકત માનવામાં આવે છે. આ નોટ ખરીદવા માટે તે લાખો રૂપિયા ચૂકવવા માટે તૈયાર હોય છે.

Image source

આ 10 રૂપિયાની આ ખાસ નોટની પાછળના ભાગમાં એક બોટનું ચિત્ર છે. ઉપરાંત, તેમાં બંને બાજુ 10 રૂપિયા અને અંગ્રેજીમાં 10 રૂપિયા લખેલા છે. આ નોટ આજે દુર્લભ માનવામાં આવે છે.

Image source

આ સ્થિતિમાં જો તમારી પાસે પણ આ 10 રૂપિયાની નોટ છે તો તમે એકની બદલે 20 થી 25 હજાર રૂપિયા કમાઈ શકો છો. તમારે તેમને વેચવા માટે ક્યાંય પણ જવાની જરૂર નથી.

Image source

જો તમે પણ પૈસા કમાવવા માંગતા હોય તો આ વેબસાઈટ પર પણ વેચી શકો છો

https://dir.indiamart.com/impcat/old-coins.html

https://in.pinterest.com/080841052o/sell-old-coins/

http://www.indiancurrencies.com/

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.