જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 24 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજના દિવસે કામના ક્ષેત્રમાં માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમને લાગશે કે તમારી મહેનત નિષ્ફ્ળ જઈ રહી છે તો છતાં પણ તમે મહેનત કરશો.
ગૃહસ્થ જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ આવશે પરંતુ તાલમેલ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેની લવ લાઈફમાં કંઈક નવું કરવાની કોશિશ કરશે. સસરા સાથેના સંબંધ ખરાબ થઇ શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને આજના દિવસે ભાગ્યનો સાથ મળશે. આજના દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા પ્ર્યાસોમાં લાભ મળી શકે છે. કરિયરમાં કોઈ સારો ઓપશન તમારા હાથમાં આવી શકે છે. આજના દિવસે કામને લઈને પ્રવાસ પણ થઇ શકે છે. ગૃહસ્થ જીવનમાં જીવનસાથીની અચરજભર્યું વર્તન તમને સમજમાં નહીં આવે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં પ્રેમ, પોતાપણું અને સ્નેહથી રોમાંચિત કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ નવા મિત્ર બની શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આજના દિવસે તેની વ્યવહારિકતા બહુ કામ આવશે. પ્રેક્ટિકલ એપ્રોચથી આજે તમે તમારું કામ કરવામાં સફળ થશો. આજે ઘરમાં નવી લાઈટ, રંગ, અને ઘરની સજાવટનો સામાન લાવી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે ભવિષ્ય અંગે ચર્ચા કરશે. આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે ખુબસુરત વાત કરશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. ઘરમાં ધાર્મિક માહોલ સારો રહેશે. કામને લઈને આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે. આજના દિવસે વિરોધીઓથી સતર્ક રહેવું પડશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજના દિવસે જીવન સાથી કોઈ તકલીફમાં છે તેની મદદ કરો. અંગત જીવનને લઈને આજે તમે ઉદારવાદી સાબિત થશો. જો કોઈ તમને પ્રેમ કરે છે તો તેના મનની વાત જાણવાની કોશિશ કરો. તે વ્યક્તિને તમારા માટે મનમાં ઘણું માન છે પરંતુ તેને જણાવી નથી શકાતું. સ્વાસ્થ્યને લઈને સ્થિતિ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવકને લઈને નિશ્ચિત રહો. કોઈ સારો લાભ મળવાની સંભાવના છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો આજે પોતાના પાર ખર્ચ કરશે અને અંગત પ્રયાસોથી તેના મિત્રો માટે કંઈક કરવાની કોશિશ કરશે. આજે તમે મિત્રો સાથે સારો સમય વિતાવશો. પરિવારમાં ખુદને અલગ-અલગ મહેસુસ કરશો. ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે તમારા જીવનસાથી તમને શોપિંગ પર લઇ જવાનું કહી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ખુશીભર્યો વીતશે. આજના દિવસે વાહન સાવચેતીથી ચલાવો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે તેના પરિવારને લઈને વધુ વિચારશે. આજના દિવસે થોડા ભાવુક પણ થઇ શકે છે. આજના દિવસે પરિવારિક જવાબદારી પણ નિભાવશે. આ જીવનસાથી આજના દિવસે કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે જે પરિવારમાં પરેશાનીનું કારણ બની શકે છે. આ માટે સાવધાની રાખો. આજના દિવસે તમે મોજ-શોખની વસ્તુઓ પર ખર્ચ કરશો. આજે પરિવારમાં આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકે છે. કામને લઈને સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો ખુદ પર વિશ્વાસ રાખીને કોઈ પણ કામ કરી શકે છે. આજે તમે પુરી રીતે આત્મવિશ્વાસથી નજરે આવશો. આ આજના દિવસે તમારે પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજના દિવસે ભાઈ-બહેનના સહયોગથી ઘરનો માહોલ ખુશનુમા રહેશે. જે લોકો પરણિત છે તેના ગૃહસ્થ જીવનમાં થોડી પરેશાની થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ નજરે આવશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાંમાં આજના દિવસે કોઈ બાબતે ઝઘડો થઇ શકે છે. આ રાશિના જાતકો ખુદ પર વિશ્વાસ રાખીને બધું કરી શકે છે. આજે તમારામાં આત્મવિશ્વાસ રહેશે. ઘણી તકલીફનો સામનો કરવો પડશે. પારિવારિક જવાબદારી રહેશે પરંતુ તમે તેનો સામનો કરશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈ કામને લઈને ભેદ સારા પરિણામ જોવા મળશે. આજના દિવસે તમારી ઈચ્છા પ્રબળ થશે. ભાગ્યને કારણે કોઈ ધંધાકીય ડીલ થઇ શકે છે. ગૃહસ્થ જીવન વિતાવવા લોકો આજે બેહદ ખુશ નજરે આવશે. જીવનસાથી આજે લાભનું માધ્યમ બની શકે છે. પ્રેમી પંખીડા આજે તેના પ્રિય વ્યક્તિથી નારાજ થઇ શકે છે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર માટે સારો રહેશે. આજે તમે પ્રયાસ કરશો તો તમારું મનગમતું કામ મળશે. ભાગ્ય પર જરુરતથી વધારે ભરોસો ના કરો અને મહેનત શરૂ કરો. આવકને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. ધંધામાં રિસ્ક લેવાથી સફળતા મળશે. ધાર્મિક કાર્યક્રમમાં તમારું મન રહેશે. મનમાં એકાંતની ભાવના અને એકલાપણુ મહેસુસ કરશો. ગૃહસ્થ જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજના દિવસે સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ રહેશે જેથી ધ્યાન રાખો. શરદી-ઉધરસ જેવી સમસ્યા થઇ શકે છે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજે તમે વારસાઈ ધંધા કરી શકો છો જેનાથી તમને લાભ થશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ નજરે આવશે. આજના દિવસે લગ્નની વાત આગળ વધી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવાની યોજના કરી શકો છો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને આજના દિવસે બોસ નારાજ થઇ શકે છે. આજના દિવસે કોઈ પણ કામ માટે પ્રયાસ કરતા હોય તે આજે ઇન્કાર કરી દેવાથી દુઃખ થઇ શકે છે. આજના દિવસે તમારું કામ સારું રહેશે. જેની બધા લોકો તારીફ કરશે. પરિણીત લોકોનું ગૃહસ્થ રોમેન્ટિક રહેશે. આજના દિવસે નજીકના વ્યક્તિ સાથે સમય વિતાવવાનો મોકો મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ દુઃખ ભર્યો રહેશે.