અજબગજબ

22 વર્ષના યુવકે 79 વર્ષની પોતાની દાદી સાથે કર્યાં લગ્ન, કારણ જાણશો તો યુવકને થપ્પડ મારશો

યુક્રેનમાં એક અજીબ ઘટના સામે આવી છે. ત્યાં 24-વર્ષના છોકરાએ સૈન્યમાં ભરતી ન થવા માટે સંબંધમાં તેની જ દાદી સાથે જ લગ્ન કરી લીધા હતા. એલેક્ઝેન્ડર કોન્ડ્રેટુકે નામના યુક્રેનના વિન્નીત્સા શહેરના રહેવાસી 24 વર્ષીય આ યુવકે તેની 81 વર્ષીય દાદી સાથે લગ્ન કરી લીધા.

યુક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના દરેક વ્યક્તિએ સેનામાં જોડાવું જરુરી હોય છે. આ માટે જ એલેક્ઝેન્ડરને પણ વર્ષ 2017માં એક ચિઠ્ઠી મળી. ત્યાંના દરેક યુવાને સેનામાં એક વર્ષ સુધી સમય વિતાવવો પડે છે. એલેક્ઝેન્ડરે નક્કી કર્યું કે તેને આ સેવા નથી આપવી અને એના માટે તેને નિયમોનો ફાયદો ઉઠાવવાનો નિર્ણય કર્યો.

Image Source

નિયમો અનુસાર, સેનામાં સર્વિસથી કોઈને છૂટ ત્યારે જ મળી શકે છે, જયારે એ વ્યક્તિ પર કોઈ દિવ્યાંગની સારસંભાળની જવાબદારી હોય. એલેક્ઝેન્ડરે પણ આ નિયમોનો ફાયદો ઉઠાવવાનું વિચાર્યું અને પોતાની પિતરાઈ બહેનની દાદી જિનાયડા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. કહેવામાં આવે છે કે ત્યારે તેને 79 વર્ષની આ દાદી સામે લગ્નનો પ્રસ્તાવ જ ન મુક્યો, પણ તેમને લગ્ન માટે મનાવી પણ લીધા. એ સમયે એલેક્ઝેન્ડરની ઉંમર 22 વર્ષ હતી. એ સેનામાં ભરતી થવાથી બચી ગયો. જો કે એવી શંકા જતાવવામાં આવી રહી છે કે જયારે તેની ઉંમર 26 વર્ષ થઇ જશે ત્યારે તે જાતે જ પોતાના કરતા 57 વર્ષ મોટી ઉંમરની પત્નીને છૂટાછેડા આપી દેશે.

Image Source

આ આખી ઘટના વર્ષ 2018ના છેલ્લા મહિનાઓમાં સામે આવી હતી. ત્યારે મિલિટરી કમિશનર ઓફિસથી કોર્ટમાં આ લગ્નને રદ્દ કરવાની યાચિકા દાખલ કરી હતી. સેનાનું માનવું છે કે એલેક્ઝેન્ડરે લગ્નના જે દસ્તાવેજ બતાવ્યા હતા એ નકલી છે. પરંતુ તપાસમાં આ વાતની પુષ્ટિ થઇ કે આ દંપતીએ નજીકના ગામમાં જ લગ્ન કર્યા હતા.

સપ્ટેમ્બર 2019માં આ ઘટના ફરીવાર ચર્ચાઓમાં આવી હતી, જયારે સિવિલ એક્ટ રજીસ્ટ્રેશન ઓફિસે આ લગ્નને કાયદેસર માન્યા અને એ પછી સેનાએ પાસે પાછા હટવા સિવાય કોઈ રસ્તો ન હતો. મીડિયાએ સેનાના પ્રતિનિધિઓને પૂછ્યું કે ભવિષ્યમાં એલેક્ઝેન્ડર જેવો કોઈ બીજો કિસ્સો ન થાય, એના માટે મિલિટ્રીના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે?

Image Source

આ મુદ્દો ખૂબ જ ચર્ચાયો ત્યારે એલેક્ઝેન્ડરની 81 વર્ષીય પત્ની જિનાયડાનો પણ સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે જિનાયડાએ એલેક્ઝેન્ડરને એક સારો પતિ ગણાવ્યો છે. તેને જણાવ્યું કે એલેક્ઝેન્ડર તેમનું ખૂબ જ ધ્યાન રાખે છે. બીજી તરફ એલેક્ઝેન્ડરનું કહેવું છે કે એને આ લગ્ન સેનામાં ભરતી થવાથી બચવા માટે નથી કર્યા પણ એ જિનાયડાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમનું ધ્યાન રાખવા માંગે છે.

આ કાનૂની કિસ્સામાં એલેક્ઝેન્ડરની જીત થઇ છે, કારણ કે તમામ આલોચના બાદ અને વિવાદો વચ્ચે યુક્રેનની કમિશન ઓફિસે પુષ્ટિ કરી છે કે આ મુદ્દાને આગળ વધારવામાં તેમને કોઈ રુચિ નથી. એટલે કે આખરે એલેક્ઝેન્ડર એક દિવ્યાંગ મહિલાનો પતિ છે. જો 26 વર્ષની ઉંમર સુધી કોઈ અપ્રિય ઘટના નહિ બને તો તે સેનામાં ભરતી નહિ થાય અને એ પછી ઉમર થઇ જવાના કારણે તેને ભરતી કરવામાં પણ નહિ આવે.