22 ઓગસ્ટ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
ભૂતકાળમાં કરેલી ભૂલો આજે ફરથી તમારી સામે આવશે. આજે તમારે મિત્રોની વાતોમાં આવી ને ક્યાય પણ રોકાણ કરવાનું નથી. રોકાણ કરતા પહેલા ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાનની બરોબર ચકાસણી કરી લેજો. આજે ઓફિસમાં દરેક સાથે નરમાશથી વાત કરજો. ઘરમાં જો નવી ઘરવખરી કે નવો સમાન વસાવવાની તૈયારી કરી રહ્યા છો તો આજે ખરીદી કરો ત્યારે વધારાના પૈસા વપરાઈ ના જાય અને નકામી વસ્તુ પાછળ વધુ પૈસા ના ખર્ચ થાય એની સાવચેતી રાખજો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે. બીજાની ઇચ્છાઓ અને માંગણીઓ પૂર્ણ કરવામાં ક્યાંક તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ ક્યાંક દબાઈ ના જાય. તમે મહેનત કરો અને ઈમાનદારીથી કરો તો અને તો જ તમે બધું મેળવી શકશો. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી
4. કર્ક – ડ,હ (Cancer):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):
કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે. પરિવારજનો આજે તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઇ શકે છે પણ તેમાં નુકશાન જવાના યોગ છે તો તેમના દરેક નિર્ણયમાં ધ્યાન આપો. વડીલોની તબિયત આજે બગડી શકે છે. કોઈ જુના મિત્ર સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો તેને મનાવી લો. આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક :૫
શુભ રંગ : આસમાની
7. તુલા – ર,ત (Libra):
આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે. આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક :૧
શુભ રંગ : સોનેરી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
10. મકર – જ, ખ (Capricorn):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે વધારાનો ખર્ચ થશે તમારે તમારા પર કંટ્રોલ કરવાની જરૂરત છે. કોઈપણ મોટી સ્કીમ કે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરતા પહેલા કોઈ નિષ્ણાત અથવા અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. આજે તમે ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે. આજે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. આજે તમારી આસપાસ કોઈ વિવાદ થઇ શકે છે, તમારી વાણી અને વર્તન પર કાબુ કરો. જીવનસાથીને આજે તમે સારી રીતે જાણી શકશો. આજે કોઈ કુંવારા અને લગ્ન કરવા ઈચ્છાતા વ્યક્તિને પ્રેમના અને લગ્નના પ્રપોઝલ મળશે. આજે તમારા પૈસા તમારે બચાવવાના છે નાહકના ખર્ચ અને વધારાના ખર્ચ પર કાબુ કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here