47 વર્ષની ઉંમરે માતા થઇ પ્રેગ્નેટ ! 23 વર્ષની દીકરીએ મોટો ખુલાસો કરતા કહ્યું કે કેવું ફીલ થઇ રહ્યું છે…

અમ્મા પ્રેગ્નેટ છે…47 વર્ષની માતા માટે 23 વર્ષની દીકરીનો આ મેસેજ વાંચી આંસુ છલકાઇ જશે

તમે આયુષ્માન ખુરાના અને નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘બધાઇ હો’ જોઇ હશે, જેમાં નીના ગુપ્તા બે મોટા બાળકો બાદ મોટી ઉંમરે ગર્ભવતી થઇ જાય છે. આવું જ કંઇક અસલ જીવનમાં થયુ છે, જેને જાણ્યા બાદ તમને પણ નીના ગુપ્તાની ફિલ્મ બધાઇ હો યાદ આવી જશે. આ કહાની 23 વર્ષની આર્યા પાર્વતી અને તેની 47 વર્ષિય અમ્માની છે, જેમણે એક મોટી દીકરીના હોયા બાદ ફરી ગર્ભાવસ્થા ધારણ કરી. આ સ્ટોરીને હ્યુમન્સ ઓફ બોમ્બે નામના પેજે પોસ્ટ કરી છે. કહાનીમાં 23 વર્ષિય આર્યા પાર્વતી અને તેની 47 વર્ષિય અમ્મા છે.

પોસ્ટમાં આર્યાએ જણાવ્યુ કે કેવી રીતે તેની માતાની ગર્ભાવસ્થા શરૂઆતમાં તેના માટે એક ઝટકાના રૂપમાં આવી પણ બાદમાં સ્થિતિ સરળ થઇ ગઇ અને તે તેની નાની બહેનનું સ્વાગત કરવા માટે કેટલી ખુશ હતી. ઇન્સ્ટા પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે એક ફોન કોલે મારુ જીવન બદલી દીધુ. છેવ્વા વર્ષે કેટલાક દિવસ પહેલા જ્યારે હું મારી છુટ્ટીઓ માટે ઘરે પરત જવાની હતી ત્યારે મને અપ્પાનો ફોન આવ્યો, તે બેચેન લાગી રહ્યા હતા. કેટલીક મિનિટ બાદ તેમણે કહ્યુ કે, અમ્મા પ્રેગ્નેટ છે. મને ખબર નહોતી કે કેવા રિએક્શન આપુ.

અમ્મા 47 વર્ષની હતી. આર્યાએ પોસ્ટમાં એ પણ યાદ અપાવ્યુ કે કેવી રીતે તેના માતા-પિતા ડરેલા હતા અને તેને કહેવામાં શરમ અનુભવી રહ્યા હતા. આર્યાએ લખ્યુ- અપ્પાના મને ખબર આપ્યા બાદ, તેમણે આને સીક્રેટ રાખવા કહ્યુ, કારણ કે તે નહોતા જાણતા કે હું કેવી રીતે પ્રતિક્રિયા આપીશ. કેટલાક દિવસ બાદ જ્યારે હું ઘરે પહોંચી તો અમ્માના ખોળામાં પડી રડવા લાગી. મેં કહ્યુ- મને શરમ કેમ આવશે. હું ઘણા લાંબા સમયથી ચાહતી હતી. દીકરીએ કહ્યુ કે, મને ખબર છે કે આ અજીબ લાગી રહ્યુ છે કે પણ જ્યારે અપ્પાએ મને જણાવ્યુ કે અમ્મા પહેલાથી જ તેના 8માં મહિનામાં હતી.

જ્યારે અમ્માને પોતાને ખબર પડી ત્યારે તે 7 મહિનાની પ્રેગ્નેટ હતી. આર્યાએ લખ્યુ- બાળપણમાં હું અમ્માને કહેતી કે મને ભાઇ-બહેન જોઇએ. પણ અમ્મા કહેતી કે મારા પેદા થયા બાદ તેમના ગર્ભાશયમાં કંઇ સમસ્યા થઇ ગઇ હતી, જેને કારણે તે ફરીથી ગર્ભ ધારણ ન કરી શકી. સમય વીતતો ગયો અને હું કોલેજ માટે બેંગલોર ચાલી ગઇ, જ્યારે અમ્મા અને અપ્પા કેરળમાં જ રહ્યા. બધુ જ એવી રીતે ચાલતુ હતુ, જ્યાં સુધી મને કોલ નહોતો આવ્યો. અપ્પાના ખબર આપ્યા બાદ કહ્યુ કે, આટલા દિવસ એટલા માટે છુપાવ્યુ કારણ કે સમજ નહોતુ આવી રહ્યુ, કેવી રીતે તુ રિએક્ટ કરીશ.

પોસ્ટ અનુસાર, અમ્મા અને અપ્પા એક દિવસ મંદિર ગયા હતા, જ્યાં અમ્મા અચાનક બેહોંશ થઇ ગઇ. તેને હોસ્પિટલ લઇ ગયા બાદ ડોક્ટરે કહ્યુ કે, તે ગર્ભવતી છે. કોઇ કારણસર બેબી બંપ નહોતો દેખાઇ રહ્યો. અમ્માના પીરિયડ્સ રોકાયા તો તેમને લાગ્યુ મેનેપોજ છે. પ્રેગ્નેંસીનો વિચાર તો તેમને આવ્યો જ નહિ. ધીરે ધીરે મિત્રો અને સંબંધીઓને ખબર આપવામાં આવી તો કેટલાકે હેરાની જતાવી અને કેટલાકે મેણા માર્યા. પણ મારા પરિવારે તેને કાન પર ના પડવા દીધુ. સપ્તાહ પહેલા અમ્માએ એક દીકરી એટલે કે મારી બહેનને જન્મ આપ્યો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ કહાનીને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે.

Shah Jina