આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 24 જાન્યુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આર્થિક સ્થિતિ મજબુત થશે. શેર માર્કેટથી સારું વળતર મળશે. આજે લોટરી કે શરતી વ્યવહારમાં પૈસા રોકવા નહિ. નવું વાહન, જમીન કે ઘર લઈ શકો છો. તમારા જીવનસાથી તરફથી તમને કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. જુના પ્રેમ સંબંધો તાજા થશે. પરણિત મિત્રોના સંબંધો વધુને વધુ મજબુત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સામાન્ય રહેશે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓ કે જે વિદેશ ભણવા જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. આજે મહેનત કરવાનો દિવસ છે, ઈમાનદારીથી તમારું કામ કરો. વેપારી મિત્રોને ઉધાર આપેલ પૈસા પરત મળશે. લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
ઘણા સમયથી ચાલી રહેલા મહેનતવાળા કામનો હવે આજે અંત આવશે. મનને શાંત રાખવા માટે આજે થોડો સમય આરામ કરવા પાછળ વિતાવો. જીવનસાથી તરફથી અમુક માંગણીના કારણે થોડી આર્થિક તકલીફ થશે. સંતાનોને પ્રેમથી સમજાવો તેમના પર કરેલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. જો લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી સાથે મુસાફરી કરજો. તમારો સમાન ચોરી થવાના યોગ છે. કિંમતી વસ્તુઓને સાથે રાખશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માંગતા મિત્રો સામે અનેક ઓપ્શન આવશે તેમાંથી કોની પસંદગી કરવી એ કોઈ નિષ્ણાત અને અનુભવી મિત્રની મદદથી નક્કી કરો. આજે મહિલાઓએ વિચારેલ કાર્ય પૂર્ણ થશે. નાનકડો વેપાર શરુ કરવા માંગતા વ્યક્તિ માટે આજે દિવસ અનુકુળ છે. સરકારી લાભો આજે મળવાના યોગ છે. વેપારી મિત્રો પોતાનો વેપાર વિદેશમાં ફેલાવી શકશે. લગ્ન કરવા માંગતા મિત્રોના જીવનમાં યોગ્ય પાત્રનું આગમન થશે. આજે આંખમાં નંબર ધરાવતી વ્યક્તિને નજર મજબુત થશે. ઘરમાં વડીલની તબિયતને લઈને ચિંતા વધશે. પ્રમોશન અને પગાર વધારાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો
4. કર્ક – ડ, હ (Cancer):
આજે તમારે થોડા રચનાત્મક કામોમાં ધ્યાન આપવું પડશે. તમારા બાળકો અને પત્ની તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે. લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
5. સિંહ – મ, ટ (Lio):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. કાર્યસ્થળે લાંબા સમયથી અટકેલા કાર્ય અને પ્રોજેક્ટ પૂર્ણ થવા આવશે જેના કારણે આજે તમે અને તમારા બોસ બંને ખુબ ખુશ હશો. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. વડીલોના આશીર્વાદથી તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી લાગણી પર આજે કાબુ રાખો કોઈ તમને આજે છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. કોઈ અજાણ્યા લોકોના ઝઘડામાં ભાગ લેશો નહિ નુકશાન તમને જ થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
7. તુલા – ર, ત (Libra):
આજે તમારા ખર્ચ બજેટ બહાર જશે. આર્થિક તંગીના કારણે પરિવારમાં મુશ્કેલીઓ વધશે. તમારે આજે દરેક કામ વધારે ઈમાનદારી અને એનર્જીથી પૂર્ણ કરવાનું છે. આજે સમાજસેવામાં જોડાયેલ મિત્રો માટે અનુકુળ દિવસ છે, ખાસ વ્યક્તિ કે જે સમાજમાં સારી નામના ધરાવે છે તેમની સાથે મુલાકાત થશે. નોકરી કરતા મિત્રો માટે આજે સામાન્ય દિવસ છે. વેપારી મિત્રોએ આજે કોઈની પર ભરોષો કરવો નહિ, અમુક કામ આજે સમયે પૂર્ણ ના કરવાથી તમારી મુશ્કેલીઓમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજે માનસિક તણાવ અનુભવશો, વિચારોની ઉથલપાથલ તમને પરેશાન કરશે. આંખ સંબંધિત કોઈ પીડા થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે તમે ખુશ હોવ તો કોઈને પણ એવું પ્રોમિસ આજે ના કરતા જેથી ભવિષ્યમાં તમારે પસ્તાવું ના પડે. આજે તમને સારા સમાચાર મળશે જેનાથી તમારી ખુશી ચરમસીમાએ પહોચશે. તમારા મિત્રો અને પરિવાર સાથે એ ખુશી શેર કરો. આજે તમારે ઓફિસમાં વધારાનું ઘણું બધું કામ આવી પડશે. કામના ટેન્શનને કારણે માથાનો દુખાવો થઇ શકે છે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારી સામે પૈસા કમાવવા માટેની અનેક તકો ઉભી થશે અને તેમાં તમને તમારો ફાયદો પણ દેખાશે પણ કોઈપણ પ્લાન કે સ્કીમમાં પૈસાનું રોકાણ કરો તે પહેલા તેનાથી ભવિષ્યમાં થવા વાળો ફાયદો અને નુકશાન ધ્યાનમાં રાખજો. પરિવારજનો આજે તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઇ શકે છે પણ તેમાં નુકશાન જવાના યોગ છે તો તેમના દરેક નિર્ણયમાં ધ્યાન આપો. વડીલોની તબિયત આજે બગડી શકે છે. કોઈ જુના મિત્ર સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો તેને મનાવી લો. આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
10. મકર – જ, ખ (Capricorn):
આજે કામના ભાર નીચે તમે દબાઈ જશો પણ તેનાથી તમારો મુડ ખરાબ કરતા નહિ આજે તમે જેટલું વધારે કામ કરશો એટલો જ ભવિષ્યમાં તમને ફાયદો થશે. આજે તમારા જીવનસાથીને સમય આપો. તમારે આજે મિત્રોને તમારી સાથે રાખીને આગળ વધવાનું છે. આજે તમને પરિવારજનો અને મિત્રો તરફથી પુરતો સપોર્ટ મળી રહેશે. સાંજનો સમય તમારા માટે એકદમ પરફેક્ટ છે કોઈપણ નવા કામની અને વિચારને અમલમાં મુકવા માટે આ સમય બરોબર છે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
શેર, કોમોડીટી ક્ષેત્રમાં જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. તમારા રોજીંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે જેનાથી તમારું સ્વાસ્થ્ય અને કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. શારીરિક સ્વાસ્થ્ય માટે તમારે આજથી ધ્યાન અને યોગ સાથે જોડાવાની જરૂરત છે. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં ના પસંદ હોય એવું અને વધારાનું કામ કરવું પડશે. તમારા ઉપરી અધિકારી તરફથી તમને થોડી વાતો સાંભળવી પડશે જે તમારા મનને દુઃખ પહોચાડશે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે આજે પોઝીટીવ દિવસ છે. બીજાને મદદ કરવી સારી વાત છે પણ કાઈ પણ જાણકારી વગર કોઈને ઉધાર આપવું એ યોગ્ય નથી. આજે પૈસા ડૂબવાના યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. આજે કોઈની પણ દેખા દેખીમાં આવીને કોઈપણ કામ કરવું નહિ અને કોઈપણ અગત્યનો નિર્ણય કરતા પહેલા ભવિષ્યમાં તેનાથી થવાના ફાયદા ને નુકશાન ખાસ ચેક કરજો. આજે અમુક જુના મિત્રો સાથે મુલાકાત થશે અને સાથે સાથે અમુક જૂની વાતો પણ તમને યાદ અપાવશે. ઓફિસમાં લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો અંત આવશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો દિવસ છે, ભણવામાં સફળતા મળવાની સાથે સાથે તમારા પરિવારમાં પણ તમારા કારણે ખુશીઓ આવશે. આજે રસ્તા પર વાહન ચલાવતા તકેદારી રાખવી.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.