આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 23 ઓક્ટોબર 2019

0
5

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે તમને બધી તરફથી ફાયદો મળશે તમારા જુના મિત્રોને મળીને મન ખુશ થઇ જશે તમારા મિત્રો તમારી પરિસ્થતિ જોઇને ખુશ થશે તેમને તમારા પર ગર્વ થશે. જયારે પણ મુસીબત આવે ત્યારે એવા વ્યક્તિની મદદ લેજો જે નિસ્વાર્થ ભાવે તમને મદદ કરે. ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબુત થશે, ધનલાભનો યોગ છે. પૈસાની કમી નહિ રહે, વાહન કે પછી સુખ સુવિધાનું સાધન વસાવી શકશો. દરેક કામ આજે બહુ સરળતાથી પૂર્ણ થશે. ઓફિસમાં કોઈ સાથે વાત કરતા વાદ વિવાદ થઇ શકે છે. સંબંધોમાં શાંતિ અને મજબૂતી બનાવી રાખવા માટે તમારા જીવનસાથીની લાગણીઓને સમજો. માનસિક શાંતિ મેળવવા માટે ઘરમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરાવો. ઓફિસમાં તમારા નજીકના મિત્ર સાથે ચાલી રહેલ અણબનાવનો અંત આવશે. વધારાના કામમાં લોકોની મદદ તમને મળશે. અગત્યના નિર્ણય કરવા માટે સમય યોગ્ય છે, પૈસાની દ્રષ્ટીએ આજનો દિવસ ઘણો જ સારો છે. સમાજના અમુક પ્રસંગોમાં આજે તમારે હાજરી આપવાની રહેશે. લોકો તમને તમારા કામથી ઓળખતા થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આવકમાં વધારો થવાની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. વાહન સંબંધિત ખર્ચ થશે અને પરિવારના સુખ સુવિધા માટે ખર્ચ થશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. પ્રિયજન સાથે સંબંધ વધુ ને વધુ મજબુત થશે. આજે પુરા પરિવાર સાથે લાંબી મુસાફરી પર જઈ શકો છો, યાત્રા દરમિયાન વડીલોની દવાઓ અને જરૂરી કાગળ સાચવીને રાખવા. આજે જીવનસાથીના ગુસ્સાનો ભોગ બનશો. કાર્ય તમે સમયથી પહેલા પૂર્ણ કરી શકશો. તમારા સહકર્મચારીઓ તમને તમારા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે મદદ કરશે. વેપારી મિત્રોને નવા શરુ કરેલ કામમાં સફળતા મળશે. આર્થિક પરીસ્થિતિમાં થોડી સાવધાની રાખવાની જરૂરત છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ, હ (Cancer):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

5. સિંહ – મ, ટ (Lio):
આર્થિક રીતે આજે તમારી નજીકનું કોઈ તમને વિશ્વાસઘાત કરશે. કોઈની પર આંખો બંધ કરીને ભરોસો કરવો એ તમારી માટે યોગ્ય નથી. લોટરી અને શેર માર્કેટથી દૂર રહેવું, પૈસાનું નુકશાન થઇ શકે છે. પરિવારમાં કોઈ નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરશે જેનાથી ઘરમાં અશાંતિ બનશે. સાંજનો સમય જીવનસાથી સાથે શાંતિથી પસાર કરી શકશો. સ્વાસ્થ્ય આજે સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોની યાદશક્તિ આજે મજબુત બનશે. વેપારી મિત્રોને તેમના પિતા તરફથી સહયોગ મળશે. આર્થિક લાભ થશે જેનાથી તમે કોઈ જરૂરિયાત મિત્રની મદદ કરી શકશો. આજે કોઈપણ અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ કામ આવશે તો તમારા સહકર્મચારી તમને મદદ કરશે. તેમનો આભાર માનવો ભૂલશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
વધારાના પૈસા કમાવવા માટે અનેક સોર્સ મળશે. તમારી સાથે કામ કરી રહેલ મિત્રો તરફથી તમેન સંપૂર્ણ સહકાર મળશે. સંતાન સંબંધિત ચિંતા વધી શકે છે. તમારી વાત આજે તેઓ સમજી શકશે નહિ, યોગ્ય સમયની રાહ જુઓ અને પછી શાંત મને તેમને સમજાવો. કફ અને ઉધરસ જેવી તકલીફ આજે તમને હેરાન કરશે. ઉપરી અધિકારી અથવા બોસ તમારા કામથી ખુશ હશે. જીવનસાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. કોઈપણ અજાણ્યા કે જાણીતા મિત્રોના વાદ વિવાદમાં પડશો નહિ. તમારે તમારા ખર્ચ પર કાબુ કરવાની જરૂરત છે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજ સવારથી તમને પૈસા કમાવવા માટેના સારા સંકેત મળશે. જો કોઈ જગ્યાએ પૈસા રોકવા માંગો છો તો તમે સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો જેથી ભવિષ્યમાં તમને યોગ્ય વળતર મળી રહે. આજે તમને તામ્ર જીવનસાથી તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ સારો પ્રસંગ લેવાય એવું વાતાવરણ બનશે. આજે ઘરમાં કોઈની તબિયત બગડવાના યોગ છે નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખજો. જો તમારા પરિવારમાં કોઈના જીવનમાં કોઈ પરેશાની હોય તો એમની મદદ કરો અને તેમની તકલીફ ઓછી કરી ખુશ કરી શકો છો. દરરોજના પ્રમાણે આજનો દિવસ નોર્મલ રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
વેપારી મિત્રો અને જે પણ મિત્ર ભવિષ્યમાં પોતાના પૈસાનું સારું વળતર મેળવવા માંગે છે તેમના માટે સારો દિવસ છે. તમારા નસીબના તારા તમારી આર્થિક સ્થિતિ મજબુત કરશે. કામ સંબંધિત નાની મોટી મુસાફરી કરવી પડી શકે છે. ધાર્મિક લાગણી વધારે અનુભવશો. સ્વાસ્થ્યની પુરતી કાળજી લેવાની છે, બહારનું ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો. કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને ડેવલપર્સ સાથે જોડાયેલ લોકો આજે સફળ થઇ શકશે. આર્થિક રીતે આજે ખાસ તકેદારી રાખવાની છે. વધારાના ખર્ચ અને નાહકની વસ્તુઓ પાછળ પૈસા બગાડવા નહિ. આજે વિશ્વાસઘાત થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો

10. મકર – જ, ખ (Capricorn):
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે મિત્રો તરફથી તમને પુરતો સહયોગ મળશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો. આજનો દિવસ મિશ્ર પરિણામ વાળો રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમારા જીવનસાથી અને તમારા માટે બહુ સુંદર દિવસ છે તમે ઈચ્છો એ આજે પૂર્ણ કરી શકશો. આજે તમારો પરિવાર પણ તમારાથી અને તમે કરેલા કામથી ખુશ રહેશે. જો યોગ્ય પ્લાનિંગ હોય તો જ તમે કોઈપણ પ્રકારની રોકાણની સ્કીમમાં આગળ વધજો. આજે પૈસા ડૂબવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – પરિવારમાં આ વર્ષે થોડા થોડા સમયે બધાની તબિયત નરમ ગરમ રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત અને નિયમિત દવાનું સેવન કરાવજો. આ વર્ષે તમારે ડોક્ટરની મુલાકાત લેવાનું અવારનવાર બનતું રહેશે. થોડી તકેદારીથી એ તકલીફ પણ ઓછી થઇ જશે.

નોકરી-ધંધો – તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.