જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 22 માર્ચથી 28 માર્ચ: આ સપ્તાહ 5 રાશિઓના જાતકો માટે રહેવાનું છે ખુબ જ ખાસ, જાણો કેવી રહેશે તમારું અઠવાડિયું

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોને આ અઠવાડિયે આમોદ-પ્રમોદમાં વીતશે. કોઈ પણ પ્રકારના ઝઘડાથી બચો. ખાવા-પીવામાં ધ્યાન આપો. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને તકલીફ થઇ શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બીજાની ભાવનાઓનું ધ્યાન રાખો. આ દરમિયાન વિદેશથી જોડાયેલા વેપાર કરતા લોકોના મનમાં કોઈ તકલિફ રહેશે. અઠવાડિયાના મધ્યમાં સોના-ચાંદીના વેપાર કરતા લોકોને લાભ થશે. નોકરી કરતા લોકોં માટે આ સમય સારો રહેશે. લવ લાઈફમાં મજબૂતી આવશે. જીવનસાથીનો સહયોગ મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં મિત્રો વચ્ચે કોઈ પણ બાબતમાં મતભેદો હોઈ શકે છે. ઘરના કોઈ વૃદ્ધ સભ્યને માંદગી અથવા ઇજાને કારણે તકલીફ થઇ શકે છે. પાવર સંબંધિત કામમાં કોઈ અડચણ આવી શકે છે. સપ્તાહના મધ્યમાં પારિવારિક કાર્યમાં પ્રગતિ થશે પરંતુ ધંધાકીય કામગીરી ધીમી થશે. જથ્થાબંધ વેપારીઓ અને વાયદા વેપારીઓનો સમય મધ્યમ છે. બેરોજગાર યુવાનોને રોજગારની તકો મળશે. પ્રેમ-સંબંધોમાં સમય સારો રહેશે. અઠવાડિયાના અંતમાં સુખ- સુવિધાઓમાં ખર્ચ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોએ આ અઠવાડિયાની શરૂઆતમાં થોડી તકલીફનો યોગ બની રહ્યો છે. યોજનાઓમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન જલ્દી બાજીમાં કોઈ નિર્ણય લેવાથી કામ બગડી શકે છે. પરિવારજનોનો સહયોગ મળશે. લવ લાઈફમાં કોઈ પણ પ્રકારની ઉતાવળથી તકલીફ થઇ શકે છે. અઠવાડિયાના મધ્યમાં ઇજા થવાનો ભય છે. આ સમય દરમિયાન વાહન ધીમે ચલાવો. વેપારીઓએ ઓછી યાત્રામાં લાભ થશે. નોકરી કરતા લોકોની જવાબદારી વધશે. વિધાર્થીઓનું ભણવામાં મન નહીં લાગે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આ અઠવાડિયે અટકેલા કામ પુરા થઇ શકે છે. અઠવાડિયાના પ્રારંભમાં વ્યસ્તતા રહેશે. લવ લાઈફ, પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં અણબનાવથી બચો, મહિલા મિત્રથી સાવધાન રહો. જીવનસાથીની ભાવનાઓને સમજો અને તેને સમય આપો. અઠવાડિયાના મધ્યમાં સુસ્તી રહેશે. આ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારી માટે સમય સારો રહેશે. નવા રોકાણમાં લાભ થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના લોકો આ અઠવાડિયામાં સંબંધીઓ અને તરફેણવાળા મિત્રો સાથેની નિકટતામાં વધારો કરશે. મોટા ભાગનો સમય મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે પસાર કરવામાં આવશે. મિત્રની સહાયથી તમે લાંબા સમયથી ચાલતી સમસ્યાનું સમાધાન શોધી શકશો. ઘર અથવા જમીન ખરીદતી વખતે વેચવામાં ઉતાવળ ન કરો. વેપારીઓ માટે સમય યોગ્ય છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોએ વિચારપૂર્વક નાણાંનું રોકાણ કરવાની જરૂર છે. યુવાનો માટે નવા કામ માટેની દરખાસ્તો જાહેર કરવામાં આવશે. મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આ સમય તકલીફ ભર્યો રહેશે. અઠવાડિયાનું શરૂઆતમાં લાભ થશે. કોઈ મહિલા મિત્રની મદદથી અટકેલા કામ પુરા થઇ શકે છે. લાંબા સમય બાદ કોઈ પ્રિયજન સાથે મુલાકારત થવાથી મન પ્રસન્ન રહેશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે જેનાથી ઉત્સાહ વધશે. અઠવાડીયાના મધ્યમાં સુખ સુવિધાઓમાં વધારો થશે. જેનાથી મનમાં અલગ-અલગ પ્રકારના વિચાર આવશે. આ દરમિયાન વેપારીઓએ કોઈ પણ સોદા સમજી વિચારીને કરવા જોઈએ. જોખમ ઉઠાવીને કામ કરવાથી હાનિ થઇ શકે છે. લઘુ ઉદ્યોગ માટે સમય સારો છે વિધાર્થીઓ માટે સમય સારો રહેશે. લવ પાર્ટનર સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું કરિયર અને કારોબારને લઈને સારું રહેશે. શેરબજાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળવાની આશંકા છે. કોઈ સારા માંગલિક કામને લઈને પરિવારજનો સાથે લાંબા અંતરના પ્રવાસ પર જવું પડી શકે છે. આ પ્રવાસ તમારા માટે ખુબ જ લાભદાયક રહશે. આ સમગ્ર અઠવાડિયું થોડું ભાગદોડ ભરેલું રહેશ. પરંતુ અઠવાડિયાના અંતમાં તમને શારીરિક અને માનસિક રાહતનો અનુભવ થશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ આઠવાડિયે પ્રેમ સંબંધોમાં મધુરતા લાવવા માટે સારો દિવસ છે. પરણિત લોકો પણ પોતાની યાત્રા દરમિયાન સાથે સારો સમય વિતાવશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને આ અઠવાડિયે કોઈ તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે તમને સારો લાભ અને સફળતા મળવાનો યોગ છે. ધંધામાં સમજી વિચારીને રોકાણ કરો. નોકરી કરતા લોકોની કામની કદર થશે. અઠવાડિયાના મધ્યમાં પ્રેમ-સંબંધોમાં થોડી સાવધાની રાખવાની જરૂરત છે. પરિવારજનોની ભાવનાના નજર અંદાજ બિલકુલ ના કરો. આ અઠવાડિયે જીવનસાથીની સલાહથી આગળ વધી શકો છો. અઠવાડીયાના અંતમાં નિર્ણયમાં મોડું થઇ શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં થોડો આર્થિક લાભ થશે. પરંતુ તેના કારણે તમારે મહેનત કરવાની છોડવાની નથી. આખું અઠવાડિયું જેટલી વધારે મહેનત કરશો તેટલો સારો લાભ મેળવી શકશો. આકસ્મિક લાભના યોગ બની શકે છે. આ દરમિયાન ક્યાંક પ્રવાસ પર જવું પડી શકે છે. કામને સમયસર કરવાથી આર્થિક ક્ષેત્રમાં ફાયદો થશે. ધાર્મિક કામમાં રુચિ વધશે. પરિવારજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે. સંતાનપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી આ અઠવાડિયે સારો સાથ આપશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકએ આ અઠવાડિયે ભાગ્ય ઉપર બેસવાના બદલે પોતાના શ્રમથી જ સફળતા પ્રાપ્તિના પ્રયાસ કરવાનો રહેશે. આ અઠવાડિયે કામમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. શેર બજાર અને સટ્ટા સાથે જોડાયેલા લોકોને ધન હાનિના યોગ બની રહે છે. અઠવાડિયાના અંતમાં જીવનસાથીનો વ્યવહાર ખરાબ થઇ શકે છે. જેના કારણે પોતાની વાણી ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. મહિલાઓ માટે સમય યોગ્ય છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ અઠવાડિયાનો સમય સારો છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સાચવીની ચાલવું પડશે. વિરોધીઓ આ આઠવાડિયે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો સમજી વિચારીને આ નિર્ણય લો. કારણ કે આ અઠવાડિયે નવી નોકરીના કોઈ યોગ નથી. જમીન સંબંધિત કામમાં લાભ મળશે. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને પરિવારજનો સાથે વિવાદ થઇ શકે છે. આ દરમિયાન માતા-પિતાની જરૂરિયાત પર ધ્યાન આપો. તેમની આપેલી સલાહ જીવનમાં ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ પાર્ટનરની ભાવનાઓને નજર અંદાજ ના કરો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આ અઠવાડિયે સફળતા મળવાના યોગ બની રહ્યા છે. નોકરી અને ધંધામાં સફળતા મળી શકે છે. આ અઠવાડિયે અચાનક જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. વિદેશ સાથે જોડાયેલા વેપારીઓને ધંધામાં સારો લાભ થશે. અઠવાડિયાના અંતમાં તમને શાંતિનો અનુભવ થશે. તમારી પાસે બચેલો સમય તમારા પરિવારજનો પાસે વિતાવો, તેમને પણ ઘણા સમયથી તમારી જરૂરિયાત છે. થઇ શકે તો અઠવાડિયાના અંતમાં બહાર જવાનું આયોજન કરો.