પિતાએ કહ્યુ- ગરબામાં મોડે સુધી ના રોકાતો… પુત્રને લાગી આવતા ગળે ફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન- ગર્ભવતી પત્ની આઘાતમાં

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, નવરાત્રિના તહેવાર ટાણે પણ આવા મામલા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જામનગરમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. જામનગર રોડ પર 23 વર્ષિય વિનયને પિતાએ ગરબામાં એકલા નહીં જવા અને રાત્રે વહેલા આવી જવા બાબતે ઠપકો આપ્યો હતો.

File Pic

ત્યારે આ વાતે લાગી આવતા યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. મૃતકના પિતાએ જણાવ્યું કે યુવકે તેમનો એક પુત્ર હતો, અને તેમને બે નાની દીકરીઓ છે. તે રોજ રાત્રે ગરબા જોવા એકલો જતો અને મોડો પણ આવતો. એટલે ગઇકાલે રાત્રે તેઓએ યુવકે ને કહ્યું કે બેટા અત્યારે જમાનો સારો નથી, એટલે તું ગરબામાં એકલો ન જા, રાત્રે વહેલો આવી જજે.

File Pic

ત્યારે આ વાતે માઠું લાગી આવતા ઘરે ગળે ફાંસો ખાઈ લીધો. ઘટનાની જાણ થતા જ પરિવાર તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો. એવું સામે આવ્યુ છે કે સાત મહિના પહેલા જ જામગરની યુવતી સાથેના લગ્ન થયા હતા અને તેની પત્ની ગર્ભવતી છે. ત્યારે પત્ની પણ આઘાતમાં છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!