જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 22 માર્ચ :શિવજીની કૃપાથી આ 5 રાશિઓના જાતકોને મળશે પારિવારિક સુખ અને સમૃદ્ધિ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે માનસિક તણાવ અને ખર્ચ દિવસની શરૂઆત કરશે. બપોર બાદ ખર્ચ નિયંત્રણમાં આવશે. ધંધા માટે આજનો દિવસ સારો છે. આંતરરાજ્ય કામથી તમને ફાયદો થઇ શકે છે. પરિવારમાં કોઈ પ્રોપટીને લઈને ચર્ચા થઇ શકે છે. આવકમાં વધારો થશે. લવ લાઈફમાં રોમાન્સમાં વધારો થશે. પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન કરી શકો છો. અંગત જીવનમાં આજનો દિવસ સુખ શાંતિ ભર્યો રહેશે. આજના દિવસે જીવનસાથીની ઈચ્છા પુરી થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી બુદ્ધિનો વિકાસ થશે. આજના દિવસે કોઈ નવો નિર્ણય લઇ શકો છો. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન રહેશે. પરંતુ આડી-અવળી વાતથી ધ્યાન હટાવવાની કોશિશ કરો. નહીં તો સમસ્યા થઇ શકે છે. આજના દિવસે તમારા સિનિયર તમને નજીકથી જોશે. આજના દિવસે તમારી ભૂલ શોધવાની કોશિશ કરશે. તેથી સાવધાન રહો.સાહસ અને પરાક્રમને કારણે કામમાં સફળતા મળશે. અંગત જીવન શાંતિપૂર્ણ રહેશે. જીવનસાથી પાસેથી સપોર્ટ મળશે. અંગત જીવનમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે તમારી કોઈ ભૂલ તમારા સંબંધ પર ખોટી અસર પાડી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકોનો આજના દિવસ સારો રહેશે. આજના દિવસે પરિવાર મુશ્કેલીમાંથી બહાર નીકળશે. સમસ્યામાંથી બહાર નીકળવામાં મનોબળ કામ આવશે. ઘરમાં ઝઘડાની સ્થિતિ બની શકે છે તેથી સાવધાની રાખો. કામને લઈને દિવસ સારો રહેશે. મહેનતનું સારું પરિણામ મળશે. કોઈ બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. અંગત જીવનમાં સુખી મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. ભાઈ-ભાભી સાથેના સંબંધો સારા રહેશે અને બપોર બાદ ઘરના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઘરમાં શાંતિ અને ખુશીઓ રહેશે અને આપણે કામને લઈને મન લાગશે. કેટલાક લોકોને નોકરી માટે અરજી કરવામાં સફળતા મળી શકે છે. સ્થાવર મિલકતથી સંબંધિત બાબતો તમને સફળતા આપશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. તમારા ક્રોધને કાબૂમાં રાખવો જરૂરી રહેશે. નહિંતર કામ બગાડી શકાય છે. અંગત જીવનમાં શાંતિ રહેશે અને પ્રેમ જીવન સુખ પ્રદાન કરશે. સંતાનના મામલામાં સારા સમાચાર મળશે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ખર્ચમાં વધારો થઇ શકે છે. પરિવારમા કઈ જરૂરી વાતને લઈને ચર્ચા થઇ શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલો પ્રયાસ સફળ રહેશે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો આવશે. વેપારના મામલે આજના દિવસે મદદ લઇ શકો છો. સાસરિયામાં કોઈ વ્યક્તિની હાલત કથળી શકે છે. લવ લાઈફમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોના મનમાં આજે બેચેની રહેશે. જે બપોર બાદ પુરી થઇ જશે. પરિવારના નાના સભ્યોનો સપોર્ટ મળશે. લવ મામલે કોઈ વ્યક્તિ તમારી મદદ કરશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે તમારા માતાને શારીરિક સમસ્યા થઇ શકે છે. ભાગ્ય પ્રબળ હોવાને કારણે કામમાં કોઈ રુકાવટ નહીં આવે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ આજે ખુશ રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે કામમાં પોઝિટિવિટીથી આગળ વધશો. આજે તમારી નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે પરિવાર સાથે બહાર જવાનું પ્લાનિંગ કરી શકો છો. પરિણીત લોકોએ આજના દિવસે ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ઈમાનદારીથી બધી વાત કહી દેશે, જેનાથી મનમાં ઇજ્જત વધશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે નહીં તો સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. માનસિક તણાવને લઈને આજના દિવસે પરેશાન રહી શકો છો. પરંતુ બપોર બાદ ભાગ્ય તમારો હાથ પકડશે જેનાથી સવારે અટકેલા કામ પુરા થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેશો. આવકમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લઈને ઘરમાં વાતચીત કરી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકો આજના દિવસે ધાર્મિકમય રહેશે. આજના દિવસે પૂજા-પાઠમાં મન લાગશે અને પોતાના જ્ઞાનથી લોકોને પ્રભાવિત કરશે. પરિણીત લોકોએ ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પૂરું ધ્યાન આપવું પડશે, જીવન સાથીને કોઈ પણ રીતે ખુશ કરવામાં કોઈ કસર છોડવી નહીં. કામને લઈને દિવસ મજબૂત રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે. આજના દિવસે પ્રેમીપંખીડાને ખુશનુમા બનાવવા માટેનો પ્રયાસ કરશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે અથવા થઇ શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરી શકો છો. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ તેનો ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાની કોશિશ કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને પર અસર પડી શકે છે.