ખબર

સ્કૂલ સંચાલકોની જીત થઇ, 50% નહીં ઘટે પરંતુ ફક્ત આટલા % ફી જ ઘટશે

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. ઘણા લોકોના ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે. આ વચ્ચે શાળા દ્વારા વિધાર્થીઓ પાસેથી વારંવાર ફીના ઉઘરાણા કરવામાં આવતા હતા. આ વચ્ચે રાજય સરકાર દ્વારા વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

Image source

આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની ખાનગી શાળાઓમાં માત્ર 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ ઈતર પ્રવુતિની ફી પણ નહીં આપવી પડે. રાજ્ય સરકારનો આ નિર્ણય તમામ બોર્ડને લાગુ પડશે.

Image source

નોંધનીય છે કે, સ્કૂલની ફી બાબતનો વિવાદ છેલ્લા 3 મહિનાથી ચાલી રહ્યો હતા. આ મામલે ખાનગી સ્કૂલના શાળા સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે ગત 24 તારીખે બેઠક યોજાઈ હતી. જેમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફ કરવા સંમત થયા હતા.આ ફી માફીનો અમલ શાળા ચાલુ થયા પછી રાખવો કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

Image source

અગાઉ થયેલી બેઠકમાં શાળા સંચાલકો ફી મામલે સહેજ પણ નમતું જોખવા તૈયાર ના હતા. રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકો તેમનો સૌથી મોટો ખર્ચ શિક્ષકો સહિતના સ્ટાફનો પગાર દર્શાવે છે. ખાનગી સ્કૂલોના શિક્ષકોના પગાર અને નોકરીમાંથી છૂટા કરેલા શિક્ષકોના રક્ષણ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.