આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 22 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો તો સારો દિવસ છે. વિદેશમાં વેપાર ફેલાવવાના સારા અવસર મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. આજે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. જે મિત્રો લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેઓને આજે સારા ઘરના માંગા આવશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો દિવસ છે લાંબા સમયથી ચાલી રહેલ પરેશાનીનો અંત આવશે. આજે માતાની તબિયત નરમગરમ રહેશે. આજે શિક્ષકોની મુલાકાત તેમના જુના અને પ્રિય વિદ્યાર્થીઓ સાથે થશે. આજે પારિવારિક બિઝનેસ માટે સારો સમય છે. પરિવારમાં સંપને કારણે મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. અચાનક ધનલાભ પણ થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પૈસા લેવડ દેવડનું કોઈ જોખમ લેવું નહિ. આજે ઉતાવળે કોઈપણ નિર્ણય લેવાનો નથી. આજે મહત્વના લોકો સાથે મુલાકાત થશે. આજે તમારી નજીકના લોકો તમારી મદદ માંગશે તો કોઈપણ સંકોચ રાખ્યા વગર જો થઇ શકે તો મદદ કરજો. આજે જીવનસાથી સાથે કોઈ વાતે તકરાર થઇ શકે છે. આજે દિવસના અંતે તામારા સંબંધો મજબુત થઇ જશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. આજે સ્વાસ્થ્ય તમને સામાન્ય લાગશે પણ નિયમિત ડોક્ટરની મુલાકત કરવી અને ચેકઅપ કરાવવું. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે કોઈની વાતથી તમને ખોટું લાગી શકે છે, તેમની વાતોને પોઝીટીવ લઈને તમારા કામમાં બદલાવ કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):
એક્સ્ટ્રા ઇન્કામ માટેના સોર્સ મળશે પણ કોઈપણ જાણકારી કે અનુભવ વગર ઉતાવળે કોઈપણ કામ કરવું નહિ. આજે અમુક મિત્રો તમને ગેરમાર્ગે કે પછી શોર્ટકટ અપનાવવા માટે કહેશે પણ તમારે આજે તમારી સમજદારીથી કામ કરવાનું છે. આજે પરણિત મિત્રોના જીવનની સમસ્યા દૂર થઇ જશે. તમારા જીવનસાથી સાથે આજે વાત કરતા તકેદારી રાખવી. ગુસ્સો કરતા વ્યક્તિઓએ પોતાના સ્વભાવમાં થોડી નરમાશ લાવવાની જરૂરત છે. સોફ્ટવેર અને ટેકનોલોજી સાથે જોડાયેલ મિત્રોને ફાયદો થશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. જમીન અને મકાન લે વેચ માં તકેદારી રાખવી.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક :૧
શુભ રંગ : સોનેરી

7. તુલા – ર,ત (Libra):
આજે તમારા જુના મિત્રો તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે આજે તમારી આવકમાં વધારો કરી શકશો. પ્રેમીઓનો ખર્ચ આજે વધી શકે છે.. જીવનસાથી તરફથી આજે તમને ભેટ મળી શકશે, આજનો દિવસ પરિણીત મિત્રો માટે મહત્વનો રહેશે. સંતાન સંબંધિત કોઈ નિણર્ય લેવાનો રહેશે. પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલ મિત્રોને આજે રોજ કરતા વધુ મહેનત રહેશે પણ તેનાથી ભવિષ્યમાં તમને નાણાકીય લાભ મળશે. આજે માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત થશે. પરિવારમાં સારા પ્રસંગ બનવાના દિવસો હવે આવશે. નોકરી કરતા મિત્રોને આજે સારી ઓફર આવશે. જે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે વિદેશ જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. પરીક્ષાનું રીઝલ્ટ પોઝીટીવ આવવાથી પરિવારમાં બધા ખુશ હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn):
આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઘણા સમય પહેલા શેર માર્કેટમાં રોકેલ પૈસાથી આજે ધનલાભ થશે. આજે ધાર્મિક પ્રસંગ તરફ જુકાવ વધારે હશે, મનની શાંતિ માટે આજે પરિવાર સાથે મંદિરની મુલાકાત જરૂર લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે તમારી દરેક મુશ્કેલીઓ સુલઝાવી શકશો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખજો. આજે ઘરે રહીને કામ કરતા લોકો માટે ફાયદાકારક દિવસ છે. વેપારી મિત્રોને આજે ભાગીદારીમાં સારો ફાયદો મળશે. જો તમે એકલા વેપાર કરવા માટે વિચારી રહ્યા છો તો આજે સારો દિવસ છે. વિદ્યાર્થી મિત્રો માટે આજે થોડી મુસીબત આવશે, મિત્રોની મદદથી તમને સરળ રસ્તો મળશે. માતા પિતાને આજે તમારા સાથની જરૂરત છે. તમારી સમજદારીથી ઘરમાં શાંતિ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે ખાવા પીવાની બાબતમાં તમારે ઘણી કેર કરવાની જરૂરત છે. વધારે પડતું તીખું અને તળેલું ખાવાનું ઇગ્નોર કરો. સંબંધોના વહેણમાં એટલા પણ ના વહી જશો કે ત્યાંથી પાછું આવવું મુશ્કેલ થઇ જાય. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.