વાયર જોડતા જોડતા ઇલેક્ટ્રિશિયનના જોડાયા દિલના તાર, 28 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન

ઘરે આવ્યો 50 વર્ષનો ઇલેક્ટ્રિશિયન, 22 વર્ષની છોકરીને આપી બેઠો દિલ, કર્યા લગ્ન, જુઓ તસવીરો

એક 22 વર્ષની છોકરીને 50 વર્ષિય વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો, આ વ્યક્તિ ઇલેક્ટ્રિશિયન છે. તે છોકરીના ઘરે રિપેરિંગ માટે આવ્યો હતો. આ દરમિયાન છોકરીએ તેને પહેલીવાર જોયો. બંનેએ એકબીજાને જોઇ સ્માઇલ આપી અને થોડા જ દિવસો બાદ તે વ્યક્તિએ છોકરીને પ્રપોઝ કરી દીધુ. છોકરીએ પણ હા કહી અને બંનેએ લગ્ન કરી લીધા.22 વર્ષની આ યુવતીનું નામ સાઇમા છે, જે પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. સાઇમાએ તેના કરતા 28 વર્ષ મોટા મન્સૂર સાથે લગ્ન કર્યા છે.

સાઇમા કહે છે કે ઘરની લાઈટ અને પંખા ખરાબ હતા. જેને ઠીક કરવા ઇલેક્ટ્રિશિયન મન્સૂરને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે મન્સૂરે મને ઘરમાં જોઇ ત્યારે તે હસ્યો, હું પણ તેને જોઈને હસી. આ પછી તે ઘણી વખત રિપેરિંગ માટે ઘરે આવ્યો અને તેની આંખોમાં કંઇ વાત હતી. પ્રપોઝ કરવાના સવાલ પર મન્સૂર કહે છે કે મેં સાઇમાને સીધું જ કહ્યું હતું કે તે મને પસંદ કરે છે. મને તારી સાથે લગ્ન કરવા છે. મન્સૂરના કહેવા પ્રમાણે, આ સાંભળીને સાઇમાએ ખૂબ જ વિચિત્ર પ્રતિક્રિયા આપી હતી. તે કહે છે કે કદાચ તે મારી ઉંમરને કારણે હતું.

સાઇમા કહે છે કે મન્સૂરે તેને આઇ લવ યુ કહી પ્રપોઝ કર્યું હતું. જવાબમાં તેણે પણ આઈ લવ યુ ટૂ કહ્યું. જો કે, તેમની લવ સ્ટોરી એટલી સરળ પણ નથી. સાઇમાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે તેની માતાને મન્સૂર સાથે લગ્ન કરવાની વાત કહી તો તેને ઘણો ઠપકો આપવામાં આવ્યો. માતા-પિતાએ સાઇમાને ઠપકો આપ્યો. મન્સૂર કહે છે કે અમે પરિવારના સભ્યોને લગ્નની વાત કહી તો બધા અમારી વિરુદ્ધ થઈ ગયા. સાઇમાની માતાએ તેને ખૂબ ઠપકો આપ્યો.

મારા પરિવારના સભ્યો પણ તૈયાર ન હતા, પરંતુ અમે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. પરિવારના સભ્યો વિરુદ્ધ અમે લગ્ન કર્યા. હવે અમે બંને ખૂબ ખુશ છીએ.કપલે એકબીજાને કેરિંગ ગણાવ્યા. મન્સૂરે સાઇમા માટે ‘તુમસે મિલ કે ઐસા લગા’ ગીત પણ ગાયુ. મન્સૂરે કહ્યુ કે, સાઇમા સાથે લગ્ન બાદ તેની કિસ્મત બદલાઇ ગઇ. હવે તેને મોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા છે. કપલ તેમના જીવનમાં ઘણા ખુશ છે.

Shah Jina