જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 22 ડિસેમ્બર : મંગળવારના દિવસે આ 5 રાશિઓને થવા જઈ રહ્યો છે ખાસ ધનલાભ, ભાગ્ય ઉપર થશે મોટી અસર

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે. બપોર બાદ ખર્ચમાં વધારો થશે. કોઈ ચિંતાનું કારણ ના બને તેનું ખાસ ધ્યાન રાખો.પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે તમારા સંબંધને લઈને ઘણા ગંભીર રહેશો. સાસરીવાળા સાથે વાતચીત થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે માનસિક રીતે મજબૂત થશો. આજના દિવસે તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. કામને લઈને દિવસ ઠીકઠાક રહેશે. પરિણીત લોકોના ગૃહથ જીવન માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ વિષય ઉપર વાત કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પૈસાની આવક થશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજના દિવસે કોઈ ધાર્મિક કાર્ય પર ખર્ચ થઇ શકે છે. જમીન-મકાન સંબંધિત મામલા માટે દિવસ સારો રહેશે. અચાનક કોઈ લાભ મળી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ બહારના સ્થળે ફરી અને આનંદ માણી શકશે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા મિત્રો સાથે આજના દિવસે સારો સમય પસાર કરી શકો છો. ખુદના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિના વર્તનને કારણે નિરાશ થઇ શકે છે. તમારી આવકમાં વધારો થશે. કામમાં સફળતા મળશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ પ્રેમથી ભરપૂર રહેશે. પ્રેમી પંખીડાઓને આજે કોઈ વાતને લઈને મનમોટાવ થઇ શકે છે.5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. મિત્ર અને ભાઈઓનો સપોર્ટ મળશે. કામને લઈને દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આવકમાં વધારો થવાથી મનમાં ખુશી આવશે. આજના દિવસે તમે વિરોધીઓ પર ભારે પડી શકો છો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરિવારની જરૂરિયાત પર આજના દિવસે ધ્યાન આપો. આ સાથે-સાથે સંતાન વિષે પણ વિચારો. કામને લઈને આજનો દિવસ સારો રહશે પરંતુ બપોર બાદ નોકરી બદલવાનો વિચાર આવી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ આવી શકે છે. જેથી સાવધાની રાખો.7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ફળદાયક રહેશે. બપોર સુધી આવક સારી રહેશે પરંતુ બપોર બાદ ખર્ચમાં વધારો થશે. તેથી થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમને તમારા કામનું સારૂ પરિણામ મળશે. સ્વાસ્થ્ય મામલે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે એવું કોઈ કામ ના કરો જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને નિરાશ થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયક રહેશે. બપોર બાદ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. ત્યાં સુધી થોડી સાવધાની રાખો. બપોર સુધી કોઈ મોટું કામ હાથમાં ના લો. કામને લઈને તમારા મગજનો ઉપયોગ કરીને અને લોકોના સપોર્ટથી કામ સફળ થશે. પરિણીત લોકોએ આજે પોતાના પ્રિય પાત્ર સાથે કોઈ  મનમાં રહેલી વાતને લઈને ચર્ચા કરવી. જેનું સમાધાન આજે મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ અનુકૂળ છે.9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલી ભરેલો રહેશે. કામના મામલામાં આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે થોડી નિરાશા મળશે. કોઈ વાતને લઈને ઝઘડાથી બચો. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ ભૂલનો શિકાર થઇ શકે છે જે ભારે પડી શકે છે. આજે તમારી ગમતી વ્યક્તિ સાથે કોઈ પણ વાત શેર કરતા પહેલા થોડું વિચારો.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. બપોર સુધી ચિંતા રહેશે જેનાથી તમને પરેશાની લાગશે. પરંતુ બપોર બાદ સ્થિતિમાં બદલાવ આવશે, જેના કારણે તમારા ચહેરા પર સ્માઈલ આવશે. આવકમાં વધારો થવાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડાએ આજના દિવસે એકબીજા સાથે વાત કરીને સમસ્યા દૂર કરવાની કોશિશ કરવી જોઈએ.11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ભાગ્યનો સાથ મળશે જેના કારણે કામમાં સફળતા મળશે. તમે આજના દિવસે તમારા કોઈ કામને લઈને ગંભીર થઇ શકો છો જેનાથી સારું પરિણામ મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ સમસ્યા આવી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારું પ્રિય વ્યક્તિ કોઈ વાતને લઈને જીદ કરી શકે છે. તેની જીદને તમે તમારા પ્રેમથી શાંત કરી શકો છો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જેને લઈને દિવસની શરૂઆત પણ સારી રહેશે. કામને લઈને તનતોડ મહેનત કરવી પડશે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે પોતાના સંબંધને લઈને ઘરમાં વાત કરી શકે છે. પરણિત લોકો પોતાના ઘરની અંદર કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા-વિચારણા કરી શકે છે.