અમેરિકામાં વધુ એક ભારતીયનું મોત ! કાર અકસ્માતમાં ગયો જીવ, લાશને પાછી લાવવાની કોશિશ જારી.

છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોના મોતની જાણકારી સામે આવતી રહે છે. કેનેડા અને અમેરિકામાંથી આવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, ત્યારે હાલમાં જ અમેરિકાના પેન્સિલવેનિયામાં એક 24 વર્ષીય ભારતીય યુવતિનું કાર અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યુ. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શનિવારે ‘X’ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.

File Pic

મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા દૂતાવાસે કહ્યું કે અર્શિયા જોશીનું 21 માર્ચે પેન્સિલવેનિયામાં એક દુ:ખદ કાર અકસ્માતમાં અવસાન થયું હતું. જોશીએ ગયા વર્ષે તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે તે જોશીના પરિવાર અને સ્થાનિક સમુદાયના નેતાઓના સંપર્કમાં છે. જોશીના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવામાં આવશે, તમામ શક્ય મદદ કરવામાં આવશે. જોશીના મૃતદેહને દિલ્હીમાં તેમના પરિવારને મોકલવામાં બિન-લાભકારી સંસ્થા ‘ટીમ એડ’ મદદ કરી રહી છે.

File Pic

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભણવા ગયેલ ભારતીયો છેલ્લા કેટલાક સમયમાં ઘણી કમનસીબ ઘટનાઓનો ભોગ બન્યા છે. હજુ તો બે અઠવાડિયા પહેલા જ 20 વર્ષિય એક ભારતીય યુવાનની શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી આવી હતી. જેની હત્યા કરવામાં આવી હતી કે પછી બીજું કોઈ કારણ હતું તે હજુ જાણી શકાયું નથી.

Shah Jina