ખબર

કયારે થમશે કોરોનાનો કહેર? અમેરિકામાં 70 હજારથી વધુ લોકોના મોત, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં મંડરાયેલો છે ત્યારે ચીન બાદ ઇટલી કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનારો દેશ હતો, પરંતુ હવે સુપર પાવર ગણાતો અમેરિકા દેશ પણ કોરોનાની ચપેટમાં બરાબર સપડાવવા લાગ્યો છે.

Image source

અમેરિકાની અંદર કોરોનાનો કાળો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર જ અમેરિકામાં 2,333 લોકોના મૃત્યુ થઇ ગયા છે. અને કુલ મૃત્યુ આંક 70 હજાર સુધી પહોંચવા આવ્યો છે.

Image Source

અમેરિકાના એક વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશનના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા કોરોના વાયરસની મહામારીના સંબંધમાં ઘણીવાર ચેતવણી આપી હતી. જેમાં ભારત અને પાકિસ્તાનથી આવેલી મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોકીન ખરાબ ગુણવતાને લઈને જણાવ્યું હતું.

Image Source

મંગળવારે ફરિયાદમાં રિક બ્રાઇટે આરોપ લગાવ્યું હતું કે, આરોગ્ય અને માનવ સેવા વિભાગના ઉચ્ચ અધિકારીઓ, દવાઓ અને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો જેવા કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન અંગેના તેમના અને અન્ય લોકોના સંદેશાઓની વારંવાર અવગણના કરે છે.

ભારતમાં પણ આ વાયરસનો ખતરો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે છતાં પણ આપણા દેશમાં લોકડાઉનના કારણે આ વાયરસથી સારો બચાવ થઇ શક્યો છે જયારે ઇટલીમાં મહામારી સર્જ્યા બાદ આ વાયરસ અમેરિકામાં હવે તબાહી મચાવી રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે.

Image Source

વિશ્વભરમાં કોરોનાના 3,728,047 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 203,289 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1,242,500 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. વિશ્વની મહાસત્તા એટલે કે અમેરિકામાં 24 કલાકમાં 2,333 લોકોએ જીવ ગુમાવ્યા છે, અહીં મૃત્યુઆંક 72,271 થયો છે. અમેરિકામાં 1,237,63 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં 7,727,811 લાખ લોકોનો ટેસ્ટ કરાયો છે.

Image Source

અમેરિકામાં 70 હજારથી વધારે લોકોએ, ઈટાલીમાં 29 હજારથી વધારે લોકોએ, સ્પેનમાં 25,613 હજાર લોકોએ, ફ્રાન્સમાં 25,531 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.