24 જૂન 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

વાહન સાથે જોડાયેલ ખર્ચમાં વધારો થશે. આજે સુખ અને સુવિધા સાથે જોડાયેલ સાધન પર ખર્ચ થશે. ભાઈ અને બહેન સાથે સંબંધો વધુ મજબુત થશે. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અથવા પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. આજે સંતાન તરફથી ચિંતા વધુ જણાશે. આજે તમારા પ્રિયજન સાથે સમય પસાર કરો. તેમના મનની વાતો સમજો. નોકરી કરતા મિત્રોને આજે સાંજના સમયે તબિયત બગડી શકે છે.1. મેષ – અ,લ,ઈ (Aries):મકાન અને જમીન ખરીદીના યોગ બની રહ્યા છે, પૈસાની કોઈપણ લેવડદેવડ કરતા પહેલા સાવધાની રાખજો આજે કોઈ તમને દગો કરી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. તમારી માતાનું ધાર્મિકતા તરફ વધારે જુકાવ રહેશે. માતાની તબિયત થોડી નરમગરમ રહેશે. પારિવારિક જીવન અનુકુળ રહેશે. તમે બંને એકબીજાને સમજી શકશો, દરેક સમસ્યા તમે બંને મળીને સુલઝાવી શકશો. જીવનસાથી કોઈ નોકરી કે વેપાર કરી રહ્યા છે તેમને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત થશે. આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ નાની વાતે તમને ગુસ્સો આવી શકે છે પણ તમારે તમારા ગુસ્સા પર અને વાણી વર્તન પર કાબુ રાખવાનો રહેશે. નોકરી અને વેપાર એર્થે મુસાફરી કરવાની થશે જે તમને લાભ આપશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):
આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂખ સંતોષાય એની માટે પ્રયત્ન કરો. તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાની શક્યતાઓ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
જો તમે કોઈ શારીરક કે માનસિક તકલીફથી પસાર થઇ રહ્યા છો તો તમારે આજથી યોગ અને આસન કરવાની જરૂર છે એનાથી તમારા મનને શાંતિ મળશે. આજે રોકાણ કરવા માટેની કોઈપણ તક તમારી સામે આવે તો તેને બે વાર ચકાસી લેજો પછી જ એમાં રોકાણ કરજો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત પણ થઇ શકે છે જેનાથી તમે આજે ખુબ ખુશ રહેશો.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારી તબિયત બગડવાના યોગ છે તો આજે તમારે કોઈપણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું ટાળો. આજે બને ત્યાં સુધી ઘરનું જ શુદ્ધ અમે સાત્વિક ભોજન લેજો. આજે ઓફિસમાં લોકો તમારા ભવિષ્યના પ્રોજેક્ટ જાણવા માટે ઉતાવળા થશે પણ તમારે તમારો સિક્રેટ પ્લાન કોઈને જણાવવાનો નથી નહિ તો એ ચોરી પણ થઇ શકે છે. આજે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો બજેટની બહાર ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. એકંદરે પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા દરેક કુંવારા મિત્રોને આજે તમારાથી ઈર્ષા થશે. આજનો દિવસ રોજ કરતા તો સારો જ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here