ખબર

આપણા ભારતમાં 24 કલાકમાં 15 હજાર આસપાસ ન્યુ કેસનો રેકોર્ડ નોંધાયો, 423નાં મૃત્યુ પણ એક સારા સમાચાર છે

દેશમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે, દેશમાં દરરોજ કોરોનથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. ભારતમાં કોરોના વાયરસના કેસ એક જ દિવસમાં 15,372 કેસનો ઉછાળો આવ્યો હતો. જે અત્યાર સુધીના 24 કલાકના સૌથી વધુ કેસ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 26 હજાર 910 થઈ ગઈ છે.

Image source

દેશમાં પહેલીવાર કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 3870 કેસ મહારાષ્ટ્રમાં અને ત્યારપછી 3000 કેસ દિલ્હીમાં આવ્યા હતા. છેલ્લા 13 દિવસોમાં દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સંક્રમિત દર્દીઓ કરતા વધી રહી છે.

Image source
Image source

હવે 1 લાખ 75 હજાર 95 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 37 હજાર 252 સાજા થઈ ચુક્યા છે. કુલ 13 હજાર 703 દર્દીઓના મોત થયા છે.

પોઝિટિવ કેસ અને ડેથ કેસ બન્નેમાં મહારાષ્ટ્ર આગળ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ 3,870 નોંધાયા હતા. જેની સાથે કુલ કેસનો આંકડો 1,32,075 થયો છે, અને 186ના મોત થયા છે, જ્યારે 186ના મોત થયા છે.

Image source
Image source

દિલ્હીમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બન્નેમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3000 પોઝિટિવ કેસ નોંધાયા, શનિવારે 77નાં મોત નોંધાયા હતા.

ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ સાથે જ રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

હાલ આપણા દેશમાં 1.75 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, એક સારા સમાચાર એ છે કે 2.37 લાખ સાજા થયા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.