આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 23 જાન્યુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
નાહકના અને વધારાના પૈસા ખર્ચ થશે. આજે તમારે તમારા બજેટમાં રહીને ખરીદી કરવાની છે. કોઈપણ પ્રકારનું રોકાણ આજે કરવું નહિ. આજે નિષ્ણાત અને અનુભવી મિત્રોની સલાહથી પૈસાનું રોકાણ કરવું નહિ તી પૈસા ડૂબવાના ચાન્સ છે.
આજે કોઈપણ જાણીતા કે અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવું નહિ. આજે વજન વધારે વ્યક્તિને અને ડાયાબિટીસના દર્દીને સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. આજે વિદ્યાર્થી મિત્રો માટે અનુકુળ સમય છે. આજે વેપારી મિત્રોને પરિવાર સાથે મુસાફરી કરવાના યોગ છે. તમારા નજીકના સંબંધીઓને આજે તમારી મદદની જરૂરત છે તો મદદ કરો અને ખુશ રહો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ
4. કર્ક – ડ, હ (Cancer):
આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
5. સિંહ – મ, ટ (Lio):
આજે પૈસા સંબંધિત કોઈપણ નિર્ણય સમજી વિચારીને કરજો. આજે જેટલો તમને કોઈ વાતમાં ફાયદો હશે એમાં અમુક પ્રકારનું નુકશાન પણ હશે. સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. પરણિત મિત્રો જેમને એક્સ્ટ્રા અફેર હોય તેમણે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આજે સંબંધોમાં તિરાડ આવી શકે છે. પરિવારમાં તમારા વડીલો તમારાથી નારાજ હશે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે જુના મિત્રો સાથે મુલાકાત કરીને તમે મન ફ્રેશ કરી શકશો. વેપારી મિત્રોને આજે કોઈપણને પૈસા આપતા ખાસ તકેદારી રાખવાની છે. આવક વધવાની સાથે ખર્ચ પણ વધશે, એટલે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ કરવાનું છે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
ઘણા દિવસથી તમે જે કામ પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છો એ આજે પૂર્ણ થશે તેની સાથે જ આજે તમારી દરેક સમસ્યાનો અંત થઇ જશે. આજે થોડો આરામ કરવાનો દિવસ છે વધુ પડતું કામ તમને તન અને મનથી થકવી દેશે માટે આજે આરામ કરો. તમારા પરિવાર જનો અને નીકટના સગા સંબંધીઓ તમારી સફળતાથી ખુબ ખુશ હશે. તમારા જીવનસાથી તરફથી આજે તમને અનોખી સરપ્રાઈઝ મળશે. આજે થોડો ખર્ચ પરિવાર પાછળ પણ કરો. તેમને ખુશ જોઇને તમને આનંદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી
7. તુલા – ર, ત (Libra):
આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આર્થિક નુકશાન થવાના યોગ છે. આજે સંતાન તરફથી ચિંતા રહેશે. આજે જુના પ્રેમ સંબંધો તમારી સામે આવશે અને જૂની યાદો તાજી થશે. પરિવારમાં સારા પ્રસંગ આવવાના યોગ છે. તમારા પરિવારજનો અને નીકટના સગા સંબંધીઓ તમારી સફળતાથી ખુબ ખુશ હશે. તમારા જીવનસાથી તરફથી આજે તમને અનોખી સરપ્રાઈઝ મળશે. આજે થોડો ખર્ચ પરિવાર પાછળ પણ કરો. તેમને ખુશ જોઇને તમને આનંદ મળશે. જીવનસાથી સાથે સાંજનો સમય પસાર કરી શકશો, ભવિષ્યના પ્લાનિંગ માટે આજે તામ્ર જીવનસાથી સાથે ચર્ચા કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
10. મકર – જ, ખ (Capricorn):
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમારી તબિયત બગડવાના યોગ છે તો આજે તમારે કોઈપણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું ટાળો. આજે બને ત્યાં સુધી ઘરનું જ શુદ્ધ અમે સાત્વિક ભોજન લેજો. આજે ઓફિસમાં લોકો તમારા ભવિષ્યના પ્રોજેક્ટ જાણવા માટે ઉતાવળા થશે પણ તમારે તમારો સિક્રેટ પ્લાન કોઈને જણાવવાનો નથી નહિ તો એ ચોરી પણ થઇ શકે છે. આજે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો બજેટની બહાર ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. એકંદરે પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા દરેક કુંવારા મિત્રોને આજે તમારાથી ઈર્ષા થશે. આજનો દિવસ રોજ કરતા તો સારો જ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે તમારે જુના મિત્રો સાથે સંપર્ક કરીને દરેક ભૂલની માફી માંગવાની છે નહિ તો માફ કરવાના છે. કોઈપણ મિત્રો કે પ્રિયજનની કોઈ વાત મન પર લેતા નહિ. સંબંધો જીવનભર સાથે રહેશે. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.