વાયુસેનામાં ભરતી થયેલા ગુજરાતના 22 વર્ષના જવાન નીરવે પોતાની સર્વિસ રિવોલ્વરથી કરી લીધો આપઘાત, 26 દિવસ પહેલા જ પૂર્ણ થઇ હતી તાલીમ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે મોતને વહાલું કરવાનું વિચારી લેતા હોય છે. તો ઘણીવાર ઘણા લોકો કોઈની માનસિક હેરાનગતિના કારણે પણ આપઘાત કરી લે છે.જેમાં મોટાભાગના યુવાનો અને યુવતીઓ હોય છે. હાલ એક એવી જ ખબર સામે આવી છે, જેમાં વાયુસેનામાં ભરતી થેલા 22 વર્ષના યુવાને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર 21 ઓગસ્ટે ટ્રેનિંગ પૂરી કરીને એરફોર્સનો હિસ્સો બનેલા 22 વર્ષીય નીરવ ચૌહાણે ગુરુવારે સવારે 4 વાગ્યે આપઘાત કરી લીધો હતો.  સામાન્ય રીતે ઘણા વર્ષોની મહેનત પછી વ્યક્તિને એરફોર્સમાં જોડાવાનો મોકો મળે છે. આ માટે, સખત પરીક્ષા, તાલીમમાંથી પસાર થયા પછી, તેને એરફોર્સના બેઝ કેમ્પ સુધી પહોંચવાની તક મળે છે. વિચારો કે મોતને ભેટી ગયેલા નીરવનો મૂડ કેવો હતો, જેની ટ્રેનિંગ એક મહિનો પણ પુરો થયો ન હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નીરવ ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લીધી હતી. તે ચેન્નાઇના અવાડી એરફોર્સ બેઝ પર તૈનાત હતો. બુધવારે નીરવની ડ્યુટી એન્ટ્રન્સ ગેટ પર હતી. જ્યાં તેણે ગુરુવારે સવારે 4 વાગ્યે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી લીધી હતી. ગોળીઓનો અવાજ સાંભળીને એરફોર્સ બેઝ પર હાજર જવાનો ગેટ તરફ દોડ્યા. તરત જ નીરવ ચૌહાણને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

(પ્રતીકાત્મક તસવીર)

નીરવ ચૌહાણના આત્મહત્યા કેસમાં મુથિલાપેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે એવું કયું કારણ હશે, જેના કારણે નીરવે પોતાનો જીવ લેવાનું નક્કી કર્યું. હજુ આ મામલે કોઈ અપડેટ નથી આવી. મીડિયા રિપોર્ટ અનુસાર મળેલી માહિતી પ્રમાણે નીરવ મૂળ ગુજરાતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel