વિદેશમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, જન્મદિવસની ઉજવણી દરમિયાન 23 વર્ષીય વિદ્યાર્થીને ગોળી…જાણો વિગત

અમેરિકાના જ્યોર્જિયા સ્થિત જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. 23 વર્ષીય આર્યન રેડ્ડી જ્યોર્જિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ જન્મદિવસ પર ભૂલથી શિકાર કરતી બંદૂકથી મિસફાયર થઈ ગયો જેના કારણે તેણે જીવ ગુમાવ્યો.

રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 13 નવેમ્બર, 2024ની છે. આર્યને અમેરિકામાં શિકાર કરવા માટે બંદૂકનું લાઇસન્સ લીધું હતું. વિદ્યાર્થીનું મોત એ વખતે થયું જયારે જન્મદિવસ પર તે બંદૂકનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારે ભૂલથી ગોળી ચલાવી જે સીધી તેની છાતીમાં વાગી અને તેનું મોત થઇ ગયું. મીડિયા સાથે વાત કરતા, આર્યનના પિતાએ ઊંડો શોક વ્યક્ત કર્યો અને અન્ય માતા-પિતાને વિનંતી કરી કે તેઓ વિદેશમાં ભણતા તેમના બાળકોની સંભાળ રાખે. તેમને કહ્યું, “અમને ખબર ન હતી કે આર્યન ત્યાં શિકાર કરવા માટે બંદૂકનું લાઇસન્સ મેળવી શકે છે. કોઈ પણ માતા-પિતાએ ક્યારેય આવી કોઈ બાબતનો સામનો કરવો ન જોઈએ”.

જણાવી દઇએ કે, હૈદરાબાદમાં યુએસ કોન્સ્યુલેટના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે યુએસમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતના છે. ભારતે 2023-24માં યુએસ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને મોકલવામાં ટોચનો દેશ બની ચીનને પાછળ છોડી દીધું છે. સૌથી વધારે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિદ્યાર્થીઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. આ બંને રાજ્યોમાં લગભગ 56 ટકા વિદ્યાર્થીઓ અમેરિકા ગયા છે. 34 ટાકા તેલંગાણાથી અને 22 ટાકા આંધ્રપ્રદેશથી છે

Devarsh