જો તમારી પાસે પણ છે 25 પૈસાનો આ સિક્કો તો તમે પણ બની શકો છો લાખોપતિ, જાણો કેવી રીતે ?

25 પૈસાનો આ સિક્કો તમને ઘરે બેઠા બનાવી શકે છે લાખોપતિ, ચુપચાપ આ કરો

દુનિયાભરમાં ઘણા લોકો એવા હોય છે જેમને વિવિધ પ્રકારના નાણાંનો સંગ્રહ કરવો ખુબ જ પસંદ હોય છે. ઘણા લોકો કેટલાક ખાસ પ્રકારના અને જુના નાણાંની ખરીદી લાખો રૂપિયામાં કરતા હોય છે. તમારા ઘરની અંદર સામાન્ય કિંમતનો કોઈ સિક્કો ઓનલાઇન માર્કેટમાં લાખો રૂપિયામાં વેચાઈ શકે છે.

તો આજે અમે વાત કરવાના છીએ એવા જ એક 25 પૈસાની. આ એક પાવલી તમને કરોડપતિ બનાવી દેશે. હા, આ કોઈ છેતરપિંડી નથી, પરંતુ એક શાનદાર સોદો છે. જો તમે જૂની વસ્તુઓ રાખવાના શોખીન છો, તો કદાચ તમે આ ડીલ સરળતાથી મેળવી શકો છો. પણ કામ એટલું સરળ પણ નથી. કારણ કે 25 પૈસાનો સિક્કો બંધ થયાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં તમારે જૂના સિક્કા શોધવા પડશે. તો તમે કરોડપતિ બની શકશો.

ઘણીવાર જૂના સિક્કા હાથમાં રાખવાથી, તેમની કિંમત પાછળથી નોંધપાત્ર રીતે વધી જાય છે. આનાથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. જો તમારી પાસે ચાંદીનો 25 પૈસાનો સિક્કો છે, તો તમે તેને ઓનલાઈન માર્કેટમાં વેચીને એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો. ઓનલાઈન ક્વિકરની વેબસાઈટ પર આ ખાસ પ્રકારના સિક્કાની કિંમત લગભગ 1.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

જો તમારી પાસે આવો કોઈ સિક્કો હોય, તો તમારે તેને વેચવા માટે સૌથી પહેલા ક્વિકરની વેબસાઈટ પર જઈને નોંધણી કરાવવી પડશે. આ પછી તમે નિયમો અને શરતો અનુસાર તમારા સિક્કાને વેચી શકો છો.

તમે તમારા સિક્કાને વધુ કિંમતે વેચવા માટે આ પ્લેટફોર્મ પર સોદાબાજી પણ કરી શકો છો. જુના સિક્કા અને નોટો માટે indiamart.com પર પણ બિડ મુકવામાં આવી છે. સિક્કો વેચવા માટે તમારે પ્રક્રિયાને અનુસરવી પડશે.

ધારો કે તમને 25 પૈસાનો સિલ્વર રંગનો સિક્કો મળ્યો છે. હવે તમે તેને વેચવા માંગો છો. આ માટે તમે Quikr કે OLX પર રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. ત્યારબાદ તમારે તમારા સિક્કાનો ફોટો ક્લિક કરીને અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ કર્યા પછી ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે અથવા આ સિક્કા માટે બોલી લગાવવામાં આવશે. આ રીતે તમે વધુને વધુ પૈસા કમાઈ શકો છો.

તમે આ રીતે વેચી શકશો સિક્કા

  • જો તમારી પાસે આ 25 પૈસાનો કોઇન છે, તો તમે તેને OLX કે Quikr પર ઓનલાઈન વેચી શકો છો.
  • આ સાઈટમાં આવા દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે.
  • સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર સેલર તરીકે રજીસ્ટર કરો.
  • આ પછી સિક્કાની બંને બાજુનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.
  • તે પછી તમારો ફોન નંબર અને Email ID એન્ટર કરી દો.
  • વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરો.
  • જે કોઈ ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.
Niraj Patel