જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 22 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 2 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોને આજના દિવસે કામ જરૂર પૂરું થશે પરંતુ સાંજ સુધી રાહ જોવી પડશે. ખુદ પર વિશ્વાસ રાખો અને કામ પર પૂરું ધ્યાન આપો. આજના દિવસે તમારી પર જવાબદારી આવશે જે તમને ઇરીટેડ કરશે. અંગત જીવનને લઈને આજના દિવસે તમે મજબૂત રહેશો. આજના દિવસે તમે સાચા નિર્ણય લેશો, આજના દિવસે તમે તમારા સંબંધને લઈને ખુશ રહેશો. આજે તમારા પ્રિય વ્યક્તિ સાથે લગ્નની વાત થઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજના દિવસે કોઈ મોટું મહત્વપૂર્ણ કામ હાથમાં લેવા માટે સારો નથી તેથી આજના દિવસે કોઈ કામ ના કરો. મનમાં ધાર્મિક વિચાર આવશે. આજના દિવસે પૂજા-પાઠમાં રુચિ વધશે. ઘરમાં સુખ શાંતિ અને અંગત જીવનમાં થોડું નીરસતા મહેસુસ થશે. ભાગ્ય પ્રબળ થશે જેના કારણે તમે થોડા આળસુ પણ થઇ શકો છો. પરંતુ કામ સારું થવાથી ચહેરા પર મુસ્કાન રહેશે જેના કારણે સ્વાસ્થ્ય સારું રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો આજના દિવસે નવા બિઝનેસને શરૂ કરવા અંગેની વાત કરી શકે છે. જે લોકો પહેલાથી ધંધામાં છે તે માટે આજના દિવસે સારા લાભ મળશે. આજના દિવસે કોઈ ઓર્ડર ફાઇનલ કરી શકો છો. જેનાથી તમને સારો લાભ મળી શકે છે. અંગત જીવનમાં સ્થિતિ સારી રહેશે. કામને લઇને આજનો દિવસ સારો રહેશે. ખર્ચ પણ થશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજના દિવસે આ રાશિના જાતકો પેટના રોગથી સાવધાન રહે. આજના દિવસે વધુ વિચાર ના કરો જેની અસર તમારા પેટ પર પડી શકે છે જેનાથી તમે પરેશાન થઇ શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. આજના દિવસે તમે નોર્મલ જીવન જીવશો. કામને લઈને દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. સારું જમવાથી આનંદ આવશે. આજના દિવસે જીવનસાથી તેની પરેશાનીનું કારણ શેર કરશે. ઘરનો માહોલ સારો રહેશે. પરિવારજનો તમને સપોર્ટ કરશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને આજના દિવસે સાહસ અને જૂનું જોવા મળશે. આજના દિવસે કોઈ કામ જલ્દી-જલ્દી પૂરું કરશો. સાંજનો સમય તમે ખુદ માટે કાઢી શકો છો. મિત્રો સાથે સમય વિતાવશો. ભાઈ-બહેન કોઈ કામ દિલચસ્પી રાખી શકે છે. કામને લઈને આજે તમે થોડા આળસુ થઇ શકો છો. ગૃહસ્થ જીવન વિતાવી રહેલો લોકો આજના દિવસે સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધથી ખુશ રહેશે. આજના દિવસે તમે પ્રિયવ્યક્તિ પાસેથી કોઈ ગિફ્ટ મેળવી શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોનું પૂરું ધ્યાન પરિવાર પર જ રહેશે. આજના દિવસે તમારું ધ્યાન ફક્ત ને ફક્ત પરિવારમાં જ રહેશે. ઘરમાં કોઈ નવું કામ કરાવી શકો છો. ઘરમાં જરૂરિયાત મુજબ નવું ખરીદી શકો છો. ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જેનાથી તમે તંદુરસ્ત રહેશો. આજે જીવન સાથી કોઈ વાત કરી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. તમારી મહેનત તમને સફળતા પ્રાપ્ત કરાવશે. પ્રેમી પંખીડા તેના પ્રિય વ્યકિત પર થોડો ભરોસો કરશે.
7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો આજના દિવસે ભાઈ-બહેનની સમસ્યા દૂર કરવામાં તત્પારતા દાખવશે. આજના દિવસે બોન્ડીગ પણ સારું રહેશે. આજના દિવસે આવક પણ સારી રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ કોઈ પણ રીતે સમય કાઢીને મળવાની જીદ કરશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે તમને સાસરાવાળાને મળવાની જરૂરત પડી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે મનમાં કોઈવાત હોય તો તેને પ્રગટ ના થવા દો. આજના દિવસે તમારા સંબંધ બગડી શકે છે. ઘર પરિવારમાં સ્થિતિ નાજુક રહેશે. આજે કોઈ કામ નહીં કરો તો નુકસાન થઇ શકે છે. આજના દિવસે સંભવ હોય તો કામ પર ધ્યાન આપો. પ્રેમી પંખીડા આજના દવિસે તેના પ્રિય વ્યક્તિના ખરાબ વર્તનથી પરેશાની મહેસુસ કરશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોને આજના દિવસે પૂજામાં મન લાગશે. ઘણા આધ્યાત્મિક વિષય હશે જે તમારું ધ્યાન આકર્ષિત કરશે. આવક સારી રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ખર્ચ થઇ શકે છે. કામને લઈને આજના દિવસે વ્યસ્ત રહેશો. આજના દિવસે અધિકારીઓ અને વરિષ્ઠ કર્મચારીઓ કોઈ ખાસ વાતને લઈને તમારી સાથે ચર્ચા કરશે જેનાથી તમારી કાર્ય ક્ષમતાની ખબર પડશે. આજના દિવસે તમને કોઈ કામ કરવાની ઈચ્છા જાગશે.

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા મનમાં આધ્યાત્મિક રૂપથી વિરોધાભાસની સ્થિતિ રહેશે. આજના દિવસે માનસિક તણાવને લઈને પરેશાન રહેશો. અંગત જીવનમાં આજના દિવસે શાંતિ રહેશે. આજનો દિવસ દરરોજની જેમ જ વીતશે. આજના દિવસે તમે પુરી તૈયારી કરીને કામ પૂરું કરશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને આજના દીવસે ધંધામાં લાભ થશે. સ્વાસ્થ્યને લઈને કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કોઈ લાપરવાહીથી નુકસાન થઇ શકે છે. આજના દિવસે આવક સારી રહેશે. ઘરમાં કોઈ માંગલિક કામને લઈને વાત થઇ શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં ખુશી રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે પારિવારિક જીવનની ચર્ચા કરશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો આજનો દિવસ સારો રહેશે. લોકો તમારું નામ લેશે અને તેની ચર્ચા કેન્દ્ર બિંદુમાં રહેશે. આજના દિવસે તમને કોઈ વિશેષ પ્રોત્સાહન મળી શકે છે. કામને લઈને દીવસ સારો રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન આપવાથી સારી જગ્યા મળી શકે છે. રોકાણ માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે કોઈને ઉધાર પૈસા આપી દો નહીં તો તકલીફ થઇ શકે છે. ગૃહસ્થ જીવન તણાવપૂર્ણ રહેશે.