જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 23 ડિસેમ્બર : બુધવારના દિવસે ગણપતિ બાપ્પાની કૃપાથી આ 6 રાશિઓને પારિવારિક જીવનમાં થશે બદલાવ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના કામ પ્રત્યે સજાગ થવાની જરૂર છે. તમારી આળશ આજે તમારી દુશ્મન બની શકે છે. માટે કામ ઉપર જતા પહેલા આલાશને ખંખેરી નાખવી  અને ધ્યાનપૂર્વક પોતાનું કામ સાચી મહેનત દ્વારા કરવું. જેનાથી તમારા કામની પ્રસંશા થશે.પરિણીત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળી શકે છે. જો તમે કોઈ મૂંઝવણમાં હોય તો પોતાના દિલની વાત પોતાની પત્ની સાથે શેર કરો. એ તમને કોઈ રસ્તો બતાવશે. પ્રેમી પંખીડાઓ પણ આજે કોઈ વાતની ચર્ચા કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે તમારે તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવાથી જરૂર છે. નહીં તો નુકસાન થઇ શકે છે. આજના દિવસે કામનો નવો અનુભવ આવશે. આજના દિવસે બોસ કોઈ કામને લઈને તમારી સલાહ લઇ શકે છે. આજના દિવસે ધંધામાં ઉતાર-ચડાવ આવી શકે છે. આવક માટે દિવસ સારો છે. આજનો દિવસ મિત્રો સાથે વીતશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં રોમાન્સ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે પારિવારિક કામની વ્યસ્તતાને લઈને પ્રિય વ્યક્તિને મળી નહીં શકે જેથી નારાજગી થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આજના દિવસે આ રાશિના જાતકોનો ગંભીરતામાં વીતશે. પરિવારના ઘરેલુ ખર્ચ અને કામમાં વધારો થશે. ઘરમાં કોઈ નવું આયોજન થઇ શકે છે. આવકમાં આજના દિવસે આંશિક વધારો થશે. આજના દિવસે ધંધામાં સારો નફો મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરણિત લોકો તેના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ખુશ નજરે આવશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં પવિત્ર રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકોનો આજનો દિવસ શાંતિપૂર્ણ અને સામાન્ય રહેશે. આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે અધિક ખર્ચ થશે. ધાર્મિક કામમાં ખર્ચ થઇ શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. આજના દિવસે ઘરમાં ખરીદી કરી શકો છો. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમે કોઈને પ્રેમ કરો છો તો તેને આજે કહી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવનમાં ખુશીઓ આવશે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જો નોકરી શોધી રહ્યા હોય તો આજે નોકરી મળવાના સારા ચાન્સ છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને બઢતી મળી શકે છે. ધંધા કરતા લોકો આજે આવક વધવાને કારણે ખુશ નજરે આવશે. કામને લઈને આજના દિવસે ધ્યાન ભટકી શકે છે, તેથી કામ પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિય વ્યક્તિની ખુશ કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હશે. પરણિત લોકો તેના ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બહારની ખાણીપીણીમાં આજે ખાસ ધ્યાન રાખવું નહીં તો જો સ્વાસ્થ્ય બગડી ગયું તો તમારો દિવસ ખરાબ થઇ શકે છે. આજના દિવસે સાસરિયાવાળા સાથેના સારા સંબંધનો લાભ મળશે. પરંતુ કોઈ વાતને લઈને અસહમતી દેખાડી શકો છો. કામને લઈને આજના દિવસે ભાગદોડ રહેશે. પરણિત લોકો ગૃહસ્થ જીવનને વધુ સારું બનાવવાના પ્રયત્નો કરી શકે છે. પ્રેમી પંખીડા પણ પોતાના પ્રેમને એક પગથિયું આગળ લઇ જઈ શકે છે.

7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકોને આજના દિવસે તમારી અપેક્ષા મુજબ કામ થતું જોવા નહીં મળે જેના કારણે મન ઉદાસ રહેશે. આજે પરિવાર તરફથી તમને કોઈ ખુશી મળી શકે છે.  આજના દિવસે ખાસ કોઈ પણ વિવાદમાં ના પડો. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે ધંધામાં મોટો લાભ થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે શોપિંગમાં જઈ શકે છે. પરણિત લોકો તેના ગૃહસ્થ જીવનને ગુસ્સાથી બચાવવાની કોશિશ કરશે. આજના દિવસે જીવનસાથી થોડા ગુસ્સામાં નજરે આવી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો આજના દિવસે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકે છે. જેના કારણે મનમાં ધાર્મિક વિચાર આવશે, આજના દિવસે ભલાઈના કોઈ કામ કરી શકો છો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. કામને લઈને આજના દિવસે સાવધાની રાખવી પડશે. પરણિત લોકો તેના જીવનમાં કંઈક એવું કરશો જેનાથી જીવનસાથીના ચહેરા પર ખુશી જોવા મળશે.  પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રેમ માટે કોઈ પરીક્ષા આપી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકોએ આજના દિવસે કામ પર ધ્યાન આપવું પડશે જેનું સારું પરિણામ મળશે. આજના દીવસે તમે ધંધો કરો છો તો તમને પૈસા મળશે. આજના દિવસે કોઈ નવા ધંધામાં રોકાણ કરવા માટે પણ દિવસ સારો છે. આજના દિવસે પાર્ટનર સાથે સંબંધ સુધારવાની કોશિશ કરશો. જેની અસર તમારા કામ પર પડશે. પરણિત લોકો આજના દિવસે પોતાના ઘરના કોઈ મહત્વના નિર્ણય ઉપર ચર્ચા કરી શકે છે. જીવનસાથી આજે તામરી વાતનું સમર્થન કરશે. પ્રેમી પંખીડાઓ વચ્ચે આજે કોઈ તકલીફ ભરેલી વાતનું નિરાકરણ લાવી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો આજના દિવસે ખુશીઓ સાથે વીતશે કારણ કે આજના દિવસે ધંધામાં સારો લાભ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. આવક વધારવાના નવા સોર્સ મળી શકે છે. તમે જ્યાં કામ કરો છો તો ત્યાં તમારે ખુદ પર ભરોસો રાખીને કામ કરવું જોઈએ. કોર્ટ-કચેરીના મામલે સફળતા મળશે. પ્રેમીપંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિના વર્તનથી દુઃખી થશે. પરણિત લોકો પણ આજે સાંજના સમયે બહાર ફરવાનો આનંદ લઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના જાતકોએ આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચમાં અચાનક જ વધારો થઇ શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને નજર અંદાજ ના કરે. આજના દિવસે તમે બીમાર થઇ શકો છો. મિત્રો પાસેથી લીધેલા પૈસા પરત આપી શકો છો. આજના દિવસે ધંધામાં સફળતા મળી શકે છે. કામને લઈને ઘણી મહેનત કરવી પડશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ દૂર કરવામાં સફળ રહેશો.  પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિથી ખુશ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકોનો આજનો દિવસ થોડો તકલીફમાં રહી શકે છે. આજના દિવસે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. આજના દિવસે નાની-મોટી ઇજા થઇ શકે છે. આજના દિવસે ભાગ્યનો સહારો મળશે. જેના કારણે કામમાં સફળતા મળશે. કામને લઈને કોઈ દખલબાજી તમે સહન નહીં કરો. આજના દિવસે પૈસાથી વધુ પરિવાર પર ધ્યાન રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ખુશ રહેશે. જીવનસાથી કોઈ સારી ગિફ્ટ લઇ આવશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિની પ્રસંશા કરતા નજરે ચડશે.