જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 25 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 4 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોએ આજના દિવસે ધ્યાનથી કામ કરો. જો તમે કોઈ ભૂલ કરો છો તો તમને સમસ્યા આવી શકે છે. માનસિક અશાંતિ કામને લઈને કોઈ ગડબડ કરાવી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.
જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધંધો કરો છો તો તેનો સારો લાભ મળી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિય વ્યક્તિને લગ્નનું પ્રપોઝ કરી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે આત્મવિશ્વાસથી ભરપૂર નજરે આવશે. કામમાં સફળતા મળશે. આજે તમને કોઈ સંપત્તિ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. જેના માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો. વિરોધીઓને હરાવીને તમે કોર્ટ કેસોમાં આજે સફળ થશો. પરિણીત લોકોનું વિવાહિત જીવન ખૂબ શાંતિપૂર્ણ રીતે પસાર કરશે. આજે તમે લાંબી મુસાફરી માટેની યોજના બનાવી શકો છો. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. પેટને ધ્યાનમાં રાખીને જમો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ખુદ પર ભરોસો કરશે. જો જરૂર હોય તો તમે મિત્રની મદદ લઈ શકો છો. તો જ તમે પડકારોમાંથી બહાર આવશો. જીવન સાથી આજે તમારા જીવનમાં સારા મિત્રની ભૂમિકા નિભાવશે અને તમને થોડી સારી સલાહ પણ આપશે. કામને લઈને દિવસ સારો છે. તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો પ્રેમી પંખીડા આજના દિવસે પરસ્પર નિકટતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પેટમાં દુખાવો અથવા પાણીજન્ય રોગને લઈને પરેશાન થઇ શકો છો. માનસિક તણાવ ચરમસીમાએ રહેશે, તેથી કોઈ મહત્વપૂર્ણ કામ માટે આજે કોઈ નિર્ણય ન લો. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એક-બીજાને સમજવામાં તકલીફ પડશે. ધાર્મિક કામ પર ખર્ચ થશે.
5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈની સાથે ઝઘડો ના કરો નહીં તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. રાહ જોવાથી બધી જ વસ્તુ ઠીક થઇ જશે. તમે આજે વધારે આત્મવિશ્વાસનો શિકાર બની શકો છો. સારા ભોજનનો આનંદ માણશે. પરિવારમાં ખુશીઓ રહેશે. અચાનક તમને ધન મળશે. આજે પ્રેમી પંખીડા તેના સંબંધોમાં પરિપક્વતાનો અનુભવ કરશે અને તેમના પ્રિય પરિવારને મદદ કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજના દિવસે આજે તમે ઘરની સ્થિતિ તરફ ધ્યાન આપશો અને કોઈ શણગારની વસ્તુઓ ખરીદવાની ઇચ્છા ઉત્પન્ન થશે. ગંગા સ્નાન માટે જઈ શકે છે. લવ લાઈફ જીવતા લોકો આજે થોડું સાવધાન રહેવાની જરૂર છે. તમારા પ્રિયજનનું સ્વાસ્થ્ય ખૂબ નબળું હોઈ શકે છે અને તમારે તેમને મદદ કરવી પડી શકે છે. પારિવારિક સુખ વધશે અને પરિણીત લોકોનું આજે સારું પારિવારિક જીવન રહેશે. જીવન સાથી પરિવારને સંપૂર્ણ મહત્વ આપશે અને તમને તેમની કંપની ગમશે. આજના કામની સ્થિતિ સારી છે. આજે તમે કેટલાક પૈસા બેંકમાં જમા કરાવી શકો છો.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજના દિવસે તમારી માતાની તબિયત ખરાબ થઈ શકે છે. તે બીમાર થઇ શકે છે તેથી તેમની સંપૂર્ણ કાળજી લો. ઘરે ધાર્મિક કાર્ય થશે. પૂજા-પાઠમાં મન લાગશે. કેટલાક બિનજરૂરી ખર્ચ થવાથી તમને માથાનો દુખાવો થઇ શકે છે. કામ કરવા માટે તમારું મન થશે પરંતુ પારિવારિક જીવન તમારા વ્યાવસાયિક જીવનને અસર કરશે. આવકમાં વધારો થશે પરંતુ બિનજરૂરી રીતે બીજે ક્યાંક રોકાણ ન કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોને આજે કોઈ વાતને લઈને મિત્રો સાથે ઝગડો થઈ શકે છે, પરંતુ પરિવારના સભ્યો તમને આજે કંઇક નવું કરવા પ્રેરણા આપશે. ખર્ચમાં વધારો થશે. આવક ખૂબ સામાન્ય રહેશે, પરંતુ કુટુંબના વૃદ્ધ સભ્યનું માર્ગદર્શન પ્રાપ્ત થશે, જે તમારી લાંબા સમયથી ચાલતી સમસ્યાને હલ કરશે. જ્યારે વિવાહિત લોકોનું દામ્પત્ય જીવન આજે સારું રહેશે. તમારું જીવન સાથી માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજે તમારી આવક વધશે ગમે ત્યાંથી પૈસા આવી શકે છે. જે તમારા ચહેરા પર સ્મિત લાવશે. આજે તમે કામને લઈને ઘણા જ મજબુત સ્થિતિમાં હશો અને સરકારી ક્ષેત્રે તમને સારો લાભ મળી શકે છે. પ્રેમી પંખીડા તેમના પ્રિયજનો સાથે તેમના સંબંધની આત્મીયતા વધારવા માટે ક્યાંક ફરવા જઈ શકે છે અને આજે તેમની સાથે ઘણો સમય વિતાવશે. પરિવારમાં ઘર અંગે કેટલાક વિવાદ થઇ શકે છે. પરિવારમાં વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જ્યારે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજના દિવસે કામ અને પરિવારમાં બેલેન્સને લઈને સમસ્યા થઇ શકે છે. ધ્યાનથી કામ કરો નહીં તો કામ બગડી શકે છે. કોઈ વાતને પ્રતિષ્ઠાનો વિષય ના બનાવો. નહીં તો સમસ્યા વધી શકે છે. આજના દિવસે કામથી કામ રાખો. કાર્ય ક્ષેત્રમાં તમારા સહયોગીત પર ધ્યાન આપો. આજે ભાઈઓ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે છતાં પણ તમારી મદદ કરશે. પ્રેમ પંખીડા આજના દિવસે તેના સંબંધમાં આગળ વધશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ આવી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોએ આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજના દિવસે કોઈ કામ થઇ શકે છે. ધાર્મિક કામથી લાભ થશે. માન -સમ્માનમાં વધારો થશે. આવકમાં વધારો જોવા મળશે. ઘર-પરિવારની સ્થિતિ સારી રહેશે. ભાગ્યને લઈને વધુ સાવધાન રહો. કંઈક નવું કામ કરવાની ઈચ્છા મનમાં થશે. ધંધામાં કોઈ નવી યોજના કરી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સસારું રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજના દિવસે મનથી મજબૂત રહેશે. જેના કારણે કામમાં વધુ ધ્યાન આપો. આજના દિવસે તમારા બોસ સાથે તમારે ઝઘડો થઇ શકે છે. આમ છતાં પણ કામ સારું રહેશે. વેપાર ધંધાને લઈને આજના દિવસે થોડી ધ્યાન રાખવાની જરૂર છે. તમારા પાર્ટનરની ગતિવિધિઓ પર ધ્યાન રાખશો. સ્વાસ્થ્યને લઈને દિવસ સારો રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.