આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 24 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે. લાલ સાથિયા પર આજે થોડી હળદર છાંટવાથી ધનલાભ થશે.
શુભ અંક : ૮

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે જો નોકરી કે પછી વેપાર માટે થઈને મુસાફરી કરવાની થાય તો એ ચુકતા નહિ, ભવિષ્યમાં તમને આ મુસાફરીથી અઢળક ફાયદો થવાનો છે. મુસાફરી દરમિયાન તમારા જરૂરી કાગળ અને સામાનનું વિશેષ ધ્યાન રાખો. જુના મિત્રો દ્વારા પણ આજે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમારી માટે મોટી મુસીબત સાબિત થાય એ પહેલા થઇ જાવ સાવધાન, યોગ અને પ્રાણાયમ કરો. પરિવારના સભ્યો તમારી પ્રગતિ જોઇને ખુશ થશે. આજે માતાના સ્વાસ્થ્યમાં બદલાવ આવી શકે છે. જે મિત્રો આજે પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો આજે થોડી તૈયારી કરીને જાવ. મનગમતું કાર્ય પૂર્ણ કરવા માંગતા મિત્રોએ સફેદ કોરા કાગળ પર કંકુના બે સાથિયા કરીને તિજોરીમાં સાચવીને મૂકી દેવું.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે. આજે મહત્વનું કામ કરવા જતા ઉંબરા પર કરવામાં આવતા સાથિયાના દર્શન કરીને જ ઘરની બહાર નીકળો.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ,હ (Cancer):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. આજે જીવનસાથી તરફથી બહુ સહયોગની આશા રાખવી નહિ. પોતાનું કામ જાતે કરી લેવું. ઘરના મંદિરમાં રહેલા ગણપતિ બાપાના દર્શન કરીને ઘરની બહાર જાવ.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):
આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે. આજે ઘરની બહાર ફૂલથી સાથિયો બનાવી માતા લક્ષ્મીનું સ્વાગત કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગ્રે

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો. ધનલાભ માટે લક્ષ્મીની આરાધના કરો અને પૂજામાં ગોમતીચક્રનો ઉપયોગ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે. ફસાયેલા પૈસા પરત મેળવવા માટે આજે સાંજના સમયે કપૂરનું ધૂપ કરવું.
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે આવનારી મુશ્કેલીઓનો સામનો ઈમાનદારીથી કરજો. શોર્ટકટ અપનાવશો નહિ. તમારા ઓફીસના સહકર્મચારી મિત્રો તમારી મદદે આવશે. આજે એવા વ્યક્તિ સાથે સંપર્ક થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. તમારા સંપર્કમાં આવતા દરેક લોકોને માન અને સન્માન આપો. તમારી વાણી અને વર્તનથી કોઈ દુખી ના થઇ જાય તેની સાવધાની રાખો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો. આજે કોઈ ભુખ્યાને ભોજન કરવો અથવા મીઠાઈનું દાન કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
ઘણા દિવસથી તમે જે કામ પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છો એ આજે પૂર્ણ થશે તેની સાથે જ આજે તમારી દરેક સમસ્યાનો અંત થઇ જશે. આજે થોડો આરામ કરવાનો દિવસ છે વધુ પડતું કામ તમને તન અને મનથી થકવી દેશે માટે આજે આરામ કરો. તમારા પરિવાર જનો અને નીકટના સગા સંબંધીઓ તમારી સફળતાથી ખુબ ખુશ હશે. તમારા જીવનસાથી તરફથી આજે તમને અનોખી સરપ્રાઈઝ મળશે. આજે થોડો ખર્ચ પરિવાર પાછળ પણ કરો. તેમને ખુશ જોઇને તમને આનંદ મળશે. રસોડામાં પાણીના માટલા પાસે હળદરનો સાથિયો કરવો, સોના ચાંદી ખરીદીના યોગ બનશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા મિત્રો માટે સારો સમય આવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો. માતા લક્ષ્મી પધારશે તમારા ઘરે, પાંચ સાથિયાની રંગોળી કરવી.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતો સપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર, નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. સ્વસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેશો, આજે પરિવારમાં કોઈની તબિયત બગડવાના યોગ છે. લગ્ન ઇચ્છુક મિત્રોએ આજે માતા લક્ષ્મીના મંદિરે દર્શન કરવા જવું.
શુભ અંક : ૮

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here