જો તમે ખાવાના શોખીન છો અને સ્વાદ માટે તમે મોંઘામાં મોંઘું ભોજન ખાઈ શકો છો, તો તમારે 24 કેરેટ સોનાનું આ વેજ બર્ગર ચોક્કસ ખાવું જોઈએ. તેની કિંમત સાંભળીને આશ્ચર્ય પામશો નહીં. આ એક બર્ગરની કિંમત માત્ર 1000 રૂપિયા છે અને તેને લુધિયાણામાં ‘બાબા જી બર્ગર વાલે’ વેચે છે.
આ સ્ટ્રીટ વેન્ડર, આ નામથી પ્રખ્યાત છે, આ 24-કેરેટ વેજ ગોલ્ડ બર્ગર ખવડાવે છે. ચાલો હવે બર્ગર અને તેની કિંમતની વાત તો થઈ ગઈ. પરંતુ જો અમે તમને કહીએ કે તમે આ બર્ગર મફતમાં પણ ખાઈ શકો છો તો તમે શુ વિચારશો, કે આ લોકો મજાક કરી રહ્યા છીએ. ના. ખરેખર તમે આ બર્ગર મફતમાં ખાઈ શકો છો. જાણો કેવી રીતે.
નોન-પેયર્સ અને 1000નું 1 બર્ગર મફત ખાનારાઓ ધ્યાન રાખો – જો તમે આ મોંઘું બર્ગર મફતમાં ખાવા માંગતા હો, તો તમારે ફક્ત 299 સેકન્ડમાં એટલે કે 5 મિનિટમાં ખાવાનું પૂરું કરવાનું છે. તેથી જો તમે આ ચેલેન્જ સ્વીકારો છો, તો તમે તેને ઉતાવળમાં ખાઈને તમારા પૈસા બચાવી શકો છો અને આ સ્વાદિષ્ટ ગોલ્ડ બર્ગરની મજા લઈ શકો છો.
તમે YouTube ચેનલ પર બાબા જી બર્ગર વાલેનું ખાસ બર્ગર પણ જોઈ શકો છો. તેને શેર કર્યા બાદ હવે તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે, જેને જોઈને તમે પણ આ બર્ગર ખાવા માટે એક વાર ચોક્કસથી વિચારશો.
આ વીડિયોમાં શેફ ‘બાબાજી’ સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ 5 મિનિટની અંદર આ બર્ગર એકલા ખાય છે, તો તેની પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં. મફતમાં બર્ગર ખવડાવશે, આટલું જ નહીં ખાનારને બર્ગર બનાવવામાં જેટલો ખર્ચ થશે તેટલી રકમ પણ આપવામાં આવશે.
તો જો તમે 24 કેરેટ સોનાનું આ બર્ગર ખાવા માંગતા હોવ તો તમારે લુધિયાણામાં ‘બાબા જી બર્ગર વાલે’ ના સ્નેક્સ કોર્નર પર જવું પડશે. નહિંતર, તમે બર્ગરનો આ વિડિયો જોઈને સ્વાદનો આનંદ લઈ શકો છો, જેમાં બર્ગર બેઝ નાખવાથી લઈને મેયો-સૉસથી ગાર્નિશ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે.