અજબગજબ

આ વ્યકિતને છે ત્રણ-ત્રણ પત્નીઓ, ત્રણેય મળીને હજુ શોધી રહી છે ચોથી પત્ની, કારણ જાણીને હોશ ઉડી જશે

આજકાલની યુવા પેઢી બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવવા નથી માંગતી, 25 વર્ષની ઉંમર બાદ તે પોતાના પગ ઉપર ઉભા રહીને લગ્ન કરવાનો વિચાર કરે છે. ત્યારે એક વ્યક્તિ એવો છે જેને 22 વર્ષની ઉંમરમાં જ ત્રણ-ત્રણ લગ્ન કરી લીધા, અને હજુ પણ ચોથા લગ્ન કરવાનું વિચારે છે, અને તેની ચોથી પત્નીની શોધ પણ તેની ત્રણેય પત્નીઓ જ કરી રહી છે.

Image Source

આ વ્યક્તિ છે આપણા પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાનનો. પાકિસ્તાનના સિયાલકોટમાં રહેતા આ વ્યક્તિની આ ખબર ચર્ચાનો વિષય બની ગઈ છે. જો કે, મુસ્લિમ સમુદાયમાં એક કરતા વધારે લગ્ન કોઈ મોટી વાત નથી, પરંતુ ત્રણેય પત્નીઓ મળીને જે ચોથી પત્નીની શોધ કરી રહી છે તે હેરાન કરવા વાળી વાત છે.

Image Source

આ વ્યક્તિનું નામ છે અદનાન અને તે ફક્ત 22 વર્ષનો છે. આ ઉંમરમાં જ તેને ત્રણ લગ્ન કરી લીધા છે. તેના પહેલા લગ્ન 16 વર્ષની ઉંમરમાં થયા હતા. તો બીજા 20 વર્ષની ઉંમરમાં. તો ત્રીજા લગ્ન ગયા વર્ષે જ એટલે કે 21 વર્ષની ઉંમરમાં કર્યા છે.

Image Source

અદનાનની પત્નીઓનું નામ શુંભાલ, શુબાના અને શાહિદા છે. હવે ત્રણેય મળીને ચોથી પત્ની શોધી રહ્યા છે જેનું નામ પણ “S”થી જ શરૂ થવું જોઈએ. તેમનું માનવું છે કે તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. અદનાનને બે પત્નીઓથી પાંચ બાળકો પણ છે.

Image Source

અદનાનની પહેલી પત્ની શુંભાલને ત્રણ અને બીજી પત્ની શૂબાનાથી બે બાળકો છે. શૂબાનાના એક બાળકને તેની ત્રીજી પત્ની શાહિદા એ દત્તક લઇ લીધું છે. આજના મોંઘવારીના સમયમાં એક લગ્ન નિભાવવા મુશ્કેલ થઇ ગયા છે ત્યારે અદનાન ત્રણ-ત્રણ લગ્ન નિભાવી રહ્યો છે અને ચોથીની તૈયારી કરી રહ્યો છે. અદનાન ઉપર ત્રણેય પત્નીઓ એવો આરોપ પણ લગાવે છે કે તે પોતાની પત્નીઓને પૂરતો સમય નથી આપી શકતો.

જોકે, ત્રણેય પત્નીઓ અદનાન અને બાળકોનો ખ્યાલ રાખે છે. કોઈ તેનું જમવાનું બનાવે છે તો કોઈ કપડાં ધુએ છે તો કોઈ સાફ-સફાઈનું ધ્યાન રાખે છે. અદનાન ત્રણેય પત્નીઓને પ્રેમ કરે છે. અદનાનના ઘરમાં દર મહિને લગભગ દોઢ લાખ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થાય છે.