જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 22 એપ્રિલ : ગુરુવારના દિવસે સાંઈબાબાની કૃપા આ 6 રાશિના જાતકો ઉપર વરસસે, મળશે આર્થિક પ્રગતિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોએ આજે વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. મોબાઈલ ચલાવતા સમયે ઘણી વાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચુક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજે ભાગીદારી વાળા વ્યવસાયો અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. તમારા જીવન સાથી તમારી સહાયતા કરશે. કોઈની દખલના કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે દૂરી બની શકે છે. ઓફિસમાં પોતાની ભૂલ સ્વીકાર કરવી તમારા હિતમાં રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોએ આજનો દિવસે ડર, શંકા અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓછી પીછો છોડાવો. વધારાની આવક માટે સૃજનાત્મક વિચારોનો સહારો લો. પોતાના વિચારો દોસ્તો અને સંબંધીઓ ઉપર થોપવાની કોશિશ ન કરો. તમારે પ્રેમમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમમાં તમે આજે કામમાં પ્રગતિ દેખશો.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થયી શકે છે. જો તમે કોઈની જોડે સંકળાવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીનેજ એમની જોડે વાત કરો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજે ઉર્જા અને પ્રોત્સાહનો અતિરેક તમને ઘેરી લેશે અને તમારી સામે આવનારી તકોનો ભરપુર ફાયદો ઉઠાવશો. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરથી વધારે ખર્ચો ન કરો. સામાજિક સમારોહમાં પરિવાર સાથે સામેલ થવું બધા માટે સારો અનુભવ રહશે. તમને અનુભવ થશે કે તમારા પરિવારનો સહયોગ જ કાર્યક્ષેત્રમાં પોતાના સારા પ્રદર્શન માટે જવાબદાર છે. આજે તમારા પાસે લોકોને મળવા અને પોતાના શોખ પુરા કરવાનો પર્યાપ્ત ખાલી સમય છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે કામનો બોજો આજે તણાવ બની શકે છે. રોકાણ માટેનો નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવો. વિવાહ પ્રસ્તાવ માટે સારો સમય છે, કેમ કે, તમારો પ્રેમ જીવનભરના સાથમાં બદલાઈ શકે છે. પોતાની ખાસીયત અને યોજનાઓ પર ફરી વિચારવાનો સમય છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજે ધ્યાનથી વાહન ચલાવવું, ખર્ચા વધશે, પરંતુ આવકમાં થયેલો વધારો તેને સંતુલીત કરી દેશે. તમે જ્યાં હોય ત્યાં જ રહેશો. આજે મોટાભાગનો દિવસ ખરીદદારીમાં જઈ શકે છે. આજનો દિવસ શાનદાર રહી શકે છે. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. પરિવાર પર કોઈ વાતે ગુસ્સો ન કરવો તેમાં જ તમારી ભલાઈ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોએ આજે યાત્રા કરવાથી બચવું. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવી શકે છે. આજે જો તમે તમારી ચીજવસ્તુનું ધ્યાન ના રાખો તો ચોરી અથવા ખોવાઈ જવાની સંભાવના છે. કામકાજના મામલાને પતાવવા માટે પોતાની હોશિયારી અને પ્રભાવનો ઉપયોગ કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો નિરાશાવાદી વલણથી બચો કારણે આ માત્ર તમારી સંભાવનાઓને ઓછી કરી દે છે. સાથે સાથે શરીરના આંતરિક સંતુલનને પણ બગાડે છે. આર્થિક રીતે માત્ર ને માત્ર એક સ્ત્રોતથી જ લાભ મળશે. પરિવારમાં કોઈ વૃદ્ધની ખરાબ તબિયત પરેશાનીનું કારણ બની શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આજે રિયલ એસ્ટેટ અને નાણાંકિય લેન-દેન માટે સારો દિવસ છે. બાળકોને પોતાની આશાઓ પ્રમાણે પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરો. જોકે કોઈ ચમત્કારની આશા ન રાખો. તમારું પ્રોત્સાહન નિશ્ચિત રીતે બાળકોનો આત્મવિશ્વાસ વધારશે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલથી તમારા અને તમારા પ્રિય વચ્ચે વિવાદ ઊભો થશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોનો આજનો દિવસે તમારા કામ મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારે પોતાની યોજનાઓને અમલમાં મુકવી જોઈએ. જે રોકાણ અને યોજનાઓ તમને આકર્ષિત કરે છે તેના વિશે ઉંડાણ પૂર્વ વિચારીને અને નિષ્ણાંતોની સલાહ લઈને રોકાણ કરવું. નવા ગ્રાહકો સાથે વાતચીતથી તમારો દિવસ સારો થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કરેલો નિર્ણય પરેશાનીમાં મુકી શકે છે. કોઈ પણ નિર્ણય લીધા પહેલા ઠંડા દિમાગથી વિચારો. લાંબા સમયથી અટકેલ વળતર અને વ્યાજ વગેરે તમને મળી શકે છે. ઘરને સજાવવા ઉપરાંત બાળકોની જરૂરતો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.