અજબગજબ

ફ્રી માં ઘર મેળવવા માટે એક પરિવારના 11 લોકોએ એકબીજા સાથે કર્યા 23 લગ્ન અને પછી જે થયું એ

આજના સમયમાં ક્યારે કોના લગ્ન થાય અને ક્યારે પાછા છૂટાછેડા થઇ જાય એ કંઈ કહી ન શકાય. ફિલ્મોની દુનિયાની સાથે સાથે સામાન્ય લોકોમાં પણ હવે આવા કિસ્સાઓ જોવા મળવા લાગ્યા છે. એવામાં આજે અમે તમને લગ્ન-છૂટાછેડાની એક વિચિત્ર ઘટના જણાવવા જઈ રહ્યા છીએ.

વાત કંઈક એવી છે કે ચીનના એક પરિવારના કુલ 11 લોકોએ એકબીજા સાથે 23 વાર લગ્ન કર્યા હતા અને પછી છૂટાછેડા લીધા હતા તે પણ માત્ર બે જ અઠવાડિયાની અંદર અને આ બધો કારનામો માત્ર ફ્રી માં ઘર મેળવવા માટે કરવામાં આવ્યો હતો.

Image Source

ચીનમાં રહેનારા એક ‘પૈન’ નામના વ્યક્તિએ સરકારની એક સ્કીમ વિશે સાંભળ્યું. આ સ્કીમનું નામ ‘અર્બન રિન્યુઅલ કોમ્પેન્સેશન’ હતું. જેના દ્વારા ઝેઝિયાંગ પ્રાંતના એક નાના એવા ગામમાં લોકોલ લોકોને ફ્રી માં આલીશાન એપાર્ટમેન્ટ આપવામાં આવી રહ્યો હતો.

જ્યારે આ સ્કીમ વિશે પૈનને જાણ થઇ તો તેણે પોતાની પૂર્વ પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા, જે તેના જ ગામની રહેવાસી હતી અને લગ્ન કરીને તે આ ગામનો નિવાસી બનાઈ ગયો. સ્કીમના આધારે તેને ઍપાર્ટમેન્ટ આપવામાં આવ્યો, અને 6 દિવસ પછી છૂટાછેડા પણ લઇ લીધા. અમુક જ દિવસોમાં તેના પરિવારના બાકીના લોકોએ પણ આ સ્કીમમાં તેનો સાથ આપવાનું શરૂ કરી દીધું.

Image Source

એવામાં પૈનને તેનાથી પણ વધારે લાલચ આવી ગયું. પછી તેણે પોતાની બહેન સાથે લગ્ન કર્યા અને પછી પોતાની સાળી સાથે, પૈનના પિતાએ પણ અમુક સગા-સંબંધીઓ સાથે લગ્ન કર્યા. દરેક લગ્ન પછી તે લોકો પોતાને આ ગામના રહેનારના સ્વરૂપે રજીસ્ટર્ડ કરાવતા હતા અને પછી છૂટાછેડા લઇ લેતા હતા.

ફરીથી કોઈક બીજા સાથે લગ્ન કરતા, કેમ કે લોકો પણ સ્થાનીય નિવાસી બની શકે અને ઘર મળી શકે. પૈનના સિવિલ અફેયર્સ મિનિસ્ટ્રીમાં ત્રણ લગ્ન રજીસ્ટર્ડ કરાવ્યા, તે પણ માત્ર બે અવાડિયાની અંદર જ.

Image Source

પણ જલ્દી જ આ સ્કીમનો ભાંડો ફોડવામાં આવ્યો. તે કમિટી જે ગામના વિકાસનું કામકાજ જોઈ રહી હતી, તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જાંચ શરૂ કરવામાં આવી. પોલીસે તે પરિવારના દરેક 11 લોકોની ધરપકડ કરી લીધી. ચાર લોકો અત્યારે કસ્ટડીમાં જ છે અને બાકીના લોકોને જમાનત પર છોડવામાં આવ્યા છે. અધિકારીઓ આ ઘટનાની કારવાઈ કરી રહ્યા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.