આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 25 જાન્યુઆરી 2020

0
Ads

1. મેષ – અ, લ ,ઈ (Aries):
વેપાર વધારવા માટે તમને અમુક ખાસ લોકોની મદદ મળશે. કોઈને આપેલ પૈસા પરત મળી શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત કરી શકો. સંતાનની પ્રગતિથી તમને ગર્વ થશે. સંબંધોમાં આજે વધારે વિચારવા જેવું નથી. તમારા ફાયદા માટે કોઈનો ઉપયોગ કરવો એ હિતાવહ નથી

તમારી બોલચાલ અને વર્તન પર કાબુ રાખો. દેવ પૂજા, મંત્ર આરાધના અને યોગથી મનની શાંતિ મેળવી શકશો. નોકરી શોધતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે. નોકરી બદલવા માટે પણ સારા ઓપ્શન મળશે. વિદ્યાર્થી મિત્રોને આજે સીનીયર મિત્ર તરફથી સારી ટીપ્સ મળશે. વેપારીઓને ભાગીદાર સાથે વાદ વિવાદ થઇ શકે છે. કોઈપણની વાતમાં આવીને ઉતાવળે નિર્ણય કરવો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : કાળો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે પૈસાની લેવડ-દેવડમાં ખાસ તકેદારી રાખવી, આજે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે, નવો બિઝનેસ શરુ કરવા માંગતા મિત્રો ભાગીદારી કરતા પહેલા ખાસ તકેદારી રાખવી. પરિવાર સાથે આજે નાનકડી મુસાફરી કરવાના યોગ છે. આજે તમારા વડીલોની તબિયત પણ થોડી નરમ ગરમ રહેશે. બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કોઈપણ ચીલા ચાલુ જગ્યાએ જવાનું ટાળો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. નાહકની અને વગર કામની વસ્તુઓ પાછળ ખર્ચ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
વાહન સંબંધિત ખર્ચ કરવાનું બની શકે છે. સુખ અને સુવિધા અને મનોરંજન પર વધુ પૈસા ખર્ચ થશે. પારિવારિક જીવનમાં અમુક પરિવર્તન આવશે. જો મકાન કે જમીન સાથે જોડાયેલ કોઈ જુનો વિવાદ છે તો તેમાં તમને સફળતા મળશે. તમારા સ્વભાવ અને વર્તનથી લોકો તમારાથી ઈમ્પ્રેસ થશે. આજે મિત્રોની સંખ્યામાં વધારો થશે. શેર માર્કેટ સાથે જોડાયેલ લોકોને ધનલાભ થશે. પોતાની જાતને વધુ વધુ સકારાત્મક બનાવી શકશો. વેપારી મિત્રો વિદેશમાં વેપાર જમાવી શકશે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. પ્રમોશન મળી શકે છે અને આજે તમારા ઉપરી અધિકારી અને સાથી કર્મચારી પણ તમારાથી ખુશ હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ, હ (Cancer):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ, ટ (Lio):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે કોઈપણ નેગેટીવ વિચાર તમારે મન પર લાવવાના નથી આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

7. તુલા – ર, ત (Libra):
નવું વાહન ખરીદી શકો છો, તમારી અને પરિવારની સુખ સુવિધા પાછળ ખર્ચ થશે. આજે તમારે બજેટમાં રહીને ખર્ચ કરવાની જરૂરત છે. પારિવારિક સ્થિતિ ચિંતાજનક રહેશે. ગ્રહોની ખરાબ સ્થિતિને કારણે તણાવ વધશે. પરણિત મિત્રોને આજે અનેક સરપ્રાઈઝ મળવાની છે. આજે કોઈપણ સાથે વાત કરતા ધીરજ અને શાંતિ રાખવી. આજે ઘૂંટણમાં તકલીફ અને સાંધામાં દુખાવો થઇ શકે છે. સવારે નિયમિત કસરત કરવી અને ખાવા પીવામાં ધ્યાન આપવું જરૂરી છે. શેર માર્કેટમાં લાંબા સમય સુધી પૈસા રોકવા માટે સારો દિવસ છે. આર્થિક પરીસ્થિતિ મજબુત રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ અને પત્ની આજે ખુબ સારો સમય સાથે વિતાવી શકશે. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે. આજે દિવસના અંતે તમને સારા સમાચાર મળશે. જીવનસાથીને ખુશ રાખો તેને દુખી કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આર્થિક નુકશાન થવાની સંભાવના છે. આજે કોઈપણ નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવાની જરૂરત છે. બાળકો આજે ભણવામાં સારું પ્રદર્શન કરી શકશે અને તેમની સફળતા તમને ખુશી આવશે, તમારા સંબંધો મજબુત થશે. લગ્નજીવન પ્રેમથી ભરપુર રહેશે. એકબીજાનો સાથ આપીને દરેક કામ પૂર્ણ કરી શકશો. આજે અસ્થમાના દર્દીઓને રાહત થશે ફક્ત નિયમિત ડોકટરની મુલાકાત લેજો. નોકરી કરતા મિત્રોને ઉચ્ચ પદ પર સ્થાયી થઇ શકશે. વધારે પૈસા ઇન્વેસ્ટ કરવાથી વધારે લાભ મળશે. વેપારમાં નવા ભાગીદાર જોડાઈ શકશે. ભાગીદારી’થી પણ સારો ફાયદો થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
જો જીવનમાં આગળ વધવા માંગો છો અને સફળતાને હાસિલ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારા એવા મિત્રો જે તમારી સાથે નથી બોલતા એમની માફી માંગીને કરો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ. આજે ફાલતું અને વધારાની ચર્ચામાં ભાગ ના લેશો એ તમારો સમય અને તમારી શક્તિ બંને બગાડશે. આજે અમુક નવા કાર્ય કે પ્રોજેક્ટો સામે ચાલીને તમારા સુધી આવશે. કોઈપણ કાર્યમાં તમારા ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખો જેનાથી એ મિત્રો પણ તમારાથી ખુશ રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
વેપાર વધારવા માટે કોઈ મોટા નામી વ્યક્તિ સાથે આજે મુલાકાત થશે. કોઈને ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. બાળકો સાથે સમય વિતાવી તમે આજે માનસિક શાંતિ મેળવી શકશો. વધારે ગુસ્સો ધરાવતા વ્યક્તિએ આજે મન શાંત રાખવાની જરૂરત છે. પરણિત મિત્રોને આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. ઘરમાં વડીલો સાથે વાત કરીને બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર કરો. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં સતર્ક રહેવાની જરૂરત છે, આજે તમારા બોસ સાથે આજે બોલાચાલી થઇ શકે છે. આજે દિવસ પૂર્ણ થતા બધી સમસ્યા પૂર્ણ થઇ જશે. પરિવાર સાથે સાંજનો સમય વિતાવો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
વધારે વજન ધરાવતા મિત્રોએ આજે તકેદારી રાખવાની પોતાના ખાવા પીવા અને રહેણીકરણી પર. તમારે આજથી જ વજન ઘટાડવા માટેના પ્રયત્નો શરુ કરી દેવા જોઈએ. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.