જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 24 ડિસેમ્બર : ગુરુવારના દિવસે સાંઈબાબાની કૃપાથી આ 5 રાશિઓ બનવા જઈ રહી છે માલામાલ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારમાં ખુશી આવશે. નવી આવક થવાની સંભાવના રહેલી છે. આજના દિવસે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે. આજે ધંધામાં નવું જોખમ લઇ શકો છો. લાંબા સમયનું રોકાણ સારું રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ તમારી સાથે પ્રેમથી વાત કરશે. પ્રેમી પંખીડાઓ આજે સારો સમય પસાર કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આવક સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધારે થશે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું ખુબ જ જરૂરી છે. આજના દિવસે પરિવારમાં અશાંતિ થઇ શકે છે. પ્રિન્ટ લોકોના જીવનમાં કોઈ વાતને લઈને પાર્ટનર સાથે મતભેદ પણ થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ નજરે આવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો આજના દિવસે થોડા વધારે ખુશ નજરે આવશે. પરિવારના નાના સભ્યોને કોઈ સમસ્યા થઇ શકે છે. કોઈ ઇજા થવાની સંભાવના છે. જેથી તેમનું ધ્યાન રાખવું. આજના દિવસે તમને તમારી મહેનતનું ફળ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી પારિવારિક જવાબદારી પર ધ્યાન આપશે. પ્રેમી પંખીડા આજના દિવસે હળવાશના મૂડમાં નજર આવશે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકોએ આજના દિવસે આત્મવિશ્વાસ પૂર્વક કામ કરવું પડશે. આજે તમારી મહેનત તમને સારું પરિણામ આપી શકે છે. આજના દિવસે કોઈ ખાસ વાતને લઈને સલાહ લેશો. મિલ્કત સંબંધી બાબતોમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે. આજે જીવનસાથી સાથે અગત્યની વાત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે રોમનેટિક મૂડમાં નજર આવશે. ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોએ આજે યાત્રા ઉપર જવાનું થઇ શકે છે. યાત્રા દરમિયાન પોતાના સામાનની સાથે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી. આજના દિવસે કોઈપણ નિર્ણય લેતાં પહેલા પોતાના પાર્ટનરની વાત સારી રીતે સમજવી. જીવનસાથીમાં અલગ જ આત્મવિશ્વાસ જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નારાજ થયેલા જોવા મળી શકે છે. તેને કોઈ ભેટ આપી અને ખુશ કરી શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજના દિવસે જમવામાં પૂરું ધ્યાન આપવું પડશે. કોઈ સાથે ખરાબ વાત ના કરો જેનાથી તમારો સંબંધ બગડે. આજે તમારી વાણી અને શબ્દો ખુબ જ વિચારીને વાપરવા. કાર્યક્ષેત્રમાં આજના દિવસે પોતાના વિરોધીઓથી સાચવવું. પરણિત લોકોનું ગૃહસ્થ જીવનને લઈને ખુશ રહેશો. જીવનસાથી પણ મનની વાત કરશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને કોઈ જવેલરી ગિફ્ટ આપી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના મગજથી કામ કરવું પડશે. માનસિક રીતે આજના દિવસે થાકી જશો.ખુદને આરામ આપવા માટે સમય કાઢો. આજના દિવસે બીમાર પડી શકો તેવી સંભાવના છે. આજના દિવસે પૈસાને લઈને વિચારવાના બદલે પરિવાર વિષે વિચારો. ગૃહસ્થ જીવનમાં તણાવ ઓછું કરવાના પ્રયત્નોમાં સફળ રહેશો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં તિરાડને લઈને પરેશાન થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોનું આરોગ્ય મજબૂત રહેશે,  આજે તમારામાં સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે. દરેક પડકારને સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે. કામને લઈને દિવસ ખૂબ જ સુંદર રહેશે. તમારી આવડતના કારણે ટૂંકા સમયમાં તમારા કાર્ય પૂર્ણ કરી શકશો અને લોકો માટે એક ઉદાહરણ બની શકો છો. આજે તમે કોઈ નવા સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરશો. પરણિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં વધતા તણાવ અને જીવનસાથીઓના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને લઈને ચિંતિત હશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને આજે તેમના ભાગ્યનો સાથ મળશે. પરંતુ એ તમારી મહેનત ઉપર નિર્ભર કરશે. આજે તમારી મહેનત અને સારા ભાગ્યથી કોઈપણ કામ પૂર્ણ કરી શકશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને ખુશ કરવામાં સમય વિતાવી શકે છે જેના કારણે પરિવારમાં પણ વાતાવરણ હળવું રહેશે. આજે બાળકોને લઈને ચિંતા થશે. પ્રેમી પંખીડાઓ આજના દિવસે ક્યાંક બહાર ફરવા માટે પણ જઈ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોની આવકમાં આજના દિવસે વધારે થશે. કોઈપણ અટકેલા કામ પૂરા થઈ શકે છે, જે તમારા માટે પૈસા લાવશે. તમે વિરોધીઓ પર ભારે પડી શકશો.પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું નુકસાનકારક હોઈ શકે છે. કામને લઈને થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ કચેરીના મામલામાં તમારો દિવસ શુભ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધોમાં રચનાત્મક વિચાર કરી આગળ વધશે. પરણિત લોકો ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે. જીવનસાથીને બધી બાબતોમાં પૂરો સાથ આપશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આજના દિવસે ખર્ચને કેવી રીતે નિયંત્ર કરશો તે સારી રીતે સમજશો. આવક તો સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધારે રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. જેની અસર તમારા કામ પર પડી શકે છે. કામને લઈને પ્રયાસ વધારે કરશો અને લાભ ઓછા થશે તેવી સ્થિતિ સર્જાશે. તેથી ધ્યાનથી કામ કરો.પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારી રીતે વીતશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં પ્રેમ અને રોમેન્ટિક નજરે આવશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કોઈ નાની મોટી ઇજા થવાનો યોગ છે. પરિવારમાં પૈસાની આવક થશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. કામને લઈને આજના દિવસે તમે મહેનત કરશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં ખુશી આવશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો છે.