જ્યોતિષ શાસ્ત્ર

29 વર્ષ પછી 24 જાન્યુઆરી એ આવી રહેલી મૌની અમાવસ્યા તેમજ શનિદેવ પોતાની રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે. જેથી તમારી રાશિ ઉપર શું પ્રભાવ પડે છે જુઓ….

સુર્યપુત્ર શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તે સારા કર્મ કરવા વાળા લોકોને સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરે છે તે લોકોને ખરાબ ફળ આપે છે.

Image Source

વર્ષ 2020માં 29 વર્ષ પછી 24 જાન્યુઆરી શુક્રવારના દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તેમજ આ દિવસે મૌની અમાવસ્યા પણ આવી રહી છે જેથી આંખો મોટો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની પરિવર્તનથી બાર રાશિ ઉપર તેનો પ્રભાવ જોવા મળે છે.

જુઓ બાર રાશિ ઉપર પ્રભાવ..

1) મેષ રાશિ
શનિદેવના ગોચરથી મેષ રાશિના જાતકોને કામ ક્ષેત્રમાં વિશેષ રૂપથી લાભ થશે. ધન પ્રાપ્તિની સાથે સાથે ખર્ચમાં વૃદ્ધિ થશે. આર્થિક પરિસ્થિતિ અનુકુળ હશે તેમ જ બધા કાર્ય સારી રીતે પૂરા થશે.

2) વૃષભ રાશિ
શનિના ગોચરથી વૃષભ રાશિના જાતકોને પરાક્રમમાં વૃદ્ધિ થશે વાણી ઉપર સંયમ રાખો. શનિના મકર રાશિના પ્રવેશ સાથે તમારુ ભાગ્ય ચમકશે અને કર્જથી મુક્તિ થશે. આર્થિક લાભ પ્રાપ્ત થશે.

3) મિથુન રાશિ
મિથુન રાશિ માટે શનિનું ગોચર કર્મ ભાવમાં હોવાથી આ પરિવર્તન સામાન્ય ફળ આપશે. પરંતુ વિદેશ યાત્રા માટે સમય સારો છે. વિદેશી કાર્ય સારી રીતે થશે આર્થિક મામલામાં સમય અનુકૂળ રહેશે.

4) કર્ક રાશિ
2020માં શનિનું ગોચર કર્ક રાશિના જાતકો માટે શુભ રહેશે વર્ષની શરૂઆતમાં બિઝનેસ સાથે જોડાયેલા બાબતમાં સફળતા મળશે. જબરજસ્ત પ્રોજેક્ટ મળશે. જેનાથી તમને લાભ થશે. સંતાન પક્ષ તરફથી સાવધાની રાખવી.

5) સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિનું ગોચર સાચી દિશામાં પ્રેરણા આપશે. તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે. મહેનત અને સંઘર્ષ વધશે પરંતુ સફળતા અવશ્ય મળશે. આ સમય તમારે ધૈર્યથી કામ કરવુ. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે.

6) કન્યા રાશિ
તમારા માટે શનિનું રાશિ પરિવર્તન ઘન સંબંધિત બાબતોમાં શુભ રહેશે. ધનલાભ થશે રહ્યા છે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે.

7) તુલા રાશિ
શનિના ગોચરથી તુલા રાશિના જાતકોને જીવનમાં સંઘર્ષતા જોવા મળશે. પરંતુ ધનલાભ થશે પરંતુ વધારે મહેનત કરવી પડશે. આર્થિક મામલાઓમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે.

8) વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું રાશિ પરિવર્તન શુભ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો પર હવે સનીની સાડા સાતી પૂરી થાય છે. જેનાથી ધનલાભ થશે. વાહન, ઘર ખરીદવાના યોગ બની રહ્યા છે. કરજોથી મુક્તિ મળશે.

9) ધનુ રાશિ
શનિના રાશિ પરિવર્તનથી ધન રાશિના જાતકો માટે આ સામાન્ય રહેશે. કોઈપણ કાર્યની શરૂઆત કરવા માટે વધારે મહેનતની જરૂર પડશે. બિઝનેસ વર્ગ માટે સમય સંઘર્ષપૂર્ણ રહેશે. ખર્ચા ઉપર ધ્યાન રાખો.

10) મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન સામાન્ય રહેશે. કારણ કે શનિ તમારી જ રાશિમાં પરિવર્તન કરી રહ્યા છે. જેના કારણે માનસિક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. વેપાર માટે સમય સારો છે. વિદેશ જવાનું સપનું પૂર્ણ થશે.

11) કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ ગોચર સામાન્ય રહેશે.આ રાશિના જાતકોએ સંઘર્ષ અને મહેનત વધારે થશે. આર્થિક બાબતમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. ઘરની વસ્તુ ખરીદી શકશો.

12) મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ ફળ આપશે. સાથે સાથે ધન લાભ થશે. ખર્ચમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. જેના કારણે ધન સંચય નહીં થાય. બિઝનેસ લઈને નવા નવા અવસર પ્રાપ્ત થશે સમાજમાં માન-સન્માન મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.