આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 22 જાન્યુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
એક્સ્ટ્રા ઇન્કમ કમાવવામાં તમને સફળતા મળશે. આજે કોઈને પણ ઉધાર આપતા અને કોઈ પાસેથી ઉધાર લેતા ખાસ તકેદારી રાખજો. આજે ઉતાવળે અને ઉત્સાહમાં આવીને કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા વિચારજો.
આજે અમુક મિત્રોએ પોતાની વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ તમને મળશે. પતિ પત્ની વચ્ચે તકલીફ વધી શકે છે. એકબીજા સાથે શાંતિથી બેસીને વાત કરો. વિદ્યાર્થી મિત્રોએ આજે એડવાન્સ ટેકનોલોજીની મદદથી કામ પૂર્ણ કરવું પડશે. આજે પેટ સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે. આજે નોકરી કરતા મિત્રો માટે રોજ કરતા સામાન્ય દિવસ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
લાંબા સમયની બીમારીને દૂર કરવા માંગો છો તો જીવનસાથી સાથે ટૂંકી મુસાફરી કરવા માટે જાવ. ધાર્મિક તહેવારો તમારું મન પ્રફુલિત કરી શકે. આજના દિવસે કોઈની સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં કાબુ રાખજો. કોઈનું મનદુઃખ ના થાય તેની તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં તમારા કામ પ્રત્યે ઈમાનદાર રહેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ તમારી માટે રોકાણ કરવા માટેનો ઉત્તમ સમય છે. તમારે આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવાનો છે. તેના કારણે તમે તમારા પરિવારની વધુ નજીક આવી શકશો. તમારા જુના મિત્રોને મળીને મન ખુશ થઇ જશે તમારા મિત્રો તમારી પરિસ્થતિ જોઇને ખુશ થશે તેમને તમારા પર ગર્વ થશે. ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

5. સિંહ – મ, ટ (Lio):
શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ કામ આવશે તો તમારા સહકર્મચારી તમને મદદ કરશે. તેમનો આભાર માનવો ભૂલશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
વેપારને આગળ વધારવા માટે આજે તમને તમારા મિત્રો અને સંબંધીઓનો સાથ મળશે. ઘણા સમયથી ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. પ્રેમ જીવન આજે આનંદમય હશે. પ્રિયજન સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જણાશે. અનિન્દ્રાની પરેશાની આજે તમને હેરાન કરી શકે છે. જે મિત્રો નોકરી બદલવા માંગે છે તેમના માટે સારો દિવસ છે. વિદ્યાર્થી મિત્રોએ આજે ભણવામાં હજી વધારે સમય આપવાનો છે. પર્સનલ જીવનમાં આજે અમુક મુશ્કેલીઓ આવી શકે છે. પરિવાર જનો અને વડીલો સાથે વાત કરીને દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે આવક વધવાની સાથે સાથે ખર્ચ માં પણ વધારો થશે. જરૂરી ચીજ વસ્તુની ખરીદી સમયે ફાલતું અને નાહકની વસ્તુઓ પાછળ ખર્ચ કરતા નહિ. આજે બાળકો તરફથી તમને સહકાર મળશે નહિ જેનાથી તમારી ચિંતાઓમાં વધારો થશે. આજે જીવનસાથી સાથે સંબંધ મજબુત બનશે. આજે સફળતા તમને એક અનેરો આનંદ આપશે. માતાની તબિયત સાચવવી. ઓફિસમાં તમારી સફળતાથી અમુક લોકો ઈર્ષા કરશે પણ તમારે તમારું કામ ઈમાનદારીથી કરવાનું છે. વેપારી મિત્રોને પોતાના કાર્યસ્થળમાં ફેરફાર કરવાની જરૂરત પડશે. નવા અને અગત્યના લોકો સાથે આજે મુલાકાત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

10. મકર – જ, ખ (Capricorn):
તમારા માતા પિતા ના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખો. વાત વાતમાં આજે તમારા સિક્રેટ પ્લાન કોઈને જણાવી નહિ દેતા. ભવિષ્યમાં તમને નુકશાન થઇ શકે છે. વધુ પડતો શ્રમ તમને શારીરિક બીમાર બનાવી શકે છે. તમારા જીવનસાથી સાથે આજે નરમાશથી વાત કરો તમારા ઉગ્ર સ્વભાવના કારણે મતભેદ થવાની શક્યતાઓ છે. જુના મિત્રો સાથેની મુલાકાત તમારી સાંજ બનાવી દેશે, તમારા બાળકો સાથે આજે સમય વિતાવો આજે તમારા બાળકોને તમારી જરૂરિયાત છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
નજીકના મિત્રો અને સંબંધીઓ આર્થિક તકલીફમાં હશે. તમે ઈચ્છો તો મદદ કરી શકશો. આજે તમારા ભાઈ અને બહેન તરફથી તમને સપોર્ટ મળશે. જે પ્રેમીઓ વચ્ચે અબોલા ચાલી રહ્યા છે તેમને આજે સારો સમય સાથે વિતાવા મળશે. બ્લડ પ્રેસરના દર્દીઓએ પોતાની વિશેષ કાળજી રાખવી. ગ્રહોની સ્થિતિ તમારા પરિવારમાં સારા સમાચાર આવવાના યોગ બનાવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ યોગ્ય નથી. આજે તમારી નોકરી અને વેપારમાં પરિવર્તન આવી શકે છે. પૈસાની બાબતમાં તમારે વધારે તકેદારી રાખવાની જરૂરત છે. નોકરીને કારણે તમે તમારા પરિવારથી દૂર થઇ જશો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે પરિવારના અમુક સદસ્યો તમારા અમુક આકરા નિર્ણયથી નારાજ થશે પણ આજે તમે જે પણ નિર્ણય સમજી વિચારીને કરશો એ તમને ભવિષ્યમાં અનેક ફાયદા આપાવશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.