આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 23 નવેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
4. કર્ક – ડ, હ (Cancer):
તમને પૈસા કમાવવા માટેના અનેક અવસર મળશે. તમારી માનસિક ઊર્જા એક ઉચ્ચ લેવલ પર જ હશે. આજે પારિવારિક જીવનમાં સરળતા રહેશે. તમે પરિવાર સાથે કોઈ મુસાફરી કરવા જઈ શકો છો. તમારા કામના સ્થળે પણ તમને લાભ મળશે. આજે સ્વાસ્થ્ય થોડી બગડવાની શક્યતા છે. આજે અમુક કામો પૂર્ણ કરવામાં તમને ઘણી મુશ્કેલીઓ આવશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો હશે. ભણવામાં મન લાગશે નહિ. વેપારી મિત્રો આજે પોતાનો બિઝનેસ વધારવામાં સફળ રહેશે. આજે આર્થિક સ્થિતિ મજબુત બનશે. સાંજના સમયે બાળકો સાથે વાતો કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
5. સિંહ – મ, ટ (Lio):
નજીકના મિત્રો અને સંબંધીઓ આર્થિક તકલીફમાં હશે. તમે ઈચ્છો તો મદદ કરી શકશો. આજે તમારા ભાઈ અને બહેન તરફથી તમને સપોર્ટ મળશે. જે પ્રેમીઓ વચ્ચે અબોલા ચાલી રહ્યા છે તેમને આજે સારો સમય સાથે વિતાવા મળશે. બ્લડ પ્રેસરના દર્દીઓએ પોતાની વિશેષ કાળજી રાખવી. ગ્રહોની સ્થિતિ તમારા પરિવારમાં સારા સમાચાર આવવાના યોગ બનાવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ યોગ્ય નથી. આજે તમારી નોકરી અને વેપારમાં પરિવર્તન આવી શકે છે. પૈસાની બાબતમાં તમારે વધારે તકેદારી રાખવાની જરૂરત છે. નોકરીને કારણે તમે તમારા પરિવારથી દૂર થઇ જશો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
વેપારમાં રોકાયેલ પૈસા પરત મળશે. લોટરીથી તમને સારો ફાયદો મળશે. આજે સ્ટોક માર્કેટમાં પણ પૈસા રોકી શકો છો, તેનાથી તમને ધનલાભ થશે. જો કોઈ કોર્ટ કે કચેરીનો કેસ છે તો તેમાં સફળતા મળવામાં હજી સમય લાગી શકે છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. આજે તમારા વાણી અને વર્તનથી કોઈનું મન દુભાય નહિ તેની ખાસ તકેદારી રાખજો. સંતાન અને જીવનસાથીની તબિયત આજે બગડી શકે છે. આજે પરિવારમાં બધાએ ખાવા પીવા પર ધ્યાન રાખવું તબિયત બગડવાના યોગ છે. વિદેશ જવાવાળા મિત્રો માટે સારા સમાચાર આવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
7. તુલા – ર, ત (Libra):
આજનો તમારો દિવસ અનેક અલગ અલગ કામ પૂર્ણ કરવામાં જશે તમારી કામ પાછળની ઘેલછાથી તમારા બોસ તો તમારાથી ખુશ થઇ જશે પણ તમારા પરિવારજનોને તમે બહુ ઓછો સમય આપો છો એવી ફરિયાદ સંભાળવા મળશે. આજે એવું હોય તો પરિવાર સાથે સાંજે થોડી હળવી ક્ષણો માણો. તમારા કામના અનુભવ અને નવી નવી વાતો એમને પણ જણાવો. તમારી ખુશીથી સૌથી પહેલા તમારો પરિવાર જ ખુશ થશે. આકસ્મિક પ્રવાસથી ધનલાભની શક્યતાઓ છે. કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરજો.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. તમારી માતાનું ધાર્મિકતા તરફ વધારે જુકાવ રહેશે. માતાની તબિયત થોડી નરમગરમ રહેશે. પારિવારિક જીવન અનુકુળ રહેશે. તમે બંને એકબીજાને સમજી શકશો, દરેક સમસ્યા તમે બંને મળીને સુલઝાવી શકશો. જીવનસાથી કોઈ નોકરી કે વેપાર કરી રહ્યા છે તેમને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત થશે. આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ નાની વાતે તમને ગુસ્સો આવી શકે છે પણ તમારે તમારા ગુસ્સા પર અને વાણી વર્તન પર કાબુ રાખવાનો રહેશે. નોકરી અને વેપાર એર્થે મુસાફરી કરવાની થશે જે તમને લાભ આપશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમે આજે કોઈ સ્થાઈ મિલકત ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જેનાથી તમને અચૂક લાભ થશે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે. નોકરી કરતા મિત્રો માટે પણ આજે સારો દિવસ છે આજે તમને તમારા બોસ તરફથી વાહ વાહ મળી શકે એમ છે બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
10. મકર – જ, ખ (Capricorn):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજનો તમારો દિવસ આળસમાં વ્યતીત થશે સારા સમયને યાદ કરીને તમે ભાવુક થઇ શકો છો. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

કૌટુંબિક-પારિવારિક – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here