આ છોકરી ચલાવે છે બસ, કરે છે ડ્રાઇવરની નોકરી, એટલી સુંદર છે કે મોડલ બનવા માટે આવી રહી છે ઓફર

આજે મોટાભાગની યુવતીઓના સપના ફિલ્મી દુનિયામાં અને મોડેલિંગમાં પોતાનું નામ બનાવવાના હોય છે. જેમાં પણ સુંદર દેખાતી યુવતીઓ તો પ્રયત્ન પણ કરતી હોય છે, પરંતુ આ દરમિયાન એક એવી યુવતી છે જેને મોડલ બનવા કરતા બસ ડ્રાઈવર બની રહેવું વધારે પસંદ છે.

આ સુંદર યુવતી છે ઇંગ્લેન્ડની 24 વર્ષીય ડ્રાઈવર જોડી લેહ ફોક્સ. જે એક પ્રોફેશનલ ડ્રાઈવર છે, પરંતુ પોતાના સારા દેખાવના કારણે તે ટિક્ટોક ઉપર ઘણી જ ચર્ચાઓમાં આવી હતી. જોડીનું કહેવું છે કે બસ ચલાવવી તેનું સપનું રહ્યું છે અને જ્યારથી તેને પોતાના ટિક્ટોક ઉપર પોતાની બસ લાઈફ શેર કરી છે તેના ફોલોઅર્સની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

લોકો જોડી લેહ ફોક્સને ડ્રાઈવરનું કામ છોડીને મોડેલિંગ કરવા માટેની સલાહ પણ આપી રહ્યા છે. પરંતુ તે બસ ચલાવવા જ માંગે છે અને રિયર થવા સુધી તે પોતાનું આ કામ કરવા માંગે છે.

એક્સેસમાં રહેવા વાળી જોડીનું કહેવું છે કે લોકોની ઘણી જ પ્રસંશાઓ મળે છે. તેને કહ્યું કે મને લોકો તરફથી એક જ પ્રકારના રિએક્શન મળે છે. મોટાભાગના લોકો એમ જ કહે છે કે તે ખુબ જ સુંદર છે અને તેના કરતા વધારે સુંદર બસ ડ્રાઈવર તેમને આજસુધી નથી જોઈ. આ ઉપરાંત તેને ઘણી મહિલાઓ પાસેથી પણ પોઝિટિવ કૉમેન્ટ્સ મળે છે.

જોડી જણાવે છે કે તેના કેરિયર માટે ઘણા બધા ઓપશન હતા, પરંતુ તે બસ ડ્રાઈવરની રૂઢિચુસ્ત બનેલી ઇમેજને તોડવા માંગે છે. જોડીનું કહેવું છે કે આ નોકરીની અંદર બહુ જ ઓછી છોકરીઓ મળે છે અને મેં ગેરેજમાં મિત્રો પણ ખુબ જ ઓછા બનાવ્યા છે. સામાન્ય રીતે મારુ ડ્યુટી કાર્ડ લઉ છું અને મારી શિફ્ટ ઉપર નીકળી જાઉં છું.

જોડીએ જણાવ્યું કે મેં આના પહેલા ઘણા વીડિયો પોસ્ટ કર્યા હતા પરંતુ તે દરમિયાન હું મારા વર્ક યુનિફોર્મમાં નહોતી. પરંતુ જયારે તેને બસ ડ્રાઇવરના યુનિફોર્મમાં વીડિયો શેર કર્યો અને લોકોને માલુમ પડ્યું કે તે એક બસ ડ્રાઈવર છે ત્યારથી તેનું ફોલોઇંગ વધવા લાગ્યું.

Niraj Patel