જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 25 એપ્રિલ : સૂર્યનારાયણ દેવની કૃપાથી રવિવારનો આજનો દિવસ તમારા બનશે ખુબ જ ખાસ, નોકરી ધંધામાં પ્રગતિનો શુભ યોગ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે તમારા મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવી શકે છે, જે તમારા વિચારો પર પ્રભાવ ઉભો કરશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. જૂના લોકોને મળવાથી જૂના સંબંધો તાજા થશે. નવી યોજનાઓ ઈચ્છા પ્રમાણે પરિણામ નહીં આપી શકે. આજે તમને ઘણા નવા નિમંત્રણ મળશે અને આકસ્મિક ભેટ પણ મળી શકે છે. તમારી પાસે કરવા માટે કંઈ ન હોય તો મિત્રો સાથે સમય પસાર કરી શકો છો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોનું આજના દિવસે સ્વાસ્થય સારું રહેશે. દિવસ બહુ લાભદાયક રહેશે નહીં. પોતાના ખિસ્સાં પર નજર રાખી વધારે ખર્ચ ન કરો. તમારા પરિવારજનો તમારા પ્રયત્નો અને સમર્પણને શાબાશી આપશે. પ્રેમના દ્રષ્ટિકોણથી આપનો દિવસ સારો રહેશે. તમે તમારી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો ચોરી થવાની શક્યતા છે. દાંપત્ય જીવનને સુખમય બનાવવાના પ્રયત્નો રંગ લાવશે. સકારાત્મક પુસ્તકો વાંચી જીવનને હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ વાળો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજે તમને અચાનક કોઈ જગ્યાએથી લાભ મળી શકે છે. તમારી પરિવારના સભ્યોને કાબૂમાં રાખવાની અને તેમની ન સાંભળવાની પ્રકૃતિના કારણે વાદ-વિવાદ ઉભા થઈ શકે છે અને તમારે ટીકાના ભોગ બનવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે આજે પ્રગતિ કરી શકો છો. થોડા પ્રયત્નો સાથે તમે જીવનસાથી સાથે આજનો દિવસ યાદગાર બનાવી શકો છો.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી છૂટકારો મળી શકે છે. તમે બીજા લોકો પર વધુ ખર્ચ કરી શકો છો. પોતાના વિચારોને બીજા પર થોપવાનું છોડી દો. વિવાદથી બચવા માટે બીજાની વાતને સાંભળવાનું શરૂ કરી દો. તમે પોતાના કામ પર ધ્યાન વધુ આપશો તો તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પોતાની ઊર્જા અને સમય બીજાની મદદ કરવામાં વાપરો.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજના દિવસે પોતાના ખોરાક પર નિયંત્રણ રાખો અને તંદુરસ્ત રહેવા નિયમિત કસરત કરો. તમને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારા પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થશે. આજે તમે અને તમારો જીવનસાથી પ્રેમની નાવમાં ડૂબકી લગાવશો અને ગળાડૂબ પ્રેમ તમારા જીવનને રોમાંચિત કરી શકે છે. કામકાજના ક્ષેત્રમાં તમને સહયોગ મળશે, સ્નેહીજનોનો સાથ તમારો દિવસ સુધારી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રગતિ નિશ્ચિત છે. એવું લાગે છે કે, તમે જાણો છો લોકો તમારી પાસે શું ઈચ્છે છે, પરંતુ આજે ખર્ચા કરવાથી બચો. જેને તમે વધારે પ્રેમ કરો છો તેના વર્તનથી તણાવ વધી શકે છે. તમે અન્ય લોકોની તુલનામાં તમારા લક્ષ્યને ઝડપી પ્રાપ્ત કરી શકશો. આજે સમજી-વિચારીને ડગલું ભરવાથી ફાયદો થઈ શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ માટે આજનો દિવસ સારો છે. દિવસ ઢળતા નાણાકીય પરિસ્થિતિમા સુધાર જણાઈ આવશે. તમારા ભાઈ સાથેનો પ્રેમ સ્નેહભર્યો રહેશે. સહકર્મીઓ અને કનિષ્ઠોના કારણે ચિંતા અને તણાવની પરિસ્થિતિની સહન કરવી પડે. બહારના લોકોના હસ્તક્ષેપ બાદ પણ જીવનસાથી તરફથી હરસંભવ સહયોગ મળેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરીરત છે. ઘરમાં કઈ ફેરફારને લઈ પરિવાર સાથે અણબનાવ રહી શકે છે. કોઈની પણ સાથે મિત્રતા કરતા પહેલા તેની પરખ કરી લેવી. કેટલાક સહકર્મી તમારી કાર્યશૈલીના કારણે નાખુશ થઈ શકે છે. જો પરિણામ ધાર્યું ના મળે તો નિરાશ થવાને બદલે કામનું વિશ્લેષણ કરો. આજના દિવસે તમારી મરજી પ્રમાણે ધાર્યું કામ નહી થઈ શકે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે શારીરિક પરિશ્રમ કરવો સારૂ છે, પરંતુ શક્તિ કરતા વધારે કરવાથી પરેશાની થઈ શકે છે. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવો. થોડો સમય પરિવાર માટે આપવો જરૂરી બનશે, નહીં તો પારિવારીક પરેશાની થઈ શકે છે. વ્યવસાયીક ભાગીદારી અનુકુળ રહેશે, એક-બીજાના સાથ સહકારથી તમામ પરેશાનીનો હલ લાવી શકાશે. આજનો દિવસ તમારી નાની મોટી આશા પુરી કરે તેવો સારો દિવસ છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈ એવા વ્યક્તિ જે તમને પ્રિય હોય તેની સાથે સંબંધ ગાઠ બની શકે છે. પૂરો દિવસ આનંદ ભર્યો રહેશે. તમારી વ્યસ્તતા અને દિનચર્યાના કારણે તમારા જીવનસાથી તમારા પર શક કરે તેવી સંભાવના છે, પરંતુ બાદમાં સમજી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોનો આજનો દિવસે આજે શાંત અને તણાવ રહિત રહેવું. ખર્ચ કરતા સમયે કાળજી રાખવી નહીં તો ખાલી ખીસ્સે ઘરે આવવું પડી શકે છે. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી, નહીં તો નધાર્યો ખતરો સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગ સારો પ્રાપ્ત થાય. રોકાણ કરવામાં સાવધાની રાખવી, સમજી વિચારીને લીધેલું પગલું લાભદાયી સાબિત થઈ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજના દિવસે આજે તમારી આશા પૂર્ણ થશે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ, ખર્ચ વધારે કર્યા વગર બચત કરવાની આદત ઉપયોગી સાબિત થશે. પરિવાર સાથે પ્રેમ ભર્યો દિવસ પસાર થશે. ઓફિસમાં મશીનની ખરાબી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારી યોજના અંતિમ સમયે ફેરફાર થઈ શકે છે.