ખબર

અમદાવાદના આ યુવકે અધધધ 17 લાખ સેલેરીની નોકરીને છોડી દીધી કારણ કે…

પોતાના સપનાઓને સાકાર કરવા માટે ઘણા લોકોને આપણે પાગલ થતા જોયા છે, પોતાનું કોઈ નિશ્ચિત સપનું જોયું હોય ત્યારે ઘણા લોકો લાખો રૂપિયાના પગારને પણ ઠુકરાવી અને ઘણા આગળ નીકળતા હોય છે, અમિતાભ બચ્ચનને જ જોઈ લો,  રેડીઓમાં ઈન્ટરવ્યું આપવા ગયેલા અમિતાભ બચ્ચનને તેમના અવાજ ના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા હતા પરંતુ આજે આખો દેશ તેમના અવાજનો દીવાનો છે.

આવી જ રીતે નવી દિશામાં પહેલા કરવા માટે અમદાવાદના એક યુવકે ઝંપલાવ્યું છે, જેને 17 લ્હાણી નોકરી પણ પોતાના સપનાને પૂરું કરવા માટે છોડી દીધી છે.

અમદાવડના થલતેજમાં રહેતા 24 વર્ષના વિશાલ ચિતલાંગ્યાએ 17 લાખના રૂપિયાની નોકરી ફક્ત પોતાની કેટની પરીક્ષા પાસ કરવા માટે છોડી દીધી હતી. જેને આ વખતે પ્રથમ પ્રયાસે જ 99.59 પર્સેન્ટાઇલ સાથે કેટની પરીક્ષા પાસ પણ કરી છે. વિશાલ સી.એ. ફાઇનલમાં સમગ્ર ભારતમાં 40માં ક્રમે રહયો હતો જેના બાદ તેને મુંબઈની એક ટેક્સ્ટાઇલ કંપનીમાં 9.5 લાખના પેકેજ સાથે નોકરી મળી હતી,

ત્યારે તેની ઉંમર માત્ર 21 વર્ષની જ હતી.  પોણા ત્રણ વર્ષમાં તેની મહેનત એની કામકાજના કારણે તેને પ્રમોશન પણ મળ્યું હતું, જેમાં તેનું પેકેજ વધીને 17 લાખ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદના આઇઆઇએમમાં ભણવાની ઈચ્છાના કારણે તેને તે નોકરી પણ છોડી દીધી હતી, અને કેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.

વિશાલ ભણવામાં પહેલાથી જ હોશિયાર રહ્યો છે, દસમા અને બારમા ધોરણમાં પણ 90 ટકા મેળવ્યા હતા. તેને પોતાનું ભણતર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં જ કર્યું હતું

વિશાલ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે:

પોતાના સપના વિશે વાત કરતા વિશાલે જણાવ્યું હતું: “ક્વોલિફિકેશન અને નેટવર્ક વધારવું હતું જે માટે આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મેળવવા માગું છું. ત્યાં એડમિશન મળશે તો મેનેજમેન્ટમાં ફાઈનાન્સ કરીશ. તેમાં પણ ખાસ કરીને ટેકનોલોજી અને ફાઈનાન્સ (ફિનટેક)માં ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગું છું.”

45 દીવસમા સોલ્વ કર્યા 30 મોક ટેસ્ટ:

પોતાની પરીક્ષાની તૈયારી અંગે વિશાલે વધુમાં જણાવ્યું હતું કે: “કેટ માટે મેં ઓગસ્ટ 2019થી તૈયારી શરૂ કરી હતી. એક્ઝામ પહેલા ફક્ત સાડા ત્રણ મહિના જ મહેનત કરી હતી. મારી યુએસબી એક્ઝામની પ્રિપરેશનમાં મોક ટેસ્ટ હતી. છેલ્લા 45 દિવસમાં 30 મોક ટેસ્ટ સોલ્વ કર્યા હતા. મોક ટેસ્ટથી એક્ઝામમાં પ્રેશર હેન્ડલ કરતા શિખ્યો આ સાથે તેમાં થયેલી ભૂલનું એનાલિસિસ જાતે કરતો હતો. ઓછો સમય હતો એટલા કન્સેપ્ટ ક્લિયર રાખી ચેપ્ટરવાઈઝ સોલ્યુશન કરતો હતો.”