જ્યોતિષ શાસ્ત્ર

22 નવેમ્બર ઉત્પન્ના એકાદશી- આ 3 કામ અવશ્ય કરો તમારુ ભાગ્ય ખુલી જશે

ઉત્પના એકાદશીનું વ્રત માર્ગશીષૅ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના દિવસે આવે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર એકાદશી એક દેવી હતા જેમનો જન્મ ભગવાન વિષ્ણુ થયો હતો. માર્ગશીષૅ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના તિથિને એકાદશી માતા પ્રગટ થયા હતા. તેના કારણે એકાદશીનું નામ ઉત્પન્ના એકાદશી રાખવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૯ ઉત્પન્ન એકાદશી વ્રત તિથિ પૂજા વિધિ શુભ મુહૂર્ત તેમજ આ 3 કામ અવશ્ય કરો.

Image Source

ઉત્પન્ના એકાદશી વ્રત તિથિ શુભ મુહૂર્ત:-

  • 2019માં ઉત્પન્ન આ એકાદશીનું વ્રત 22 નવેમ્બર શુક્રવારના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ શરૂ થશે 22 નવેમ્બર 9:01 મિનિટ પર.
  • એકાદશી તિથિ સમાપ્ત થશે 23 નવેમ્બર 6:24 મિનિટ.
Image Source

ઉત્પન્ના એકાદશી વ્રત વિધિ:-

ઉત્પન્ના એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી એકાદશીને પૂજા કરવામાં આવે છે. માર્ગશીષૅ કૃષ્ણ પક્ષની દશમીથી સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઇએ. પછી બીજા દિવસે ઉત્પન્ન આ એકાદશીની સવારે વહેલા ઊઠી સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. ધૂપ અગરબત્તી નહિવત ભગવાનને અર્પણ કરવા જોઈએ. આ દિવસે સારી રાત ભગવાનનું ભજન કીર્તન કરી જાગરણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ ભગવાન વિષ્ણુ અને પ્રસાદનું વિતરણ કરી બ્રાહ્મણોને ભોજન કરાવી સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા આપે તેમણે સન્માનપૂર્વક વિદાય કરવા.

Image Source

ઉત્પન્ના એકાદશી વ્રતનું મહત્વ:

પ્રાચીન માન્યતા અનુસાર જે લોકો ઉત્પન્ન આ એકાદશીનું વ્રત સાચી શ્રદ્ધા અને પૂરી કરે છે. તે લોકોને બધી જ તીર્થો બરાબર ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત અને દાનનો કરવાથી લાખ ફળોની પ્રાપ્તિ થાય છે. સાથે ઉત્પન્ના એકાદશીના દિવસે જ વ્યક્તિ નિર્જળ સંકલ્પ કરીને વ્રત રાખે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના બધા જ દુઃખોનો નાશ થાય છે.

Image Source

આ 3 કામ અવશ્ય કરો:

1) શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ મંદિરમાં જઈને વિષ્ણુની પ્રતિમા પર ફૂલોની માળા અવશ્ય અર્પણ કરવી.

2) એકાદશીના દિવસે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવી સુહાગનો સામાન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

3) ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે એટલા માટે આ દિવસે વિષ્ણુ પૂજાની સાથે તુલસી પૂજા કરી ભગવાન વિષ્ણુજીને તુલસી અવશ્ય ચડાવી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.