સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કૌન બનેગા કરોડપતિ શો લગાતર ચર્ચામાં બનેલો છે. શો માં દેશના ખૂણે ખૂણેથી સ્પર્ધકો આવી રહ્યા છે અને સુંદર રીતે ખેલ રમી રહ્યા છે. શો માં આવનારા સ્પર્ધકો અમિતાભજીની સામે પોતાના જીવનના સુખ-દુઃખ પણ વર્ણવે છે.

એવામાં આગળના એપિસોડમાં પંજાબના રહેનારા અભિષેક ઝા ને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો. અભિષકે શો શાનદાર રીતે રમ્યો હતો અને ખુબ સારી રીતે દરેક સવાલોના જવાબ આપ્યા હતા. એવામાં અભિષકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 25 લાખની ધનરાશિ જીતવા છતાં પણ તેના અપરિવારના લોકો દ્વારા તેને ખુબ ઠપકો મળ્યો હતો.

શો માં અભિષેકે 25 લાખ રૂપિયા જીત્યા હતા અને 50 લાખના સવાલ પર શો છોડી દીધો હતો. 50 લાખનો સવાલ એ હતો કે વિશ્વ ભ્રમણ કરનારા પહેલા સોલાર ઉર્જા ચલિત વિમાનનું નામ શું છે, જેણે વર્ષ 2016 માં પોતાની ઉડાણ પુરી કરી હતી? જેનો જવાબ-સોલર ઈંપલ્સ ટૂ હતો.

આજ સવાલ પર અભિષેક ફસાઈ ગયા હતા. એવામાં અભિષેક પાસે લાઈફલાઈન હોવા છતાં પણ તેનો ઉપીયોગ કર્યો ન હતો અને શો છોડવાનો નિર્ણય લીધો. એવામાં તેના ઘરના લોકોનો ખુબ ઠપકો મળ્યો હતો.

અભિષેકે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,”જ્યારે તે 25 લાખ જીતીને ઘરે પહોંચ્યા તો ઘરના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓનું કહેવું હતું કે સવાલ પર ફસાઈ ગયા પછી લાઈફલાઈન હોવા છતાં પણ તેનો ઉપિયોગ ન કરવાને લીધે ઘરના લોકો નારાજ થયા હતા અને ખુબ ઠપકો આપ્યો હતો.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.