વીડિયો બનાવવાના ચક્કરમાં વરસાદમાં ભયજનક સપાટી ઉપર વહેતી નદીના પુલ ઉપરથી કૂદકો માર્યો યુવકે, હજુ સુધી છે લાપતા, જુઓ વીડિયો

ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે દેશભરમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે અને નદીઓમાંથી પુરપાટ ઝડપે પાણી આવી રહ્યું છે, ત્યારે આવી મોસમમાં લોકો ફરવા માટે પણ બહાર નીકળતા હોય છે અને પાણી ભરાયેલી જગ્યા ઉપર તસવીરો અને વીડિયો પણ લેતા હોય છે, પરંતુ ઘણીવાર આવું જોખમ કારક બની જતું હોય છે.

ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે મોતને સામે ચાલીને આમંત્રણ પણ આપતા હોય છે. હાલ એવું જ કંઈક એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેમાં એક વ્યક્તિએ વીડિયો બનાવવાના અને સ્ટન્ટ કરવાના ચક્કરમાં નદીના પુલ ઉપરથી પુરપાટ ઝડપે વહી રહેલી નદીની અંદર છલાંગ લગાવી દીધી, પરંતુ તે બહાર આવ્યો નહિ, હજુ સુધી તે યુવકનો કોઈ પત્તો પણ લાગ્યો નથી.

આ ઘટના મહારાષ્ટ્રના માલેગાંવની જણાવવામાં આવી રહી છે. વીડિયોમાં એક યુવકે વહેતી નદીમાં તરવા માટે કેમેરા સામે છલાંગ લગાવી દીધી હતી, ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે. યુવકનો નદીમાં કૂદવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં 23 વર્ષનો યુવક નદીમાં તરવા માટે કૂદતો જોવા મળી રહ્યો છે. આ પછી તે પાણીમાંથી બહાર ન આવ્યો, ત્યારબાદ રાહત અને બચાવ ટીમે ગુરુવારે મોડી સાંજ સુધી નઇમ અમીનની શોધખોળ કરી, પરંતુ તે મળી શક્યો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જળ વિભાગે પુણે, નાસિક અને અન્ય ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બુધવારે પાલઘર જિલ્લાના વસઈમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં પિતા અને તેની પુત્રીનું મોત થયું હતું.

Niraj Patel